૯.૦૮
દત્ત રમેશચંદ્રથી દરિયાઈ નિવસનતંત્ર
દયાબાઈ (18મી સદી)
દયાબાઈ (18મી સદી) : સંત કવયિત્રી. દિલ્હીના સંત ચરણદાસની શિષ્યા અને સંત સહજોબાઈની ગુરુભગિની. જન્મ મેવાત(રાજસ્થાન)ના ડેહરા ગામમાં થયો હતો અને ગુરુ સાથે દિલ્હી જઈ ત્યાં સંતજીવન વ્યતીત કરવા લાગ્યાં. ‘દયાબોધ’ (રચના 1761) અને ‘વિનયમાલિકા’ એમની મુખ્ય હિંદી રચનાઓ છે. આ રચનાઓમાં ‘દયા’, ‘દયાકુંવર’ તો ક્યાંક ‘દયાદાસ’ નામ-છાપ પણ મળે…
વધુ વાંચો >દયારામ
દયારામ (જ. 16 ઑગસ્ટ 1777, ચાણોદ; અ. 28 ફેબ્રુઆરી 1853, ડભોઈ) : મધ્યકાલીન ગુજરાતના ભક્ત-કવિ. જ્ઞાતિએ સાઠોદરા નાગર, પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોર. નાની વયમાં જ માતાનું અવસાન થવાથી વતન ચાણોદમાં કાકાની પુત્રી પાસે અને પછી મોસાળ ડભોઈમાં માસી પાસે ઉછેર થયો. જ્ઞાતિધર્મની રીતે ઇષ્ટદેવ હાટકેશ્વર, પણ પિતાના સમયથી…
વધુ વાંચો >દરજી
દરજી : જુઓ, પરંપરાગત વ્યવસાયો.
વધુ વાંચો >દરજી, ઝીણાભાઈ રણછોડજી
દરજી, ઝીણાભાઈ રણછોડજી (જ. 24 મે 1919, વ્યારા, જિ. સૂરત; અ. 31 ઑગસ્ટ 2004) : દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. શરૂઆતથી જ એમનું જીવન ખડતલ અને સાદું રહ્યું હતું. તેઓ પોતાના વિચારો મક્કમતાથી વ્યક્ત કરતા અને એમને અમલમાં મૂકવા પ્રયત્નો કરતા. એમણે ખાદીપ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર,…
વધુ વાંચો >દરજીડો અથવા દરજી
દરજીડો અથવા દરજી : ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી…
વધુ વાંચો >દરજ્જો
દરજ્જો : દરજ્જો અને ભૂમિકાની વિભાવના રાલ્ફ લિંટને (1893–1953) પોતાના અભ્યાસ ‘ધ સ્ટડી ઑવ્ મૅન’(1936)માં આપી છે. દરજ્જો સમાજમાં વ્યક્તિના સ્થાન કે હોદ્દાનો નિર્દેશ કરે છે. દરજ્જાનાં મૂળ સામાજિક ધોરણોમાં છે કારણ કે ધોરણો વ્યક્તિને હકો અને ફરજો આપે છે; દા. ત., શિક્ષક અને વિદ્યાર્થીનો દરજ્જો. દરજ્જા અર્પિત અને પ્રાપ્ત…
વધુ વાંચો >દર, પંડિત ભીષ્મનારાયણ
દર, પંડિત ભીષ્મનારાયણ (1864–1916) : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં બારાબંકી ખાતે જન્મ. પિતા પંડિત કિશનનારાયણ સરકારી નોકરીમાં મુનસફનું પદ ધરાવતા હતા. શરૂઆતનું શિક્ષણ પરંપરાગત પદ્ધતિથી ઉર્દૂ અને ફારસી સાથે લખનૌ ખાતે થયું. ત્યાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાના અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાંથી બૅરિસ્ટરની…
વધુ વાંચો >દરબાર ચૉક (નેપાળ)
દરબાર ચૉક (નેપાળ) : નેપાળનાં શહેરોમાં ખાસ કરીને રાજમહેલની બહાર આવેલા રસ્તા સાથે જોડાયેલો વિસ્તાર. આ વિસ્તારમાં પૅગોડાને મળતાં આવતાં મંદિરો તથા બીજાં મંદિરો તથા સ્તંભની ખાસ રચના જોવા મળે છે. લોકોને રાજમહેલની બહાર એકઠા થવા માટે આ વિશાળ જગ્યાનો ઉપયોગ થતો. નેપાળમાં કાઠમંડુ, પાટણ અને ભક્તાપુર (ભાતગાંવ) નજીક નજીક…
વધુ વાંચો >દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ
દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ : જૂનાગઢનું જાણીતું મ્યુઝિયમ. જૂનાગઢના નવાબ મહંમદખાન બીજાના સમયમાં એટલે કે ઓગણીસમી સદીમાં જૂનાગઢમાં એક ઘણી ભવ્ય ઇમારત બંધાઈ હતી. તેમાંના વચલા હૉલને 1947માં સૌરાષ્ટ્ર સરકારના સમયમાં ‘દરબાર હૉલ મ્યુઝિયમ’ તરીકે ફેરવી નાખવામાં આવ્યો. નવાબ મહંમદખાન બીજાએ આ હૉલને ચાંદીનું રાજસિંહાસન, કલાત્મક ખુરશી, કીમતી તથા રંગબેરંગી…
વધુ વાંચો >દરભંગા (જિલ્લો)
દરભંગા (જિલ્લો) : બિહારના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 00´ ઉ. અ. અને 86 00’ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે મધુબની જિલ્લો, દક્ષિણે સમસ્તીપુર જિલ્લો, પૂર્વે સહરસા જિલ્લો જ્યારે પશ્ચિમે સીતામરહી અને મુઝફર જિલ્લા આવેલા છે. આ જિલ્લો મધ્યગંગાના…
વધુ વાંચો >દત્ત, રમેશચંદ્ર
દત્ત, રમેશચંદ્ર (જ. 13 ઑગસ્ટ 1848, રામબાગાન, કૉલકાતા; અ. 30 નવેમ્બર 1909) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, સંશોધક અને બંગાળી સાહિત્યકાર. તેમનો જન્મ વિદ્યાસંપન્ન પરિવારમાં થયેલો. પિતાનું નામ ઇશાનચંદ્ર જે સરકારી નોકરીમાં હતા. આરંભનું શિક્ષણ કૉલકાતાની અને આસપાસના જિલ્લાઓની બંગાળી શાળાઓમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1862માં તેમણે બી.એ.ની પ્રથમ વર્ષની પરીક્ષા…
વધુ વાંચો >દત્ત, વિજય
દત્ત, વિજય (જ. 4 ફેબ્રુઆરી 1933, બાન્દ્રા, મુંબઈ; અ. 10 જાન્યુઆરી 1996, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના તથા હિંદી ચલચિત્રોના કલાકાર. મૂળ નામ વિજય ભટ્ટ. ‘શમા’ ફિલ્મમાં ‘વિજય દત્ત’ ના નામે ભૂમિકા ભજવી ત્યારથી તે નામે પ્રસિદ્ધ. પ્રારંભિક શિક્ષણ અંધેરી પબ્લિક સ્કૂલમાં. 8મા ધોરણથી બોરડી રેસિડેન્શિયલ સ્કૂલમાં. વચ્ચે દાદરની સેન્ટ જૉસેફ…
વધુ વાંચો >દત્ત, શ્રીકંઠ
દત્ત, શ્રીકંઠ (ઈ.સ.ની બારમી સદી) : આયુર્વેદના ‘રોગનિદાન’ માટે શ્રેષ્ઠ ગણાતા ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર લખાયેલી ‘મધુકોશટીકા’ના લેખક. શ્રીકંઠ દત્તને આયુર્વેદના ઇતિહાસકારો સુસ્પષ્ટ રૂપે બંગાળ-નિવાસી માને છે. તેઓએ રચેલી ટીકાથી જ તેમના પ્રખર પાંડિત્યનો પરિચય મળે છે. શ્રીકંઠ દત્ત અને તેમના ગુરુ શ્રી વિજયરક્ષિતજી બંને આયુર્વેદ ઉપરાંત વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા અને…
વધુ વાંચો >દત્ત, સત્યેન્દ્રનાથ
દત્ત, સત્યેન્દ્રનાથ (જ. 12 ફેબ્રુઆરી 1882; અ. 25 જૂન 1922) : બંગાળી લેખક. ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ગદ્યલેખક અક્ષયકુમાર દત્તના પૌત્ર. એમને એમના દાદા તરફથી દેશપ્રેમની ભાવના મળી હતી. કૉલેજમાં ભણતા હતા ત્યારથી જ કવિતાલેખનનો આરંભ કર્યો હતો. એમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કર્યું હતું. રવીન્દ્રનાથની જેમ એમની કવિતાનો પ્રભાવ…
વધુ વાંચો >દત્ત, સુધીન્દ્રનાથ
દત્ત, સુધીન્દ્રનાથ (જ. 30 ઑક્ટોબર 1901, વારાણસી; અ. 25 જૂન 1960, કૉલકાતા) : બંગાળી લેખક. બંગાળી કવિતામાં આધુનિક યુગના પ્રવર્તક. કૉલકાતામાં જન્મ્યા હતા અને ત્યાં જ એમણે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે પશ્ચિમના સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું હતું. એમણે 1931માં ‘પરિચય’ નામની માસિક પત્રિકા શરૂ કરી, જેનો હેતુ સમકાલીન સાહિત્યિક…
વધુ વાંચો >દત્ત, હીરેન્દ્રનાથ
દત્ત, હીરેન્દ્રનાથ (જ. 1 માર્ચ 1947, તીતાબાર, જિ. જોરહાટ, આસામ) : અસમિયા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘માનુહ અનુકૂલે’ (2000) માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાં અંગ્રેજીમાં બી.એ. (ઑનર્સ) અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ બંગાળી તથા અંગ્રેજી ભાષાની…
વધુ વાંચો >દત્તાત્રેય
દત્તાત્રેય : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાયેલા અવધૂત યોગી. તેઓ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. ભગવાન બ્રહ્માના પૌત્ર હતા. મહાભારત મુજબ તેમના પુત્રનું નામ નિમિ ઋષિ હતું. તેમની બહેન અમલા બ્રહ્મનિષ્ઠ ઋષિકા હતી. દુર્વાસા, સોમ અને અર્યમા તેમના ભાઈઓ હતા. તેમના શિષ્યોમાં અલર્ક, પ્રહ્લાદ, યદુ અને સહસ્રાર્જુન…
વધુ વાંચો >દત્તાત્રેયી યોગપદ્ધતિ
દત્તાત્રેયી યોગપદ્ધતિ : મહામુનિ દત્તાત્રેયે પ્રબોધેલી યોગ-પરંપરા. પ્રાચીન ભારતમાં યોગની અનેક પરંપરાઓ પ્રચારમાં હતી. આમાં મુનિ દત્તાત્રેયની યોગપરંપરા એમાં અનેક પૂર્વકાલીન પદ્ધતિઓનો સમન્વય થયેલો હોઈ, અલગ તરી આવે છે. આ યોગપદ્ધતિનું વિશદ પણ સારગ્રાહી નિરૂપણ યોગશાસ્ત્ર નામના આ પરંપરાને સર્વાંગે વ્યક્ત કરતા સંસ્કૃત ગ્રંથમાં થયું છે. એમાં સંસ્કૃતિ નામના મુનિની…
વધુ વાંચો >દત્તાની, મહેશ
દત્તાની, મહેશ (જ. 7 ઑગસ્ટ 1958, બૅંગાલુરુ) : ભારતીય અંગ્રેજી નાટ્યકાર. દિગ્દર્શક અને અભિનેતા. એમણે શિક્ષણ બૅંગાલુરુમાં. વિજ્ઞાપન વિષયમાં સ્નાતકોત્તર પ્રમાણપત્ર (diploma). થોડોક સમય પારિવારિક વ્યવસાયમાં રહ્યા; પરંતુ નાટ્યપ્રવૃત્તિમાં સવિશેષ રસને લીધે તે પ્રવૃત્તિને પૂર્ણ સમયનો વ્યવસાય બનાવ્યો. બૅંગાલુરુમાં પર્ફૉર્મિંગ આર્ટ્સ ગ્રૂપ ‘પ્લે પેન’ની સ્થાપના કરી અને તેના સંસ્થાપક-નિર્દેશક બન્યા.…
વધુ વાંચો >દત્તામિત્રી
દત્તામિત્રી : પ્રાચીન ભારતનું એક શહેર. તેનું બીજું નામ સૈવીર હતું. મહાભારતમાં દિમિત્રનો ‘દત્તમિત્ર’ તરીકે ઉલ્લેખ છે. અર્જુને સૌવીર રાજાને હરાવ્યો હતો, જે કદાચ સૌરાષ્ટ્ર-કચ્છનો રાજા હશે. બાક્ષિક(બેક્ટ્રિયા)ના યવન રાજા દિમિત્રે (દિમિત્રિયસે) ભારત પર ભારે આક્રમણ કરીને ગંગાપ્રદેશ, ગંધાર, મથુરા, પંચાલ, સાકેત, પુષ્પપુર, મધ્યમિકા વગેરે જીતી લીધેલાં. દિમિત્રના પિતા સેતુ…
વધુ વાંચો >