તારાનાથ : સત્તરમી સદીમાં થઈ ગયેલ બૌદ્ધ લામા. તે તિબેટના બહુશ્રુત પંડિત તથા ઇતિહાસકાર હતા. તેમનાં લખાણોમાંથી તિબેટની પરંપરાઓમાં જળવાઈ રહેલો, ભારતના પ્રાચીન સમયનો અને વિશેષત: બૌદ્ધ ધર્મનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ઇતિહાસનાં ભારતનાં સાધનોમાંથી અપ્રાપ્ય માહિતી મેળવવા માટે અને ભારતીય લખાણોને પુષ્ટિ આપે તેવા કેટલાક પુરાવા માટે તેમનાં લખાણો ઘણાં ઉપયોગી થઈ શકે તેમ છે. તેમણે અનુભૂતિ સ્વરૂપાચાર્યના ‘સારસ્વત’ નામના ગ્રંથનો અનુવાદ કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ