જુલિયસ સીઝર : રોમન સામ્રાજ્યના સમ્રાટ સીઝર વિશેનાં ચલચિત્રો. વિશ્વવિખ્યાત આંગ્લ નાટ્યકાર શેક્સપિયરે લખેલા નાટકના આધારે 2 વિખ્યાત ફિલ્મો સર્જાઈ છે. અમેરિકાની ચિત્રસંસ્થા મેટ્રો ગોલ્ડવિન મેયરે 1953માં સર્જેલા શ્વેતશ્યામ ચિત્રપટમાં કુશળ અભિનેતા માર્લોન બ્રાન્ડોએ સીઝરની ભૂમિકા કરી હતી. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ સંગીત માટે ઑસ્કાર પુરસ્કાર મળ્યા હતા.

1969માં બ્રિટનમાં સર્જાયેલું બીજું ચિત્ર રંગીન હતું. આ ચિત્રમાં ચાર્લ્ટન ઓસ્ટેન, રિચાર્ડ જૉન્સન તથા જૅક્સન રૉબર્ટ જેવા તે વેળાના ધુરંધર અદાકારોએ ભૂમિકા કરી હતી. સંગીત માઇકલ લુઈએ આપ્યું હતું. આ ચિત્ર સંગીત માટે ઑસ્કાર નામનિયુક્તિ પામ્યું હતું.

શશિકાન્ત નાણાવટી