૭.૩૦
જેન્શિયનથી જૈન, નૈનમલ
જેન્શિયન (જેન્શિયન મૂળ)
જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ…
વધુ વાંચો >જેન્શિયાનેસી
જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે. પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો…
વધુ વાંચો >જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ
જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ (જ. 25 જૂન 1907, હૅમ્બર્ગ, જર્મની; અ. 11 ફેબ્રુઆરી 1973, હાઇડલબર્ગ) : પરમાણ્વીય ન્યુક્લિયસના બંધારણની લાક્ષણિકતાઓ અંગે વિશદ સમજૂતી માટે વિજ્ઞાનીઓ મારિયા જ્યૉપર્ટ—મેયર અને યુજીન. પી. વિગ્નર સાથે 1963નાં ભૌતિકશાસ્ત્રનાં સંયુક્ત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. જેન્સને યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગમાં અભ્યાસ કરી તે જ યુનિવર્સિટીની…
વધુ વાંચો >જેફર્સન ટૉમસ
જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…
વધુ વાંચો >જેફર્સ, રૉબિનસન
જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ
જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ (જ. 11 નવેમ્બર 1938, ખાલપર, જિ. અમરેલી) : સાહિત્યકાર અને કટારલેખક. પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્રની પરીક્ષા પાસ કરી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે 1961માં નિમણૂક મેળવી તથા બઢતી મેળવીને તાલુકા શાળામાં આચાર્યપદે કામગીરી બજાવી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તેમણે લખવાની શરૂઆત બાળવાર્તાઓથી કરી. પછી ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, સંતકથા,…
વધુ વાંચો >જેમા (જીમા) કલિકા
જેમા (જીમા) કલિકા (કુડ્મલી પ્યાલો – Gemma cup) : દ્વિઅંગી (bryophyta) વનસ્પતિઓમાં રંગે લીલી, બહુકોષી, આધારસ્થળના સંસર્ગમાં આવતા માતૃછોડથી છૂટી પડી અંકુરણ પામતી કલિકા. તે વાનસ્પતિક (vegetative) પ્રજનનનો પ્રકાર છે. માર્કેન્શિયામાં સૂકાય(thallus)ની પૃષ્ઠ બાજુએ પ્યાલા જેવા અવયવમાં ઘણી બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. તે પ્યાલાને કુડ્મલી પ્યાલો કે જીમા પ્રકલિકા…
વધુ વાંચો >જેમિની (ઉપગ્રહશ્રેણી)
જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર…
વધુ વાંચો >જેમ્સ, પ્રિન્સેપ
જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં…
વધુ વાંચો >જેમ્સ બૉન્ડ
જેમ્સ બૉન્ડ : વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વિશ્વભરમાં સિનેમાના રૂપેરી પડદા પર વિખ્યાત બનેલું કાલ્પનિક પાત્ર. સતત ઘાતકી પ્રવૃત્તિઓથી ધમધમતા દુશ્મનના અત્યંત શસ્ત્રસજ્જ આમાં શસ્ત્ર વગર ઘૂસી જઈ, તેનો નાશ કરીને સુંદરીઓ સાથે મોજ માણતો સોહામણો જાસૂસ જેમ્સ બૉન્ડ બ્રિટિશ પત્રકાર બૅંકર ઇયાન લકેસ્ટર ફ્લેમિંગ(1906–1964)ની નવલકથાશ્રેણીનું મુખ્ય કાલ્પનિક…
વધુ વાંચો >જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી
જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી (જ. 1835 લિવરપૂલ; અ. 1882, લંડન) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. પ્રાકૃતિક વિજ્ઞાનમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1853–59 દરમિયાન ઑસ્ટ્રેલિયન ટંકશાળમાં સિક્કા પરીક્ષક (assayer) તરીકે સેવા આપી. 1863માં લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા. 1866માં મૅન્ચેસ્ટર યુનિવર્સિટીની ઓવેન્સ કૉલેજમાં કૉબડેન પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી તરીકે નિમાયા. 1876માં યુનિવર્સિટી…
વધુ વાંચો >જેસલ-તોરલ
જેસલ-તોરલ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. 1948માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા–સંવાદ–ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી…
વધુ વાંચો >જેસલમેર
જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 55’ ઉ. અ. અને 70° 54’ પૂ. રે.. આજુબાજુનો 38,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે…
વધુ વાંચો >જેસુઇટ સંઘ
જેસુઇટ સંઘ : લોયોલાના સંત ઇગ્નાસ દ્વારા સ્થાપિત, ખ્રિસ્તી ધર્મના કૅથલિક યા સનાતની સંપ્રદાયમાં નવચેતન રેડવામાં મોટો ફાળો આપનાર ‘ઈસુ સંઘ’ નામના પાદરીઓનો સંઘ. 1540માં સ્થપાયેલ આ સંઘના સાધુઓ દુનિયાભરમાં શિક્ષણ, ધર્મ અને માનવસેવાનાં કાર્યો કરે છે. ખ્રિસ્તી ધર્મના સ્વીકૃત સંન્યાસી- જીવનરીતિની આ સંઘ કાયાપલટ કરે છે. ઈશ્વરના મહત્તર મહિમાર્થે…
વધુ વાંચો >જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય
જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આવેલું અભયારણ્ય. ભૌગોલિક સ્થાન : તે 24 2´ ઉ. અ. અને 72 3´ પૂ. રે. પર આવેલું છે. થાર રણની દક્ષિણે અરવલ્લી હારમાળામાં આ જેસોરની ડુંગરાળ હારમાળા આવેલી છે. આ અભયારણ્યનો વિસ્તાર આશરે 180.66 ચો.કિમી. છે. જે સિપુ અને બનાસનદી વચ્ચે…
વધુ વાંચો >જૈત્રસિંહ
જૈત્રસિંહ : ગુજરાતના ઇતિહાસમાં ચાર જૈત્રસિંહો જાણવામાં આવ્યા છે. આમાંનો એક ચૌલુક્યયુગના અંતભાગના સુપ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલનો પુત્ર હતો. વીસલદેવ વાઘેલાના અમાત્યપદે વસ્તુપાલનો ભાઈ તેજપાલ હતો. ચાર વર્ષ બાદ તેજપાલનું અવસાન થતાં નાગડ નામનો નાગર બ્રાહ્મણ અમાત્યપદે આવ્યો હતો. ત્યારે અન્ય સામંતો અને અધિકારીઓ સલખણસિંહ, મહાપ્રધાન રાણક, શ્રીવર્દન, વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ,…
વધુ વાંચો >જૈન, અજિતપ્રસાદ
જૈન, અજિતપ્રસાદ (જ. ઑક્ટોબર 1902, મેરઠ; અ. 31 ડિસેમ્બર, 1977) : ઉત્તર પ્રદેશના અગ્રણી કાર્યકર. મધ્ય વર્ગના કુટુંબમાં જન્મ. લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1924) અને એલએલ.બી. (1926) થયા પછી વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1937માં ઉત્તરપ્રદેશની વિધાનસભામાં…
વધુ વાંચો >જૈન આગમટીકાસાહિત્ય
જૈન આગમટીકાસાહિત્ય : જૈનોના ખાસ કરી શ્વેતાંબરોના આગમગ્રંથોને કેન્દ્રમાં રાખી તેમની ભાષા અને સિદ્ધાંતો સમજાવવા સારુ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં ગદ્ય કે પદ્ય રૂપે વિસ્તાર પામેલું ટીકારૂપ ગૌણ સાહિત્ય. ‘ટીકા’ને માટે ‘વ્યાખ્યા’ શબ્દ પણ પ્રયોજાય છે. દિગંબરોને માન્ય કેટલાક ગ્રંથો ઉપર પણ પ્રાકૃત/સંસ્કૃતમાં વ્યાખ્યાઓ (નિર્યુક્તિ/ટીકા વગેરે) રચાઈ છે; પરંતુ તેઓનો…
વધુ વાંચો >જૈન આગમસાહિત્ય
જૈન આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ ‘વેદ’ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ ‘પિટક’ કહેવાય છે તેમ જ જૈનશાસ્ત્રો ‘શ્રુત’, ‘સૂત્ર’ કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે ‘આગમ’ના પર્યાયવાચી શબ્દો છે. આપ્તનું વચન તે આગમ. જૈનર્દષ્ટિએ…
વધુ વાંચો >જૈન કર્મસાહિત્ય
જૈન કર્મસાહિત્ય : કર્મવાદને લગતું વિપુલ જૈન સાહિત્ય. ભારતીય તત્વજ્ઞાનની ત્રણે મુખ્ય ધારા — વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરા — ના સાહિત્યમાં કર્મવાદનો વિચાર કરાયો છે. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી વિચાર એટલો ઓછો છે કે તેમાં કર્મવિષયક કોઈ વિશેષ ગ્રંથ નજરે પડતો નથી. તેનાથી ઊલટું, જૈન સાહિત્યમાં કર્મ…
વધુ વાંચો >