૮.૦૪
જ્યૉર્જિયોથી ઝવેરી બહેનો
જ્યૉર્જિયો
જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…
વધુ વાંચો >જ્વર (આયુર્વિજ્ઞાન)
જ્વર (આયુર્વિજ્ઞાન) : તાવ આવવો તે શરીરના રોજના સામાન્ય તાપમાનમાં થતા ફેરફારોથી તાપમાનના પ્રમાણમાં વધારો થવો તે. દર્દીઓની સૌથી વધુ તકલીફોમાંની તે એક છે. મોટા ભાગના દર્દીઓમાં તે કોઈ ચેપ(infection)ને કારણે હોય છે અને તેમાં પણ વિષાણુજન્ય (viral) ચેપ સૌથી મોખરે હોય છે અને તેથી ઘણા કિસ્સાઓમાં તે જાતે શમી…
વધુ વાંચો >જ્વર (આયુર્વેદ)
જ્વર : (આયુર્વેદ) (તાવ) શરીરનું તાપમાન (temperature) વધવા સાથે શરીરમાં બેચેની, અંગતૂટ, ગ્લાનિ, પરસેવો ન થવો, આખું અંગ જકડાઈ જવું, કોઈ વાતમાં મન ન લાગવું અને શરીરનાં અંગો પોતાનાં નિયત કાર્યો ક્ષમતાપૂર્વક ન કરી શકે, આવાં લક્ષણો દેખાય તેવી શરીરની સ્થિતિ. શરીરનું તાપમાન 37° સે.થી વધારે હોય ત્યારે તાવ આવ્યો…
વધુ વાંચો >જ્વર, અજ્ઞાતમૂલ
જ્વર, અજ્ઞાતમૂલ : જુઓ, જ્વર (આયુર્વિજ્ઞાન).
વધુ વાંચો >જ્વર-ઉગ્ર રુમેટિક
જ્વર-ઉગ્ર રુમેટિક (acute rheumatic fever) : સ્ટ્રેપ્ટોકોકસ પાયોજીન્સ નામના જીવાણુની ચોક્કસ જાતના ચેપ દ્વારા ઉત્તેજિત થયેલી પોતાની જ પેશીની સામેની ઍલર્જીથી થતો રોગ, પોતાના કોષો સામેની ઍલર્જીને પ્રતિ-સ્વઍલર્જી (autoallergy) કહે છે. બીટા હીમોલાયટિક સ્ટ્રેપ્ટોકોકાઈ નામના જીવાણુથી જ્યારે ચેપ લાગે ત્યારે તેની સામે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. આ પ્રતિદ્રવ્યો વ્યક્તિની પોતાની…
વધુ વાંચો >જ્વરઘ્ની વટી
જ્વરઘ્ની વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શૈલેય, લીંડીપીપર, હીમજ, અક્કલકરો, સરસિયા તેલમાં શુદ્ધ કરેલ ગંધક અને ઇંદ્રવારુણીનાં ફળને ખરલમાં એકત્ર કરી ઇંદ્રવારુણીના રસમાં ઘૂંટીને અડદના દાણાના માપની ગોળીઓ બનાવાય છે. તાવમાં 1થી 2 ગોળી ગળોના રસ અથવા ક્વાથ સાથે લેવાથી લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા
વધુ વાંચો >જ્વર, ડેન્ગ્યૂ
જ્વર, ડેન્ગ્યૂ (Dengue fever) : ટોગા વિષાણુ(ડેન્ગ્યૂ-પ્રકાર1-4)થી થતો તાવ અને લોહી વહેવાનો વિકાર. તેના વિષાણુનો મુખ્ય આશ્રયદાતા માણસ છે. તે એડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ખાસ કરીને તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં તેનાથી થતું મૃત્યુનું પ્રમાણ 0 %થી 10 % છે. ગરમીની ઋતુમાં મચ્છરનો…
વધુ વાંચો >જ્વરમુરારિરસ
જ્વરમુરારિરસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ હિંગળોક, લવિંગ, મરી, ધતૂરાનાં શુદ્ધ બીજ તથા નસોતરના ચૂર્ણને દંતીમૂળના ક્વાથની 7 ભાવના આપી, એક એક રતીના માપની ગોળીઓ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના તાવ, શરીરની અક્કડતા, ગોળો, અમ્લપિત્ત, ખાંસી, ઉધરસ, ગૃધ્રસી, શોથ, જીર્ણજ્વર તથા ચામડીના રોગોમાં…
વધુ વાંચો >જ્વાલામંદકો
જ્વાલામંદકો (flame retarders) : દહનશીલ પદાર્થોના જ્વલનનો દર ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો. કાગળ, ફાઇબરબોર્ડ, કાપડ, લાકડું વગેરે પદાર્થો દહનશીલ છે પણ તેમના ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાથી આગમાં તે લાંબા સમય સુધી ટકી શકે છે. આવી પ્રક્રિયા દ્વારા આગ પ્રસરતી રોકાય છે અને આગ લગાડનાર સંજોગો (igniting…
વધુ વાંચો >જ્વાળામુખી
જ્વાળામુખી : પૃથ્વીના પોપડાની આરપાર ઊંડાઈથી સપાટી સુધી ખુલ્લા થયેલા નાળ આકારના કે ફાટ આકારના ભાગમાંથી મૅગ્મા કે મૅગ્માજન્ય વાયુઓ કે બંને બહાર આવવાની પ્રક્રિયા. મૅગ્મા બહાર નીકળવાની ક્રિયા એટલે લાવા-પ્રસ્ફુટન અથવા વાયુ-પ્રસ્ફુટન. પ્રસ્ફુટન આમ બે પ્રકારે થઈ શકે. નળી દ્વારા થાય તે શંકુ-પ્રસ્ફુટન, તેનાથી જ્વાળામુખી પર્વતરચના થાય; ફાટ દ્વારા…
વધુ વાંચો >ઝવેરી બહેનો
ઝવેરી બહેનો : મણિપુરી નર્તનક્ષેત્રની કલાકાર બહેનો. ઝવેરી બહેનોમાં સૌથી નાનાં તે દર્શના (જ. 1939). બીજી 3 બહેનોનાં નામ નયના (1927–1986), રંજના (1930–) તથા સુવર્ણા (1935). ચારેય બહેનો નાની વયમાં મણિપુરી નૃત્યશૈલીની સુકુમારતા, મૃદુતા તથા ભક્તિસભરતાથી પ્રભાવિત થઈ તેના પ્રત્યે આકર્ષાઈ. એવામાં સર્જક પ્રતિભાવાળા ગુરુ બિપિનસિંહને ગુરુ રૂપે મેળવવા તેઓ…
વધુ વાંચો >