૭.૨૯

જુલિયન દિનાંકથી જેન્ટામાઇસિન

જુલિયન દિનાંક

જુલિયન દિનાંક (Julian day number, JD) : ઈ. પૂ. 4713ના 1 જાન્યુઆરીની બપોરે 12 UTથી પ્રચલિત થયેલ સૌર દિનની અસ્ખલિત શ્રેણીમાં ઇષ્ટ સમયને દર્શાવતો દિનાંક. ગ્રેગરિયન તિથિપત્રની શરૂઆત થઈ તે વર્ષે, 1582માં જૉસેફ જે. સ્કૅલિજરે આ દિનાંકપદ્ધતિ સૂચવી હતી. રોમન પ્રમુખસત્તાધીશ જુલિયસ સીઝરના માનમાં રોમન સેનેટે જુલિયન તિથિપત્રને એ નામ…

વધુ વાંચો >

જુલિયસ સીઝર

જુલિયસ સીઝર : રોમન સામ્રાજ્યના સમ્રાટ સીઝર વિશેનાં ચલચિત્રો. વિશ્વવિખ્યાત આંગ્લ નાટ્યકાર શેક્સપિયરે લખેલા નાટકના આધારે 2 વિખ્યાત ફિલ્મો સર્જાઈ છે. અમેરિકાની ચિત્રસંસ્થા મેટ્રો ગોલ્ડવિન મેયરે 1953માં સર્જેલા શ્વેતશ્યામ ચિત્રપટમાં કુશળ અભિનેતા માર્લોન બ્રાન્ડોએ સીઝરની ભૂમિકા કરી હતી. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ સંગીત માટે ઑસ્કાર પુરસ્કાર…

વધુ વાંચો >

જુલે રીમે કપ

જુલે રીમે કપ : દુનિયાની સૌથી લોકપ્રિય લેખાતી રમત ફૂટબૉલ માટેનો વિશ્વકપ. શરૂઆત 1930માં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વકપ યોજવાનું તેમજ જીતવાનું શ્રેય ઉરુગ્વેને જાય છે. આ વિશ્વકપ શરૂ કરવાનો મુખ્ય યશ ફ્રાન્સના 2 ફૂટબૉલપ્રેમી જુલે રીમે તથા હેન્રી ડિલોનેના ફાળે જાય છે. જુલે રીમે 30…

વધુ વાંચો >

જુવાર

જુવાર : એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench (સં. યાવનાલ, હિં. જવાર, મ. જવારી, અં. ગ્રેટ મિલેટ) છે. રંગસૂત્રો : 2 એન 20. જુવારના છોડને ‘પોએસી’ કુળના અન્ય છોડની જેમ તંતુમૂળ હોય છે. છોડ જમીનથી એકલ દાંડીમાં…

વધુ વાંચો >

જુવાર સંશોધન કેન્દ્ર

જુવાર સંશોધન કેન્દ્ર : જુવાર અંગેના સંશોધન માટેનું મુખ્ય કેન્દ્ર. રાજ્યનું મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સૂરત ખાતે આવેલું છે. આ કેન્દ્ર ખાતે સંવર્ધનથી વહેલી પાકતી, કીટકો અને રોગો સામે પ્રતિકારકતા ધરાવતી, સૂકા અને અર્ધસૂકા વિસ્તારને માફક આવતી તથા વધુ ઉત્પાદન આપતી દાણા અને દાણા-ચારાની જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરાય છે.…

વધુ વાંચો >

જુવાળ-ઊર્જા (tidal energy)

જુવાળ-ઊર્જા (tidal energy) : દરિયાઈ મોજાં દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા. સમુદ્રકિનારે અવિરત અફળાતા તરંગો તથા ભરતી-ઓટમાં પ્રચંડ શક્તિ રહેલી છે. મહાસાગરમાં ઊછળતાં મોજાંમાં સમાયેલી આ પ્રચંડ ઊર્જાને નાથવાનું કામ કઠિન છે. ભરતીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આર્થિક ર્દષ્ટિએ પરવડે તેવું સ્થળ મળવું મુશ્કેલ છે. વિદ્યુત-ઉત્પાદન માટે ભરતીનો ઉપયોગ કરવો હોય…

વધુ વાંચો >

જુવે, લુઈ

જુવે, લુઈ  (જ. 24 ડિસેમ્બર 1887 ક્રોઝોન, ફ્રાંસ; અ. 16 ઓગસ્ટ 1951, પેરિસ, ફ્રાંસ) :  ફ્રાંસિસી નટ અને દિગ્દર્શક; નાટ્યકાર ગિરોદો(Giraudoux)ના સહકાર્યકર-દિગ્દર્શક તરીકે કીર્તિપ્રાપ્ત. 1913માં દિગ્દર્શક કોપો(Copeau)ની નટમંડળીમાં જોડાયા; 1922માં થિયેટર શૅપ્સ ઍલિસીસમાં પોતાની મંડળી સ્થાપી. એમાં જુલે રોમાંનાં નાટકો ‘મશ્યું ટ્રૉબેડસ’ અને ‘નૉક’ ખૂબ સફળ થયાં; વિશેષે ‘નૉક’ નાટક…

વધુ વાંચો >

જુહૂ બ્રહ્મજાયા

જુહૂ બ્રહ્મજાયા : ઋગ્વેદની એક ઋષિકા. તેણે દસમા મંડળના 107મા સૂક્તનું દર્શન કર્યું છે. સૂક્તના નિર્દેશ અનુસાર તે બૃહસ્પતિની પત્ની હતી. આ સૂક્તના આરંભમાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભમાં સર્જનહારે ઉગ્ર તપ કરી ઋતનું દર્શન કર્યું અને તદનુસાર સર્વપ્રથમ જલનું સર્જન કર્યું. સૂક્તમાં એક અનુશ્રુતિનો પણ નિર્દેશ છે કે ‘‘સહુથી…

વધુ વાંચો >

જૂ (louse)

જૂ (louse) : નાના અપૂર્ણ કાયાંતરણ દ્વારા પુખ્ત અવસ્થા પામનાર પોચા શરીરવાળા કીટકોનો એક સમૂહ. જૂ ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલી હોય છે : (1) સોકૉપ્ટેરા, (2) પીંછશ્લેષક (mallophaga) અને (3) સાઇફનક્યુલાટા. (1) સોકૉપ્ટેરા (પુસ્તકની જૂ, book louse) : આ કીટકનો સમાવેશ લિપોસ્કિલિડી કુળમાં થાય છે. તેની કેટલીક જાતિઓ પુખ્ત અવસ્થામાં પાંખ…

વધુ વાંચો >

જૂઈ (ચમેલી)

જૂઈ (ચમેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય…

વધુ વાંચો >

જેજ્જટ

Jan 29, 1996

જેજ્જટ (આશરે ઈ. સ.ની છઠ્ઠી સદી) : આયુર્વેદના મુખ્ય ગ્રંથ ચરકસંહિતાના એક ખ્યાતનામ ટીકાકાર અને મહર્ષિ વાગ્ભટ્ટ(આયુર્વેદના મુખ્ય ગ્રંથ ‘અષ્ટાંગહૃદય’ના લેખક)ના શિષ્ય. તેમના સહાધ્યાયી ઇન્દુ હતા, જેમણે ‘અષ્ટાંગસંગ્રહ’ પર ‘શશિલેખા’ નામની ટીકા લખી હતી. જેજ્જટનો સમય ઈ.સ.ની છઠ્ઠી સદીમાં અથવા પાંચમી સદીના અંતમાં હોય તેમ ઇતિહાસકારો માને છે. જેજ્જટે ચરકસંહિતા…

વધુ વાંચો >

જૅઝ સંગીત

Jan 29, 1996

જૅઝ સંગીત : આફ્રિકન-અમેરિકને શોધેલી મહત્વની અને અત્યંત સુવિકસિત સંગીતશૈલી. તેનો વિકાસ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં દક્ષિણ અમેરિકામાં થયો. સાર્વત્રિક રીતે એમ સ્વીકારાયું છે કે અમેરિકાએ કલાજગતને આપેલું આ એક અનન્ય પ્રદાન છે. તેના ઉદભવ સાથે ગીતસંગીતના અનેક રીતિબદ્ધ વિકાસક્રમ સંકળાયેલા છે; પ્રચલિત રીતે તે બધા ન્યૂ ઑર્લિયન્સ/ડિક્સિલૅન્ડ, ક્લાસિક બ્લૂ,…

વધુ વાંચો >

જેટ પ્રવાહ (jet stream)

Jan 29, 1996

જેટ પ્રવાહ (jet stream) : પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળ(troposphere)ની ઉપરના અને સમતાપમંડળ(stratosphere)ની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારા. આ પવનધારા ધ્રુવપ્રદેશના અધોગામી, ઊંચાઈવાળા, શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણકટિબંધના ઊર્ધ્વગામી, નિમ્નદાબવાળા, તપ્તવાયુનાં સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટા ઉપર વાય છે. તેમને તલપ્રદેશનું ભૂપૃષ્ઠ નડતું નહિ હોવાથી…

વધુ વાંચો >

જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા

Jan 29, 1996

જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ 1936માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી 1930થી 1949 સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ…

વધુ વાંચો >

જેટલી અરુણ

Jan 29, 1996

જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, )  : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…

વધુ વાંચો >

જેટ્રોફા

Jan 29, 1996

જેટ્રોફા : દ્વિદળી વર્ગના કુળ યુફોર્બિયેસી વનસ્પતિની પ્રજાતિ. તેના સહસભ્યોમાં પુત્રંજીવા, એકેલિફા, ક્રોટન વગેરેનો સમાવેશ થાય છે. જેટ્રોફાની જુદી જુદી જાતોમાં સારી એવી વિવિધતા જોવા મળે છે. આ પૈકી થોડી જાતો આ પ્રમાણે છે : જે. પેન્ડુરેફોલિયા : દોઢેક મીટર ઊંચા થતા આના છોડ ઉપર લગભગ બારે માસ ગુલાબી-લાલ રંગનાં…

વધુ વાંચો >

જેઠમલાની રામ

Jan 29, 1996

જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ;  અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…

વધુ વાંચો >

જેઠવાણી, હરિકાન્ત

Jan 29, 1996

જેઠવાણી, હરિકાન્ત [જ. 1935, જેકોબાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1994] : જાણીતા સિંધી કવિ, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સોચ જૂં સૂરતૂં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. સિંધનાં જુદાં જુદાં નગરોમાં શાળાકીય અભ્યાસ. ભારતના ભાગલા બાદ ભારતમાં સ્થળાંતર અને અજમેર ખાતે સ્થાયી થયા. પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.…

વધુ વાંચો >

જેઠવા વંશ

Jan 29, 1996

જેઠવા વંશ : સૌરાષ્ટ્રનો સૌથી જૂનો રાજવંશ. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા એ પ્રદેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. ડૉ. વિલ્સન એમને જાટ તરીકે ઓળખાવે છે, જ્યારે ડૉ. જૅક્સન એમને હૂણ લોકોની…

વધુ વાંચો >

જેઠવો, ભાણ

Jan 29, 1996

જેઠવો, ભાણ (શાસનકાળ 1360) : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલીનો જેઠવા વંશનો રાજવી. ઘૂમલીના જેઠવા રાજવંશના 1120–1150માં હયાત રાણા સંઘજીની પહેલાં જેનો સમય જાણવામાં નથી તેવા બે, 140મો ભાણજી 1લો તથા 145મો ભાણજી 2જો અને 151મો ભાણજી 3જો (1172–1179 રાજ્યકાલ) જાણવામાં આવ્યા છે. ઇતિહાસમાં ‘ભાણ જેઠવા’ તરીકે જાણીતો 159મો રાજવી ભાણજી 4થો…

વધુ વાંચો >