૭.૧૪
ચેરેન્કવ વિકિરણથી ચૌબે, ચંદનજી
ચેરેન્કવ વિકિરણ
ચેરેન્કવ વિકિરણ : અત્યંત ઝડપી વિદ્યુતભારિત કણ, કોઈ પારદર્શક, અવાહક કે ઘન માધ્યમમાંથી, તે માધ્યમમાંની પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપે પસાર થાય ત્યારે ઉદભવતો પ્રકાશ. ન્યૂક્લિયર રિઍક્ટર જળમાં, સક્રિય બળતણ ઘટકો નજીક જોવા મળતી વાદળી દીપ્તિ (glow) આ પ્રકારના વિકિરણનું ઉદાહરણ છે. ચેરેન્કવ વિકિરણનું ઉત્સર્જન, ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે…
વધુ વાંચો >ચેર્નોબિલ દુર્ઘટના
ચેર્નોબિલ દુર્ઘટના : જુઓ ન્યૂક્લિયર રિઍક્ટર
વધુ વાંચો >ચેર્સ (The Chairs, Les Chaises)
ચેર્સ (The Chairs, Les Chaises) : 1951, પ્રખ્યાત ફ્રાન્સિસી નાટ્યકાર યુજીન આયોનેસ્કોનું લાંબું નાટક. 1952માં સિલ્વેન ધોખે નામના દિગ્દર્શકે થિયેટર લેન્ક્રાઇમાં પ્રથમ રજૂ કર્યું ત્યારે દરરોજ માત્ર પાંચ-છ ટિકિટો વેચાતી; ચાર વર્ષ પછી જેન મેન્ક્લેર દ્વારા એના દિગ્દર્શન પછી આ નાટકને ભારે સફળતા મળી. યુરોપીય ઉદભટ (absurd) નાટ્યપ્રવાહનું આ ખૂબ…
વધુ વાંચો >ચેર્સ્કોગો પર્વતમાળા
ચેર્સ્કોગો પર્વતમાળા : સોવિયેટ રશિયાના પૂર્વ તરફના યાકુત તથા મેગાદાન વહીવટી વિભાગમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 108° 52’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલી પર્વતમાળા. તે પશ્ચિમે વર્ખોયાન્સ્ક પર્વતમાળા સાથે જોડાયેલી છે. આ હારમાળા, વાયવ્યથી અગ્નિ દિશામાં આશરે 1000 કિમી. લાંબી છે. આમ છતાં, ઘસારાનાં પરિબળોને લીધે તે અનેક જગ્યાએ…
વધુ વાંચો >ચૅલ્ડિયન સમ્રાટો
ચૅલ્ડિયન સમ્રાટો : સેમિટિક જાતિના શાસકો. તેઓ શરૂઆતમાં ઈરાની અખાત પાસે વસતા, પરંતુ તે પછી ત્યાંથી ખસીને યુફ્રેટીસ તથા ટાઇગ્રિસ નદીઓ વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ(જે પહેલાં મેસોપોટેમિયા તરીકે અને અત્યારે ઇરાક તરીકે ઓળખાય છે)માં દક્ષિણ બૅબિલોનમાં વસ્યા. અહીં તેમના નેબોપોલેસાર નામના સેનાપતિએ સ્વતંત્ર ચૅલ્ડિયન રાજ્યની સ્થાપના કરી. તેણે મીડિયાના લોકોનો સાથ…
વધુ વાંચો >ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન
ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન [જ. 29 સપ્ટેમ્બર 1912, બાટલાગુંડૂ, જિ. ડિંડિગુલ (તે વખતનો જિ. મદુરૈ), તામિલનાડુ; અ. 18 ડિસેમ્બર 1998, ચેન્નાઇ, તામિલનાડુ] : તમિળ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, કવિ અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મદુરા કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત…
વધુ વાંચો >ચેલ્યાબિન્સ્ક
ચેલ્યાબિન્સ્ક : સોવિયેટ રશિયાનું એક મોટું ઔદ્યોગિક નગર, જે તે જ નામનું વહીવટી મથક છે. આશરે 87,900 ચોકિમી.ના ક્ષેત્રફળને આવરતો ચેલ્યાબિન્સ્ક વહીવટી વિભાગ, યુરલ પર્વતના પૂર્વ પડખેથી શરૂ થઈ છેક પૂર્વમાં પ. સાઇબીરિયાના મેદાન સુધી વિસ્તરેલો છે. તેના ઊંચા પર્વતીય ભાગો દેવદાર, ફર, સ્પ્રૂસ અને બર્ચનાં શંકુદ્રુમ જંગલોથી ઢંકાયેલા છે.…
વધુ વાંચો >ચેવિયટ ટેકરીઓ
ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન…
વધુ વાંચો >ચેસ
ચેસ : જુઓ શેતરંજ
વધુ વાંચો >ચેસવિક ઉપસાગર
ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી…
વધુ વાંચો >ચૉવિન, ઈવ (Chauvin, Yves)
ચૉવિન, ઈવ (Chauvin, Yves) (જ. 10 ઑક્ટોબર 1930, ફ્રાંસ; અ. 28 જાન્યુઆરી 2015, ફ્રાંસ) : ફ્રેંચ રસાયણવિદ અને 2005ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ચૉવિને તેમની કારકિર્દીનો મોટા ભાગનો સમય ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ ઇન રૂઈલ-માલ્માઇસન (Rueil-Malmaison) ખાતે રસાયણશાસ્ત્રમાં સંશોધન કરવામાં ગાળ્યો હતો. 1970માં તેમણે એક મહત્વની શોધ કરી. કાર્બનિક…
વધુ વાંચો >ચોવીસ પરગણાં
ચોવીસ પરગણાં : પશ્ચિમ બંગાળના ઓગણીસ જિલ્લાઓ છે તે પૈકી ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાં એમ બે જિલ્લાઓ છે. મુઘલકાળ દરમિયાન 24 પરગણાંનો એક જ વિભાગ હતો. ભૌગોલિક સ્થાન : તે 22° 15’ ઉ. અ. અને 88° 30’ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વ દિશાએ બાંગ્લાદેશ, પશ્ચિમ દિશાએ હાવરા…
વધુ વાંચો >ચોળ
ચોળ : ચોળ રાજ્ય. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કૃષ્ણા નદીની દક્ષિણે આવેલા તામિલ (દ્રવિડ) દેશમાં પેન્નાર અને વેલ્લારુ નદીઓની વચ્ચે સમુદ્રતટ પર આવેલું ચોલરાષ્ટ્ર કે ચોલમંડલમ્. ચોળ રાજાઓની રાજ્યની સીમાઓ બદલાતી રહી હતી. આ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની ઉરગપુર (= ઉરૈપૂર, ત્રિચિનોપલ્લીની પાસે) હતી; પછી ક્રમશ: કાવેરીપટ્ટનમ્ (કાવેરી નદીકિનારાનું પ્રસિદ્ધ…
વધુ વાંચો >ચોળમંડલમ્
ચોળમંડલમ્ : દક્ષિણ ભારતનું અનન્ય કલાકાર ગ્રામ. કેવળ કલાકારો માટેની વસાહતની આ યોજના કે. સી. એસ. પનિકર (1911–1977) જેવા ચિત્રકાર તથા અન્ય દક્ષિણ ભારતીય કલાકારોએ સેવેલી કલ્પનાનું મૂર્ત સ્વરૂપ છે. મોટે ભાગે બને છે તેમ, દક્ષિણ ભારતીય કલાકારોને કલાનું શિક્ષણ કે તેની તાલીમ પૂરી કર્યા બાદ વ્યવસાયની વિષમતા કે આર્થિક…
વધુ વાંચો >ચોળા
ચોળા : દ્વિદલા વર્ગની પૅપિલિઓનાસી કુળની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Vigna unguiculata (Linn) Walp અને Syn. Vigna sinensis (Linn) Savi ex Hassk છે. ચોળા-ચોળીનાં અન્ય ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. निशापावा दीर्घबीजा; હિં. लोबिया, મરાઠી चवळ्या, અંગ્રેજી : કાઉપી. ચોળા કઠોળ વર્ગનો વેલાવાળો અર્ધટટ્ટાર વર્ષાયુ ક્ષુપ પાક છે, જે…
વધુ વાંચો >ચોંગકિંગ (ચુંગકિંગ)
ચોંગકિંગ (ચુંગકિંગ) : ચીનનાં મોટાં શહેરોમાંનું એક શહેર. ચીનનાં મોટા ભાગનાં શહેરો પૂર્વના દરિયાકિનારાના ભાગમાં વિકસ્યાં છે. પરંતુ ચોંગકિંગ દરિયાકિનારાથી દૂર પશ્ચિમમાં સેચવાન પ્રાન્તમાં છે. તે 29° 10’ ઉત્તર અક્ષાંશ અને 160° પૂર્વ રેખાંશ પર આવેલું છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 7° સે. અને ઑગસ્ટનું 29° સે. નોંધાય છે. વાર્ષિક વરસાદનું…
વધુ વાંચો >ચૌતીસા
ચૌતીસા : ઊડિયા ભાષાના વ્યંજનોને વર્ણક્રમાનુસાર ગોઠવીને કરેલી કાવ્યરચનાઓ. પંદરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કાવ્યનો આ પ્રકાર ખૂબ લોકપ્રિય બનેલો. આ ગાળા દરમિયાન આ પ્રકારની સેંકડો કાવ્યરચનાઓ કરવામાં આવેલી. તે ગાળાના મોટા ભાગના કવિઓએ આ કાવ્યપ્રકારમાં રચના કરેલી. દરેક લીટીની શરૂઆતમાં ‘ક’ થી ‘ક્ષ’ સુધીના વ્યંજનો વર્ણક્રમાનુસાર ગોઠવીને રચનાઓ…
વધુ વાંચો >ચૌધરી, અમરસિંહ
ચૌધરી, અમરસિંહ (જ. 31 જુલાઈ 1941, ડોલવણ, વ્યારા, જિ. સુરત; અ. 15 ઑગસ્ટ 2004, અમદાવાદ) : ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન (1985–1990) તથા આદિવાસી નેતા. તેઓ ચૌધરી જનજાતિના હતા. પિતા સામાન્ય ખેડૂત હતા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતમાં જુનિયર ઇજનેર તરીકે જોડાયા. આ વિસ્તારના આદિવાસી…
વધુ વાંચો >ચૌધરી, અમિત
ચૌધરી, અમિત (જ. 15 મે 1962, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અંગ્રેજી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘એ ન્યૂ વર્લ્ડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાંથી અંગ્રેજીમાં બી.એ. ઑનર્સ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.(અંગ્રેજી)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાનું જ્ઞાન ધરાવે…
વધુ વાંચો >ચૌધરી, અહીન્દ્ર
ચૌધરી, અહીન્દ્ર (જ. 6 ઑગસ્ટ 1897, કોલકાતા; અ. 4 નવેમ્બર 1974, કોલકાતા) : રવીન્દ્રયુગની બંગાળી રંગભૂમિના અપ્રતિમ કલાકાર. પોતાના સ્વાભાવિક અને પ્રભાવશાળી અભિનય વડે તેમણે આધુનિક યુગની બંગાળી રંગભૂમિમાં નવો પ્રાણ રેડ્યો. 1923માં સ્ટાર થિયેટર(આર્ટ થિયટર લિ.)ના નાટક ‘કર્ણાર્જુન’માં અર્જુનની ભૂમિકા ભજવી વ્યાવસાયિક નટ તરીકે પોતાની કારકિર્દી આરંભી અને 1957…
વધુ વાંચો >