અર્થશાસ્ત્ર

હૅમરશીલ્ડ દાગ

હૅમરશીલ્ડ, દાગ (જ. 29 જુલાઈ 1905, જૉનકૉપિંગ, સ્વીડન; અ. 18 સપ્ટેમ્બર 1961, એન્ડોલા (Ndola) પાસે, ઉત્તર રહોડેશિયા  હવે ઝામ્બિયા) : સ્વીડનના અર્થશાસ્ત્રી, રાજદ્વારી પુરુષ, રાષ્ટ્રસંઘના બીજા સેક્રેટરી-જનરલ અને વર્ષ 1961ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના મરણોત્તર વિજેતા. દાગ હૅમરશીલ્ડ સ્વીડનના પૂર્વપ્રધાનમંત્રી જાલ્મર હૅમરશીલ્ડ(1914–17)ના પુત્ર. ઉપસાલા અને સ્ટૉકહોમ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

હેરડ–ડોમર મૉડલ

હેરડ–ડોમર મૉડલ : હેરડ અને ડોમર આ બે અર્થશાસ્ત્રીઓના સંયુક્ત નામે પ્રચલિત થયેલ આર્થિક વિકાસની પ્રક્રિયાને લગતો સિદ્ધાંત. તેમની મુખ્ય દલીલ એ હતી કે કોઈ પણ અર્થકારણમાં સમતોલ વિકાસનું સહજગમ્ય વલણ હોતું જ નથી. આ મંતવ્ય આર. એફ. હેરડે 1939માં અને ઇ. ડી. ડોમરે ત્યારબાદ લગભગ તરત જ રજૂ કર્યું…

વધુ વાંચો >

હૅરડ રૉય ફોબર્સ સર

હૅરડ, રૉય ફોબર્સ, સર (જ. 1900; અ. 1978) : સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સના અનુયાયી તથા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના નિષ્ણાત બ્રિટિશ અર્થશાસ્ત્રી. ઉચ્ચશિક્ષણ ન્યૂ કૉલેજ, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડમાં લીધું. 1922–52ના સળંગ ત્રણ દાયકા દરમિયાન ઑક્સફર્ડ ખાતેની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં અર્થશાસ્ત્રનું અધ્યયન કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન 1940–42ના ગાળામાં લૉર્ડ ચૉરવેલના સહાયક તરીકે…

વધુ વાંચો >

હોટેલિંગ હેરોલ્ડ

હોટેલિંગ, હેરોલ્ડ (જ. 29 સપ્ટેમ્બર 1895, ફુલ્ડા, મિનેસોટા; અ. 26 ડિસેમ્બર 1973) : કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ગાણિતિક મૉડલ્સનો ઉપયોગ કરી નવી દિશા દાખવનાર અર્થશાસ્ત્રી. તેમનો શાળાકીય અભ્યાસ વતનમાં પૂર્ણ કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં જોડાયા અને 1919માં બી.એ. તથા 1921માં એમ.એ.ની પદવી ગણિતશાસ્ત્રના વિષય સાથે પ્રાપ્ત કરી. વૉશિંગ્ટન…

વધુ વાંચો >

હૉટ્રે આર. જી. (સર)

હૉટ્રે, આર. જી. (સર) (જ. 1879; અ. 1975) : ઇંગ્લૅન્ડના વિખ્યાત નાણાશાસ્ત્રી. આખું નામ રાલ્ફ જૉર્જ હૉટ્રે. નાણું એ તેમનું સૌથી માનીતું ક્ષેત્ર હતું. તેમની મોટા ભાગની વ્યાવસાયિક કારકિર્દી શાસકીય સેવાઓમાં વીતી હતી. દેશના નાણાખાતામાં 1904–1945 દરમિયાન સતત ચાર દાયકા તેમણે કાર્ય કર્યું હતું. સાથોસાથ ઇંગ્લૅન્ડની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અતિથિ વ્યાખ્યાતા…

વધુ વાંચો >