અર્થશાસ્ત્ર

અનામત કિંમત

અનામત કિંમત (reservation price) : કિંમતની એવી લઘુતમ સપાટી, જે સપાટીએ વિક્રેતા માલ વેચવાને બદલે માલ અનામત રાખે છે. અનામત કિંમતનાં નિર્ણાયક પરિબળો મુખ્યત્વે પાંચ છે : ભાવિ કિંમતની ધારણા, રોકડ નાણાની માગની તીવ્રતા, સંગ્રહખર્ચ, વસ્તુનું ટકાઉપણું અને તેનું ભાવિ ઉત્પાદન-ખર્ચ. ભવિષ્યમાં કિંમત ઘટશે એવી ધારણા હોય, વિક્રેતાને રોકડ નાણાની…

વધુ વાંચો >

અનામત ચલણ

અનામત ચલણ (Reserved Currency) : વિશ્વમાં સાર્વત્રિક સ્વીકૃતિનો ગુણ ધરાવતું વિદેશી ચલણ. દરેક દેશ તેને પોતાની વિદેશી હૂંડિયામણની અનામતોમાં મૂકવા તત્પર હોય છે. વિદેશી દેવાની પતાવટ કરવા તેમજ અતિરિક્ત આયાતોનું મૂલ્ય ચૂકવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. અનામત ચલણમાં ચાર લક્ષણો જરૂરી છે : (1) મૂલ્યસ્થિરતા – તેનું મૂલ્ય સ્થિર…

વધુ વાંચો >

અનુદાન

અનુદાન (grant-in-aid) : રાજ્ય સરકારો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત વગેરે સમવાયતંત્રી રાજ્યવ્યવસ્થા ધરાવતા દેશોમાં સરકારના નીચલી કક્ષાના એકમોને નાણાકીય મદદના સાધન તરીકે અનુદાન ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે રાજ્ય સરકારો કે પ્રાદેશિક સરકારોની નાણાકીય જરૂરિયાતોની સરખામણીમાં તેમને ઉપલબ્ધ નાણાકીય સાધનોનું…

વધુ વાંચો >

અનૌપચારિક વ્યવસ્થાતંત્ર

અનૌપચારિક વ્યવસ્થાતંત્ર (informal organisation) : ઉત્પાદન પેઢી જેવાં આર્થિક સાહસોમાં રોકાયેલા કર્મચારીઓ તથા કામદારોના ઘટકો વચ્ચે થતા અવિધિસરના વ્યવહારમાંથી ઊભું થતું વ્યવસ્થાતંત્ર. દરેક પેઢી કે સાહસના હેતુઓ કે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જુદા જુદા સ્તરે અધિકૃત સત્તામંડળો ઊભાં કરવામાં આવે છે, જેમનાં અધિકારો, જવાબદારીઓ અને કાર્યક્ષેત્ર નિયમબદ્ધ હોય છે. આવાં…

વધુ વાંચો >

અન્નસમસ્યા

અન્નસમસ્યા  અન્નની અછતમાંથી ઉદ્ભવતી સમસ્યા. અન્નસમસ્યા–જાગતિક : જાગતિક અન્નસમસ્યાના સંદર્ભે ઘણા પલટા લીધા છે. વિશ્વના વિકસિત દેશોને એમના વિકાસકાળ દરમિયાન અન્નની આયાત પર આધાર રાખવો પડેલો. અન્ન અને કાચી સામગ્રી માફકસર ભાવ કરતાંયે નીચે દરે મળે તે ઉદ્દેશથી એમણે અન્ય રાષ્ટ્રોમાં સામ્રાજ્ય સ્થાપેલું. બીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યો ખતમ થયાં. વિદેશી…

વધુ વાંચો >

અન્નસહાય

અન્નસહાય આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયનું એક સ્વરૂપ. અન્નસહાય આપવા પાછળ અનેક હેતુઓ હોવા છતાં આકસ્મિક સંજોગોને લીધે ભૂખમરાનો સામનો કરનાર દેશોની પ્રજાને અન્ન પૂરું પાડવું એ તેનો પ્રાથમિક હેતુ રહેલો છે. નવેમ્બર 1953માં ભરાયેલી અન્ન અને કૃષિ સંસ્થા(F.A.O.)ની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદમાં અન્નસહાયની આંતરરાષ્ટ્રીય સપાટી પર પહેલવહેલી ચર્ચા થઈ, જેમાં ઉત્તર અમેરિકામાં…

વધુ વાંચો >

અપૂરતું પોષણ

અપૂરતું પોષણ (malnutrition) : માનવસ્વાસ્થ્ય એ પ્રાથમિકતાના વિષય તરીકે સર્વત્ર સ્વીકારાયું છે. આ સદીનાં શરૂઆતનાં વર્ષોમાં રોગનું પ્રમાણ મોટું હતું ત્યારે આરોગ્યમાં રોગનિવારણ પર વધુ ધ્યાન દેવાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ઔષધશાસ્ત્રે કરેલી પ્રગતિને કારણે મલેરિયા, ક્ષય, મરડો અને બીજા રોગચાળા ફેલાવતી બીમારીઓ પર પ્રભુત્વ મેળવ્યા પછી સ્વાસ્થ્ય અંગેની વિચારણામાં…

વધુ વાંચો >

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી (revealed preference) : માગના નિયમને સમજાવતો વૈકલ્પિક અભિગમ. અમેરિકન અર્થશાસ્ત્રી પૉલ સૅમ્યુઅલસને તેની રજૂઆત કરી છે. અભિવ્યક્ત પસંદગીના વિશ્લેષણમાં માર્શલના તૃષ્ટિગુણ વિશ્લેષણ (utility-analysis) અને હિક્સ-ઍલનના તટસ્થરેખા-વિશ્લેષણ (indifference curve analysis) કરતાં ઓછી ધારણાઓ કરવામાં આવી છે. તટસ્થરેખા-વિશ્લેષણ આત્મનિરીક્ષણની પદ્ધતિ પર રચાયેલું છે. ઉપભોક્તાને તેના તટસ્થ નકશાની માહિતી છે,…

વધુ વાંચો >

અમીન આર. કે.

અમીન, આર. કે. (જ. 24 જૂન 1923, બાવળા, જિ. અમદાવાદ; અ. 30 નવેમ્બર 2004) : ગુજરાતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા લોકસભાના પૂર્વ સભ્ય. પૂરું નામ રામદાસ કિશોરદાસ અમીન. માતાનું નામ નાથીબહેન. પિતા કપાસના વેપારી. પ્રાથમિક શિક્ષણ વતન બાવળામાં. માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદ ખાતે. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ આઝાદીની…

વધુ વાંચો >

અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર–કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ

અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર–કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ (AFL–CIO) : ધંધાવાર કામદારોને સંગઠિત કરવાના સિદ્ધાંત ઉપર 1886માં સ્થપાયેલું અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર (A. F. L.) અને ઉદ્યોગવાર કામદારોને સંગઠિત કરનાર 1935માં સ્થપાયેલ કાગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ(C.I.O.)ના જોડાણ દ્વારા 1955માં રચાયેલું અમેરિકાનાં સ્વાયત્ત મજૂર મંડળોનું મહામંડળ. દર બે વર્ષે મહામંડળનું અધિવેશન મળે…

વધુ વાંચો >