ઇતિહાસ – જગત

ડુપ્લે, માર્ક્વિસ

ડુપ્લે, માર્ક્વિસ (જ. 1697, લેન્ડ્રેસીસ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1763, પૅરિસ) : ફ્રેન્ચ સત્તા હેઠળના ભારતના એક વખતના સાંસ્થાનિક વહીવટદાર અને ગવર્નર જનરલ. ભારતમાં ફ્રેન્ચ સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન તેઓ સેવતા હતા. તેઓ કલ્પનાશીલ રાજપુરુષ હતા. તેમના પિતા ફ્રાંસ્વા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર હતા. તેમણે ડુપ્લેને 1715માં ભારત તથા…

વધુ વાંચો >

ડેનમાર્ક

ડેનમાર્ક : સ્કૅન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ. તે 54°થી 58° ઉ. અ. અને  8°થી 13° પૂ. રે. વચ્ચે આવેલો છે. જટલૅન્ડ દ્વીપકલ્પ અને 500 નાનામોટા ટાપુઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 43,098 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ ફેરો સ્કૉટલૅન્ડની ઉત્તરે 375 કિમી. દૂર છે. રાજધાની કોપનહેગન ઉપરાંત તેનાં…

વધુ વાંચો >

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો (ઝાઇર)  : આફ્રિકા ખંડમાં વિસ્તારની દૃષ્ટિએ અલ્જીરિયા પછી દ્વિતીય ક્રમે આવતો દેશ. ભૌગોલિક સ્થાન :  6 ઉ. અ.થી 14 દ. અ. અને 12 પૂ. રે.થી 32 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. મધ્ય આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં તે બેલ્જિયન કોંગોનું સંસ્થાન હતું. આ રાજ્યનો વિસ્તાર 23,44,798 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

ડેલિયન સંઘ

ડેલિયન સંઘ : ઍથેન્સના નેતૃત્વ હેઠળ ગ્રીક રાજ્યોનો સંઘ. ઈ. સ. પૂ. 480-479માં ઈરાન અને ગ્રીસ વચ્ચે જે લડાઈઓ થઈ એમાં ઈરાનનો પરાજય થયો, પરંતુ એ પછી ગ્રીક લશ્કરનો સેનાપતિ અને સ્પાર્ટાનો રાજવી પોસાનિયસ ઈરાનતરફી બની ગયો. તેથી સ્પાર્ટાએ ગ્રીક રાજ્યોનો વિશ્વાસ ગુમાવ્યો. ઍથેન્સના અરિસ્ટાઇડીઝ અને સિમોન  નામના નેતાઓએ હવે…

વધુ વાંચો >

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો (જ. 7 ફેબ્રુઆરી 1500, લિસ્બન; અ. 6 જૂન 1548, ગોવા) : પોર્ટુગીઝોની ર્દષ્ટિએ ગોવાના ખ્યાતનામ ગવર્નરોમાં સૌથી છેલ્લો ગવર્નર (1545–1548). પોર્ટુગીઝોએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે ડિસેમ્બર, 1534 અને સપ્ટેમ્બર, 1535ની સંધિ હેઠળ અનુક્રમે વસઈનો વિસ્તાર મેળવીને અને દીવમાં કિલ્લો બાંધીને ગુજરાતના દરિયાકિનારા પર પોતાનું સ્થાન મજબૂત…

વધુ વાંચો >

ડોમિનિકા

ડોમિનિકા : કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો  ટાપુ અને સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 15° 30´ ઉ. અ. અને 61° 20´ પ. રે..  વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું  રક્ષિત રાજ્ય હતું. હાલ રાષ્ટ્રકુટુંબનો સદસ્ય દેશ છે. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર…

વધુ વાંચો >

ડૉરિયન

ડૉરિયન : પ્રાચીન ગ્રીક લોકોનું એક જૂથ. ઈ. સ. પૂ. 1200 પહેલાં ડૉરિયનો ગ્રીસની મુખ્ય ભૂમિના વાયવ્ય ભાગમાં રહેતા હતા. ઈ. સ. પૂ. બારમી સદીના અરસામાં ડૉરિયનોએ ગ્રીસના ઉત્તર તરફના પ્રદેશો ઇલિરિયા અને થેસાલીમાં થઈને દક્ષિણ ગ્રીસના પેલોપોનેસસ પ્રદેશ પર આક્રમણ કર્યાં. તેમનાં લોખંડનાં હથિયારોએ તેમને એકિયનો અને ક્રીટવાસીઓ ઉપર…

વધુ વાંચો >

તાઇપિંગનો બળવો

તાઇપિંગનો બળવો : ચીનના મંચુવંશી શાસન સામે 1850–1864 દરમિયાન થયેલો સૌથી મહત્વનો બળવો. આ બળવો પંદર વર્ષો દરમિયાન ચીનના 18 પ્રાંતો પૈકી 16 પ્રાંતોમાં ફેલાયો હતો. આ સૌથી વધુ સુવ્યવસ્થિત અને મોટા પાયા ઉપરનો બળવો હતો. બળવાખોરોની પ્રવૃત્તિને કારણે મોટી સંખ્યામાં માણસો મરણ પામ્યાં હતાં. સામાજિક અજંપો, કુદરતી આફતો અને…

વધુ વાંચો >

તાઇપેઈ

તાઇપેઈ : ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ…

વધુ વાંચો >

તાઇવાન

તાઇવાન : ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120o 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે  ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્યભૂમિથી અલગ પડેલો…

વધુ વાંચો >