૯.૨૪

દ્રાવ્યતાથી દ્વીપચાપ

દ્રાવ્યતા

દ્રાવ્યતા : પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ બને ત્યારે દ્રાવકના નિયત જથ્થામાં પદાર્થની ઓગળવાની ક્ષમતા. સામાન્ય રીતે તે એક પદાર્થની બીજામાં એકસરખી રીતે સંમિલિત થઈ જવાની ક્ષમતા અથવા ગુણનું માપ છે. તે કિગ્રા. પ્રતિ ઘન મીટર, ગ્રામ પ્રતિ લિટર, મોલ પ્રતિ કિગ્રા. અથવા મોલ અંશ(mole fraction)માં દર્શાવવામાં આવે છે. આ પ્રાચલ વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

દ્રાવ્યતા ગુણાકાર

દ્રાવ્યતા ગુણાકાર : અલ્પદ્રાવ્ય ઘન પદાર્થ અને દ્રાવણમાંના તેનાં અનુવર્તી આયનો વચ્ચેના સમતોલનને દર્શાવવામાં ઉપયોગી એવો સરળીકૃત સમતોલન-અચળાંક. મોટા ભાગના અલ્પદ્રાવ્ય ક્ષારો જલીય દ્રાવણમાં વિશેષત: (essentially) સંપૂર્ણપણે વિયોજિત થયેલા હોય છે. એક પદાર્થ AxBy(s) દ્રાવણમાંનાં તેનાં આયનો A+ અને B– સાથે નીચે પ્રમાણે સમતોલનમાં હોય, AxBy(s) ↔ xA+(aq) + yB–(aq)…

વધુ વાંચો >

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પસૂત્ર.

વધુ વાંચો >

દ્રોણ

દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…

વધુ વાંચો >

દ્રોમોસ

દ્રોમોસ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ભૂગર્ભમાં આવેલ થોલોઝ કે મકબરામાં જવાનો પ્રવેશમાર્ગ. આવા પ્રવેશમાર્ગની લંબાઈ ઘણી વાર 50 મીટરથી વધુ તથા પહોળાઈ 6 મીટર જેટલી રહેતી. ઉપરથી ખુલ્લા તથા બંને તરફ સુર્દઢ દીવાલોવાળા આ દ્રોમોસના છેડે મકબરાનું પ્રવેશદ્વાર રહેતું. આવું ઉલ્લેખનીય દ્રોમોસ માઇસેનીના ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસમાં છે. હેમંત વાળા

વધુ વાંચો >

દ્રૌપદી

દ્રૌપદી : મહાભારતનું મુખ્ય સ્ત્રી-પાત્ર. દ્રૌપદી એટલે પાંચાલરાજા દ્રુપદની સાધ્વી પુત્રી, જેનું પ્રાકટ્ય, શચીના અંશથી યજ્ઞકુંડમાંથી થયું હતું. એનું સૌન્દર્ય અનુપમ હતું અને કાંતિ ગૌર હોવા છતાં વર્ણ થોડો શ્યામ હોવાને કારણે, પિતાએ તેને મજાકમાં ‘કૃષ્ણા’ કહી, તેથી તેને ‘કૃષ્ણા’ નામ પણ મળ્યું. એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા,…

વધુ વાંચો >

દ્વાદશાર નયચક્ર

દ્વાદશાર નયચક્ર (ઈ. સ.ની ચોથી શતાબ્દી) : વિશિષ્ટ પ્રકારનો અતિ મહત્વનો પ્રાચીન સંસ્કૃત દર્શનસંગ્રહ. સંભવત: વલભીપુરના વતની મહાતાર્કિક ‘વાદિપ્રભાવક’ મલ્લવાદી ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનામ અન્વર્થક છે. જેમ રથના ચક્રમાં બાર આરા હોય છે તેમ આમાં પણ અરાત્મક બાર પ્રકરણો છે. એક એક અરમાં વિધિ આદિ બાર નયોના…

વધુ વાંચો >

દ્વારકા

દ્વારકા : જુઓ, દેવભૂમિ દ્વારકા.

વધુ વાંચો >

દ્વારકાધીશનું મંદિર

દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…

વધુ વાંચો >

દ્વારરક્ષક

દ્વારરક્ષક : મંદિર તથા ચૈત્યની બહાર મુખ્ય પ્રવેશની બંને તરફ હાથમાં દંડ સાથેનાં પુરુષોનાં પૂતળાં. તે દ્વારપાળ પણ કહેવાય છે. ઈ. સ. 180માં કાન્હેરીના હીનયાન સંપ્રદાયના ચૈત્યની બહાર છે તે દ્વારરક્ષકના સૌથી પ્રાચીન નમૂના ગણાય છે. રામેશ્વર ગુફા (ઇલોરા)ની બહારના દ્વારરક્ષક વધુ મોટા પ્રમાણમાપવાળા છે જ્યારે હોયશાળા સ્થાપત્યમાં દ્વારરક્ષક વધુ…

વધુ વાંચો >

દ્વિધ્રુવ

Mar 24, 1997

દ્વિધ્રુવ (dipole) : એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા બે સરખા પણ  વિરુદ્ધ પ્રકારના વીજભારો અથવા ચુંબકીય ધ્રુવો ધરાવતી પ્રણાલી. દા.ત., હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટૉન અને કક્ષાકીય (orbital) ઇલક્ટ્રૉન, અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ અણુમાંના હાઇડ્રોજન અને ક્લોરિન પરમાણુઓ. [30 MHz થી ઓછી આવૃત્તિ માટે વપરાતાં એરિયલ કે ઍન્ટેના ખંડ (antenna element) માટે પણ ‘દ્વિધ્રુવ’…

વધુ વાંચો >

દ્વિ-ધ્રુવ ચાકમાત્રા

Mar 24, 1997

દ્વિ-ધ્રુવ ચાકમાત્રા (dipole moment) : બે સમાન અને વિજાતીય વિદ્યુતભારોમાંથી કોઈ એકના વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર. બે સમાન વિદ્યુતભાર +q અને  –q એકબીજાથી અંતરે સ્થાનાંતરિત થયેલા હોય ત્યારે આવા વિદ્યુત દ્વિ-ધ્રુવીની સાથે સંકળાયેલ કાયમી વિદ્યુત દ્વિ-ધ્રુવ ચાકમાત્રા મળે છે. વ્યાપક સ્વરૂપમાં, વિવિક્ત (discrete) વિદ્યુતભારો Xi, Yi, Zi બિંદુઓએ…

વધુ વાંચો >

દ્વિપક્ષી વ્યાપારી કરાર

Mar 24, 1997

દ્વિપક્ષી વ્યાપારી કરાર : બે દેશો વચ્ચે વ્યાપાર અંગે કરવામાં આવતા વિશિષ્ટ કરારો. આર્થિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસની સાથોસાથ કેટલીક બાબતોને કરારો દ્વારા નિયંત્રિત કરવાનો પ્રશ્ન બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં વધુ ધ્યાન ખેંચે તેવો બન્યો હતો. આવા કરારોનો મુખ્ય ઉદ્દેશ બે દેશો વચ્ચેના વ્યાપારમાં એકબીજાને વિશિષ્ટ સવલતો આપવાનો હોય…

વધુ વાંચો >

દ્વિપદી નામકરણપદ્ધતિ

Mar 24, 1997

દ્વિપદી નામકરણપદ્ધતિ : સજીવ સૃષ્ટિમાં રહેલા વિવિધ પ્રકારના સજીવોની ઓળખ માટે બે પદ ધરાવતા નામવાળી વૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રથમ શબ્દ સજીવની પ્રજાતિ (genus) અને બીજો શબ્દ જાતિ (species) દર્શાવે છે. આમ પ્રજાતિ અને જાતિના બે શબ્દોના જોડાણથી બનતા વૈજ્ઞાનિક નામને દ્વિપદી કે દ્વિનામી (binomial) નામ કહે છે અને આ…

વધુ વાંચો >

દ્વિપદી પ્રમેય

Mar 24, 1997

દ્વિપદી પ્રમેય (binomial theorem) : આઇઝેક ન્યૂટને ઈ. સ. 1665માં રજૂ કરેલો બે પદના વિસ્તરણનો સિદ્ધાંત. n ∈ N માટે(a + b)nનું વિસ્તરણ સૂત્ર (a + b)n = nC0an + nC1 an–1b + nC2an–2b2 + ………. + nCran–rbr + …… + nCn bn …………………….(i) છે. આ સૂત્રમાં a અને b એમ…

વધુ વાંચો >

દ્વિબંધ

Mar 24, 1997

દ્વિબંધ (double bond) : બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રૉન યુગ્મો દ્વારા બનતા સહસંયોજક બંધ દર્શાવતી રાસાયણિક રચના. એક ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા એક બંધ અથવા સિગ્મા (σ) બંધ બને છે તથા બીજા ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા બીજો એક બંધ અથવા પાઇ (π) બંધ બને છે. દ્વિબંધ બે લીટીઓ દ્વારા દર્શાવવામાં આવે છે. દા. ત.,…

વધુ વાંચો >

દ્વિભાજન

Mar 24, 1997

દ્વિભાજન (વનસ્પતિ) : એકકોષી સજીવોમાં જોવા મળતી વાનસ્પતિક (vegetative) પ્રજનનની એક પદ્ધતિ. આ પદ્ધતિમાં એકકોષી સજીવ અસૂત્રીભાજન (amitosis) કે સમસૂત્રીભાજન (mitosis) દ્વારા અનુપ્રસ્થ (transverse) કે લંબ (longitudinal) કોષવિભાજન પામે છે. બૅક્ટેરિયા, લીલ અને ફૂગ અનુકૂળ સંજોગોમાં આ પ્રકારનું પ્રજનન કરી વંશવૃદ્ધિ કરે છે. બૅક્ટેરિયામાં દ્વિભાજન : પાણી અને પોષકદ્રવ્યોનો પૂરતો…

વધુ વાંચો >

દ્વિભાજી મણિકંટક

Mar 24, 1997

દ્વિભાજી મણિકંટક : જુઓ, તાનિકાપેટુ

વધુ વાંચો >

દ્વિમુખી અર્થતંત્ર

Mar 24, 1997

દ્વિમુખી અર્થતંત્ર (dual economy) : અર્થતંત્રમાં આધુનિક અને પરંપરાગત ક્ષેત્રોનું સહઅસ્તિત્વ. વિશ્વના વિકાસશીલ દેશોમાં દ્વિમુખી  અર્થતંત્ર જોવા મળે છે. તેમાંનું એક પરંપરાગત ક્ષેત્ર ભારતમાં ખેતી, ગ્રામોદ્યોગો, ગૃહઉદ્યોગો, પરિવહનસેવા વગેરેમાં જોવા મળે છે જ્યારે બીજું આધુનિક ક્ષેત્ર મોટા પાયાના અને મધ્યમ પાયાના ઉદ્યોગો, તેમની સાથે સંકળાયેલા નાના પાયાના ઉદ્યોગો, આધુનિક પરિવહનસેવા,…

વધુ વાંચો >

દ્વિમુખી શાસનપદ્ધતિ

Mar 24, 1997

દ્વિમુખી શાસનપદ્ધતિ (1765 – 1772) : બે શાસકો દ્વારા દીવાની (મહેસૂલી) તથા નિઝામત (વહીવટી) સત્તા અલગ અલગ ભોગવવાની શાસનપદ્ધતિ. બંગાળના ગવર્નર તરીકે રૉબર્ટ ક્લાઇવ મે, 1765માં ભારત પાછો ફર્યો અને બકસરની લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઑગસ્ટ, 1765માં મુઘલ શહેનશાહ શાહઆલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા…

વધુ વાંચો >