અર્થશાસ્ત્ર

અંદાજપત્ર (budget)

અંદાજપત્ર (budget) (ભારત સરકારનું) : ભારત સરકારનો આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતો દસ્તાવેજ. આવું અંદાજપત્ર મોટી પેઢીઓ, મોટાં બિનસરકારી સંગઠનો, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ તૈયાર કરે છે. આ બધાં સંગઠનો આગામી નાણાકીય વર્ષની તેમની પ્રવૃત્તિઓના આયોજન માટે તેમજ તેમના વિત્તીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા…

વધુ વાંચો >

આગનો વીમો

આગનો વીમો : આગ લાગવાથી, વીજળી પડવાથી અથવા અગાઉથી માન્ય કરવામાં આવેલ તત્સમ કારણોથી મિલકતોની થતી સંભવિત નુકસાની સામે રક્ષણ તથા નુકસાન ભરપાઈની વ્યવસ્થા. વાસ્તવમાં માનવજાતિ માટે અનેક રીતે ઉપયોગી થઈ પડેલ અગ્નિ જ્યારે કાબૂ બહાર જાય છે અને તેનાથી નુકસાન નોતરે છે ત્યારે તેનાં સંભવિત પરિણામોની ક્ષતિપૂર્તિ થઈ શકે…

વધુ વાંચો >

આડત

આડત : માલની ખરીદી તથા વેચાણ કરવા ઇચ્છતી વ્યક્તિઓ વચ્ચે સંપર્ક કરાવી આપનાર વ્યક્તિ(આડતિયા)ને આ પ્રકારની સેવા માટે મળતો નાણાકીય બદલો. આડતિયાનો આડતપ્રાપ્તિનો અધિકાર વેપારી સાથેના લેખિત કરાર અથવા ધંધાની ગર્ભિત રૂઢિ પર આધારિત હોય છે. ખરીદવેચાણના સોદામાંથી આડતિયો અંગત નફો કરી શકતો નથી અને જો તે એમ કરે તો…

વધુ વાંચો >

આડતિયો

આડતિયો : વિવિધ વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે વ્યક્તિ દ્વારા થતી અન્ય વ્યક્તિની નિયુક્તિ. તેને એજન્ટ, અભિકર્તા, પ્રતિનિધિ, મુખત્યાર, મધ્યસ્થી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિનું પ્રતિનિધિત્વ ધરાવવાનું હોય અગર જે વ્યક્તિ વતી કાર્ય કરવાનું હોય તેને મૂળ ધણી, માલધણી, માલિક વગેરે નામથી ઓળખવામાં આવે છે.…

વધુ વાંચો >

આદાન-પ્રદાન-વિશ્લેષણ

આદાન–પ્રદાન–વિશ્લેષણ (input-output analysis) : આંતર-ઔદ્યોગિક સંબંધોનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. આદાન-પ્રદાન ગુણોત્તર દ્વારા આવા સંબંધોનું વિશ્લેષણ કરી શકાય. આ પ્રકારના પૃથક્કરણને આંતર-ઉદ્યોગ સંબંધો, અંત:સ્રાવ-બહિ:સ્રાવ પૃથક્કરણ, સાધન-ઉત્પાદન કે સાધનનિરપેક્ષ વિશ્લેષણ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી વૅસીલી લેયૉન્ટયેફે અમેરિકાના અર્થતંત્ર માટે 1919, 1929 અને 1939નાં વર્ષોના…

વધુ વાંચો >

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની…

વધુ વાંચો >

આબકારી જકાત

આબકારી જકાત : માલના ઉત્પાદન, આયાત કે નિકાસ પર લેવાતો કર. ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે ચોથી શતાબ્દીમાં, મૌર્ય સામ્રાજ્યના સમયમાં, ભારતમાં ઉત્પાદિત માલ પર શુલ્કનું ભારણ હતું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મીઠા પર શુલ્ક નાખવામાં આવેલું. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચના પ્રતાપે, આઝાદી બાદ મીઠા પરનો વેરો બંધ થયો. તે અંગેના અગાઉના…

વધુ વાંચો >

આયાત

આયાત : દેશના વપરાશ માટે પરદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ મંગાવવી તે. આંતરિક વપરાશને પહોંચી વળવા માટે જ્યારે કોઈ દેશ વિદેશમાં બનેલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે ત્યારે ખરીદનાર દેશમાં દાખલ થતી આવી વસ્તુઓ કે સેવાઓમાં તે દેશની આયાત બને છે. આયાત અને નિકાસ આ બે આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં અનિવાર્ય પાસાં…

વધુ વાંચો >

આયાત અવેજીકરણ

આયાત અવેજીકરણ : જુઓ આયાતનીતિ, ભારતની

વધુ વાંચો >

આયાતનીતિ ભારતની

આયાતનીતિ, ભારતની : પરદેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓની દેશની વપરાશ માટે આયાત કરવા અંગેની ભારત સરકારની નીતિ. આઝાદી પછી અને ખાસ કરીને આયોજનની શરૂઆતથી ભારતની આયાતો પર વિવિધ સ્વરૂપે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતનીતિ તરીકે રજૂ થતાં એ બધાં નિયંત્રણોની પાછળના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા : (1) આયાતો સાપેક્ષ રીતે ઘટાડવી,…

વધુ વાંચો >