ઇતિહાસ – જગત

તુતનખામન

તુતનખામન : મિસરનો પ્રાચીન રાજવી. અખનાતનનો અનુગામી અને જમાઈ. તે અમેન હોટેપ ત્રીજાનો પૌત્ર હતો. તેનાં લગ્ન અખનાતન અને નેફેર્તીતીની ત્રીજી પુત્રી અંખેસેનપાએતુન સાથે થયાં હતાં. અને તેથી તેનો ગાદી ઉપર હક થતો હતો. અખનાતનના મૃત્યુ સમયે તુતનખામન નાની વયનો હતો તેથી રાજકુટુંબ સાથે સંકળાયેલા વજીર અને બીજા અમલદારો તેના…

વધુ વાંચો >

તુર્ક

તુર્ક : તુર્કી કુળની ભાષા બોલતા લોકો. ઈશુની શરૂઆતની સદીઓમાં ઉત્તર મૉંગોલિયાના આલ્તાઈ પર્વત અને મધ્યએશિયાનાં ઘાસનાં મેદાનોમાં ભટકતી જાતિઓના વંશજો. તુર્કોની ભાષા ઉરલ આલ્તાઇ કુળની ભાષા છે. તુર્ક લોકોને પશ્ચિમ અને પૂર્વ એવાં બે જૂથમાં વિભાજી શકાય. પશ્ચિમ જૂથમાં દક્ષિણ યુરોપ, તુર્કી અને ઈરાનના વાયવ્ય વિસ્તારમાં રહેતા લોકોનો સમાવેશ…

વધુ વાંચો >

તુર્કમેનિસ્તાન

તુર્કમેનિસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 40° ઉ. અ. અને 60° પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તે વિઘટિત સોવિયેત સંઘનાં 15 સંઘ ગણતંત્રોમાંનું એક ગણતંત્ર છે. તુર્કમેનિસ્તાન ઉપરાંત તુર્કમેનિયા (રશિયન તુર્કમેન્સ્કાયા સોવેટસ્કાયા સોટસ્યાલિ સ્ટી ચેસ્કાયા રિપબ્લિકા) નામથી પણ તે ઓળખાય છે. 1991માં સોવિયેત સંઘમાં રાજકીય ઊથલપાથલ…

વધુ વાંચો >

તુર્કી

તુર્કી પશ્ચિમ એશિયામાં આવેલું પ્રજાસત્તાક રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 36° 00´ થી 40° 20´ ઉ. અ. અને 26° 00´ પૂ. રે. થી 44° 30´ પૂ.રે. તે એશિયન રાષ્ટ્ર હોવા છતાં તેનો 5 % (23,764 ચોકિમી.) જેટલો પ્રદેશ (પૂર્વ થ્રેસ) દક્ષિણ યુરોપના છેક પૂર્વે છેડે આવેલો છે. તુર્કીનું સૌથી મોટું શહેર…

વધુ વાંચો >

તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ

તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ (જ. 10 મે, 1727 પૅરિસ, અ. 18 માર્ચ 1781 પૅરિસ) : અઢારમી સદીના ફ્રેન્ચ મુત્સદ્દી, અર્થશાસ્ત્રી તથા સમાજસુધારક. જન્મ જૂના નૉર્મન કુટુંબમાં. તેમના કુટુંબની વ્યક્તિઓએ રાજ્યમાં મહત્વના વહીવટી હોદ્દાઓ ભોગવ્યા હતા. તેમના પિતા માઇકલ એટીને પૅરિસની નગરપાલિકાના વહીવટી વડા હતા. 1743માં તુર્ગો સેમિનાર દ સેઇન્ટ અલ્પાઇસમાં પાદરી થવા…

વધુ વાંચો >

તુસાઁ, મારી

તુસાઁ, મારી (જ. 7 ડિસેમ્બર 1761, સ્ટ્રાસબર્ગ, ફ્રાન્સ; અ. 16 એપ્રિલ 1850, લંડન) : લંડન ખાતેના માદામ તુસાઁના મીણનાં પૂતળાંના પ્રખ્યાત મ્યુઝિયમનાં સ્થાપક. એક સ્વિસ સૈનિકનાં પુત્રી. શરૂઆતનું જીવન બર્નમાં અને પછી પૅરિસમાં, જ્યાં તેમના ડૉક્ટર મામા ફિલિપ કર્ટિયસ પાસેથી મીણનાં શિલ્પો બનાવવાની કળા હસ્તગત કરી. 1794માં તેમના મામાના મૃત્યુ…

વધુ વાંચો >

તૂની, અબ્દુલ હુસેન

તૂની, અબ્દુલ હુસેન (જ. 7 એપ્રિલ 1444, તૂન, ઈરાન; અ. આશરે 1489-90) : ફારસી ઇતિહાસ ગ્રંથ ‘મઆસિરે મહમૂદશાહી’ (‘નકે તારીખે મહમૂદશાહી’)ના કર્તા. જન્મસમયે તેમના પિતા બીદરના બહમની વંશના બાદશાહ અલાઉદ્દીન એહમદ બીજાના લશ્કરમાં  હતા. તેમણે ઇસ્ફહાનમાં ઈરાનના વિદ્વાન ખ્વાજા જલાલુદ્દીન મુહમ્મદ બિન ઝૈનદ્દીન તરકા પાસે શિક્ષણ લીધું હતું. અબ્દુલ હુસેન…

વધુ વાંચો >

તૂર (અહમદ) સેકુ

તૂર (અહમદ) સેકુ (જ. 9 જાન્યુઆરી 1922, ફરનાહ, ગિની; અ. 26 માર્ચ 1984, ક્લીવલૅન્ડ, યુ.એસ.) : ગિનીની સ્વાતંત્ર્ય-ચળવળના આગેવાન અને ગિની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. તેમનો જન્મ મુસ્લિમ ખેડૂતને ત્યાં થયો હતો. ઓગણીસમી સદીને અંતે ગિનીમાં ફ્રેંચ શાસનનો સામનો કરનાર સમોરીના પોતે પ્રપૌત્ર છે એવો તૂરનો દાવો હતો. કોનાક્રી ખાતે ફ્રેંચ…

વધુ વાંચો >

તેલ-અવીવ

તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા Tel Aviv Jaffa) : ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈર્ઋત્ય તરફ આશરે 80 કિમી. તથા…

વધુ વાંચો >

તેહરાન પરિષદ

તેહરાન પરિષદ (28 નવેમ્બર – 1 ડિસેમ્બર, 1943) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ સાથી સત્તાઓના વડાઓની પ્રથમ પરિષદ. વિન્સ્ટન ચર્ચિલ, જોસેફ સ્ટાલિન તથા ફ્રૅન્ક્લિન ડી. રૂઝવેલ્ટે ઈરાનના પાટનગર તેહરાન ખાતે આ પરિષદમાં ભાગ  લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનુસરવામાં આવનાર લશ્કરી તથા રાજકીય નીતિઓની ચર્ચા આ પરિષદમાં હાથ ધરાઈ. નેતાઓ…

વધુ વાંચો >