૯.૦૭
દ આનુંઝીઓ ગ્રેબિયલથી દત્ત માઇકલ મધુસૂદન
દ આનુંઝીઓ, ગ્રેબિયલ
દ આનુંઝીઓ, ગ્રેબિયલ (જ. 12 માર્ચ 1863, પ્રેસકૉરા, ઇટાલી; અ. 1 માર્ચ 1938, ઇટાલી) : ઇટાલિયન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. મુસોલીનીનો સાથ હોવા છતાં બંને વચ્ચે મેળ ઓછો. બંનેની પ્રકૃતિ વિચિત્ર અને ધૂની. ઇટાલીમાં અને તે જ રીતે યુરોપમાં ફાસીવાદના તેઓ પુરસ્કર્તા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં સાહિત્યપ્રવૃત્તિ અને જીવસટોસટનાં સાહસોમાં…
વધુ વાંચો >દ, એલેમબર્તનો સિદ્ધાંત
દ, એલેમબર્તનો સિદ્ધાંત : સ્થાયી સંતુલનમાં રહેલા સ્થિર પદાર્થ પર લાગતાં બળો માટે 1742માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ એલેમબર્તે આપેલો સિદ્ધાંત. ગતિ કરતા મુક્ત પદાર્થ ઉપર લાગતા બળ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એલેમબર્તનો સિદ્ધાંત વાસ્તવમાં તો પદાર્થની ગતિશીલ (dynamic) અવસ્થાની સમસ્યાનું, સ્થૈતિક (static) અવસ્થામાં રૂપાંતર કરે છે. ન્યૂટનનો ગતિનો…
વધુ વાંચો >દ´કાર્ત, રેને
દ´કાર્ત, રેને (જ. 31 માર્ચ 1596, લા-હાયે, જિલ્લો તુરીન, ફ્રાન્સ; અ. 1 ફેબ્રુઆરી 1650, સ્ટૉકહોમ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ફિલસૂફ. બાળપણથી જ અસાધારણ બુદ્ધિશાળી દ´કાર્તને લા-ફ્લોચેમાં નવી શરૂ થયેલી રૉયલ કૉલેજમાં મૂકવામાં આવ્યા. દશ વર્ષ સુધી ત્યાં તેમણે શિક્ષણ મેળવ્યું. ગણિતશાસ્ત્ર તરફ તેમને ખાસ અભિરુચિ હતી. 1616માં તેમણે પ્વૅટિયે…
વધુ વાંચો >દકીકી
દકીકી (જ. 10મી સદી; અ. 977) : ઈરાનના સામાની વંશનો છેલ્લો કવિ. આખું નામ અબુ મનસૂર મુહમ્મદ બિન એહમદ દકીકી તૂસી. સામાની વંશના બીજા કવિઓમાં રૂદકી પછી તે આવે. કેટલાકે તેનું વતન બલ્ખુ બુખારા કે સમરકંદ જણાવ્યું છે. બીજા મત મુજબ તે તૂસમાં જન્મ્યો હતો અને બલ્ખનો નિવાસી હતો. દકીકીને…
વધુ વાંચો >દક્ષમિત્રા
દક્ષમિત્રા : શક ક્ષત્રપ નહપાનની પુત્રી. અનુ-મૌર્ય કાલમાં પશ્ચિમ ભારતમાં શક કુલના ક્ષત્રપ રાજાઓનું શાસન પ્રવર્તેલું. એ રાજકુલના રાજા નહપાનના સમયના કેટલાક અભિલેખ મહારાષ્ટ્રમાંનાં નાસિક, કાર્લા અને જુન્નારની ગુફાઓમાં કોતરેલા છે. નાસિકની ગુફા નં. 10ના વરંડામાં કોતરેલા ગુફાલેખમાં જણાવ્યા મુજબ રાજા ક્ષહરાત ક્ષત્રપ નહપાનની પુત્રી દક્ષમિત્રાએ ત્યાં ગુહા-ગૃહનું ધર્મદાન કર્યું…
વધુ વાંચો >દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…
વધુ વાંચો >દક્ષિણ એશિયા
દક્ષિણ એશિયા દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું જૂથ. એક સમાન વંશવારસો ધરાવતા દેશોની સહિયારી સંસ્કૃતિ અને લોકાચારથી આ વિસ્તાર એકસૂત્રે બંધાયેલો છે. દક્ષિણ એશિયાનો વિસ્તાર પૂર્વમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), દક્ષિણે હિંદી મહાસાગર, પશ્ચિમે અફઘાનિસ્તાન તથા ઉત્તરે ચીન(તિબેટ)ની વચ્ચે આવેલો છે. તેમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ
દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ : બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´…
વધુ વાંચો >દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ
દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ : અગ્નિ એશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિ એશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની ર્દષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે…
વધુ વાંચો >દક્ષિણ ઑસ્ટ્રેલિયા
દક્ષિણ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડનાં રાજ્યોમાં ચોથા ક્રમનું રાજ્ય. તે ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રકુટુંબમાંનું એક સાર્વભૌમ રાજ્ય છે. તે ઑસ્ટ્રેલિયાના કુલ ભૌગોલિક વિસ્તારના આઠમા ભાગના વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો કુલ વિસ્તાર 1,043,514 ચોકિમી. અને તેની કુલ વસ્તી આશરે 17,35,500 (2022) છે, જેમાંથી લગભગ 70 ટકા વસ્તી ઍડેલેડ મહાનગર વિસ્તારમાં વસે છે. તે…
વધુ વાંચો >દક્ષિણ કન્નડ
દક્ષિણ કન્નડ : કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી…
વધુ વાંચો >દક્ષિણ કોસલ
દક્ષિણ કોસલ : દક્ષિણ ભારતમાં આવેલું કોસલ (કોશલ) જનપદ. હાલના ઉત્તરપ્રદેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અવધમાં કોસલ (કોશલ) નામે જનપદ આવ્યું હતું. અયોધ્યા, સાકેત અને શ્રાવસ્તી નગરી એ જનપદમાં આવી હતી. એનાથી ભિન્ન કોસલ નામે એક બીજું જનપદ દક્ષિણ ભારતમાં આવ્યું હતું, એ દક્ષિણ કોસલ તરીકે ઓળખાતું. મહાભારતના સભાપર્વમાં સહદેવે દક્ષિણમાં…
વધુ વાંચો >દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી : જુઓ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
વધુ વાંચો >દક્ષિણ – દક્ષિણ સહકાર
દક્ષિણ – દક્ષિણ સહકાર : વિશ્વમાં દક્ષિણના વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહકાર સાધવા માટે થયેલા પ્રયાસો. બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય રાજકીય સ્વાતંત્ર્યનો અને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સહકારનો છે. દુનિયાના ઉત્તરના કહેવાતા વિકસિત ઔદ્યોગિક દેશોએ તેની પહેલ કરી છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જ તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વબૅંક જેવી…
વધુ વાંચો >દક્ષિણ દિનાજપુર
દક્ષિણ દિનાજપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના 23 જિલ્લાઓમાંનો એક જિલ્લો. 1 એપ્રિલ, 1992ના વર્ષમાં બિહાર રાજ્યના કેટલાક વિસ્તાર સાથે નવા બે જિલ્લા બનાવાયા જે ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર. અગાઉ તે પશ્ચિમ દિનાજપુર તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 10´ ઉ. અ. થી 26 35´ ઉ. અ. અને…
વધુ વાંચો >દક્ષિણ ધ્રુવ
દક્ષિણ ધ્રુવ : પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ…
વધુ વાંચો >દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન
દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન (South-West Africa People´s Organization – SWAPO) : દક્ષિણ આફ્રિકાની રંગભેદનીતિથી પ્રેરિત સરકારના તેના રાજકીય આધિપત્યમાંથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાને (હાલના નામિબિયા) આઝાદી મળે તે માટે લડત આપનાર પક્ષ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા (નામિબિયા) જર્મનરક્ષિત વિસ્તાર હતો. 1920માં લીગ ઑવ્ નૅશન્સ પાસેથી દક્ષિણ આફ્રિકાએ મૅન્ડેટ પ્રદેશ તરીકે તેનો વહીવટ…
વધુ વાંચો >દક્ષિણ સુદાન
દક્ષિણ સુદાન : આફ્રિકા ખંડનો ભૂમિબંદિસ્ત દેશ. ભૌગોલિક સ્થાન : 3થી 13 ઉ. અ. તથા 24થી 36 પૂ. રે. વચ્ચેનો 6,44,329 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તરમાં સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા, લોકશાહી પ્રજાસત્તાક કૉંગો અને પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશ આવેલા છે. આ રીતે તેને કુલ છ…
વધુ વાંચો >દક્ષિણા (1947)
દક્ષિણા (1947) : આધ્યાત્મિક ચિંતનનું ગુજરાતી ત્રૈમાસિક. શ્રી અરવિંદને સમર્પિત થયા પછી શ્રી અરવિંદ અને માતાજીની વિચારધારાનો ગુજરાતીભાષી જનતાને પરિચય થાય અને તેમનું જીવન ઊર્ધ્વગામી બને તે હેતુથી શ્રી અરવિંદના 76મા જન્મદિને 1947ની 15મી ઑગસ્ટે (ભારત પણ એ જ દિવસે સ્વતંત્ર થયું) પૉંડિચેરી(પુદુચેરી)માં આવેલા પોતાના નિવાસસ્થાનેથી કવિ-સાધક સુંદરમે (ત્રિભુવનદાસ લુહારે)…
વધુ વાંચો >દક્ષિણા
દક્ષિણા : હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં આપવામાં આવતું દ્રવ્ય. ´દક્ષિણા´ શબ્દ છેક વેદમાં વપરાયેલો છે. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે ઋગ્વેદ 2/6/6માં પ્રયોજાયેલા દક્ષિણા શબ્દની વ્યુત્પત્તિ સારી રીતે વધારવાના અર્થમાં રહેલા દક્ષ્ ધાતુમાંથી આપી છે. (1) યજ્ઞમાં જે કંઈ ન્યૂનતા હોય તેને દૂર કરી તેને (ફળ તરફ) વધારે…
વધુ વાંચો >