૭.૦૭
ચાંદપગોથી ચિનાઈ માટી
ચાંદપગો
ચાંદપગો : કપાસમાં ફૂગથી થતો અને સૂકા સડાના નામથી પણ ઓળખાતો રોગ. આ રોગ મુખ્યત્વે 10થી 12 અઠવાડિયાંના છોડ ઉપર આક્રમણ કરે છે તેથી કેટલીક વાર ફરીથી વાવણી કરવી પડે છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે અસરગ્રસ્ત છોડ આડો પડી જતો નથી તેમજ રોગિષ્ઠ ભાગ પાણીપોચો હોતો નથી.…
વધુ વાંચો >ચાંદબીબી
ચાંદબીબી (જ. 1547, લખનૌ; અ. જુલાઈ 1600, અહમદનગર) : દક્ષિણ હિંદના અહમદનગર રાજ્યની શૂરવીર, ર્દઢ મનોબળવાળી અને શક્તિશાળી સ્ત્રીશાસક. અહમદનગર રાજ્યના શાસક હુસેન નિઝામશાહની પુત્રી અને સુલતાન મુઝફ્ફરશાહની ફોઈ. એક કાર્યક્ષમ અને પરાક્રમી સ્ત્રી તરીકે તેણે વિજાપુરના સુલતાન તેના પતિ અલી આદિલશાહને શાસન ચલાવવામાં અને યુદ્ધના સંચાલનમાં પણ મદદ કરી…
વધુ વાંચો >ચાંદ સોદાગર
ચાંદ સોદાગર : બંગાળી મંગલકાવ્યોમાં નિરૂપિત લોકકથાનું પાત્ર. લોકજીવન અને લોકધર્મ પર આધારિત અનેક દેવદેવીઓ વિશે બંગાળીમાં મંગલકાવ્યો રચાયાં છે. આ કાવ્યોમાં આવતી ચાંદ સોદાગર અને લખિન્દર-બેહુલાની કથા ત્યાંના જનજીવનમાં વણાઈ ગઈ છે. મનસાદેવી એ સર્પદેવતા છે. ‘મનસામંગલ’માં મનસાદેવીના માહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’,…
વધુ વાંચો >ચાંદી (ખનિજ)
ચાંદી (ખનિજ) : એક રાસાયણિક તત્ત્વ. ચાંદીના તત્ત્વને Ag તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી ધાતુ સ્વરૂપમાં હોય છે. તેની ઇલેક્ટ્રિક અને ઉષ્ણતા વાહકતા અન્ય ધાતુઓમાં સૌથી વધુ જોવા મળે છે.પ્રાચીન સમયમાં ચલણી સિક્કા બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હતો. ચાંદી હાલના સંજોગોમાં કિંમતી ધાતુની કક્ષામાં આવે છે. અને તેનો એક કિલોનો…
વધુ વાંચો >ચાંદી
ચાંદી : જુઓ સિલ્વર
વધુ વાંચો >ચાંદી ચલણ
ચાંદી ચલણ : જુઓ ચલણ
વધુ વાંચો >ચાંદી ધોરણ
ચાંદી ધોરણ : જુઓ ચલણ
વધુ વાંચો >ચાંદોદ
ચાંદોદ : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ. તે ડભોઈથી દક્ષિણે 21 કિમી. દૂર 21° – 59’ ઉ. અ. અને 73° – 27’ પૂ. રે. ઉપર ડભોઈ–ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. તે ચાણોદ નામથી પણ ઓળખાય છે. આ…
વધુ વાંચો >ચાંદ્ર આંદોલન (libration)
ચાંદ્ર આંદોલન (libration) : ચંદ્રની કક્ષીય ગતિઓમાં પૃથ્વી ઉપરથી દેખાતી આભાસી અને વાસ્તવિક અનિયમિતતાઓને કારણે ઉદભવતી ઘટના. ચંદ્રનો પૃથ્વીની તરફ રહેતો ભાગ હંમેશાં અવિચળ રહે છે અને એકીસમયે ચંદ્રસપાટીનો 50 % ભાગ જ જોઈ શકાય છે. તેમ છતાં ઉપર કહેલી અનિયમિતતાઓને કારણે, સમયાંતરે લીધેલાં ચંદ્ર-અવલોકનોને એકત્રિત કરતાં ચંદ્રસપાટીનો લગભગ 57…
વધુ વાંચો >ચાંદ્ર પક્ષાર્ધ
ચાંદ્ર પક્ષાર્ધ : જુઓ ક્ષેત્રકલન
વધુ વાંચો >ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ)
ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ) : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનના મેવાડમાં આવેલું સિસોદિયા ગોહિલ રાજપૂતોની આઠમીથી સોળમી સદી સુધીનું રાજધાનીના નગર તરીકે જાણીતું નાનું નગર. ભૌગોલિક સ્થાન : 24° 53’ ઉ. અ.થી 74° 38’ પૂ. રે.ની આજુબાજુનો 10,856 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એના ઐતિહાસિક કિલ્લાથી અને એ કિલ્લા ઉપર આવેલાં…
વધુ વાંચો >ચિત્તરંજન
ચિત્તરંજન : પશ્ચિમ બંગાળના બરદ્વાન જિલ્લામાં આવેલું રેલવે એન્જિનો બનાવતા જાહેર ક્ષેત્રના કારખાનાનું મથક. તે કોલકાતાની વાયવ્ય દિશામાં આશરે 230 કિમી. અંતરે વસેલું છે અને પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક નગર દુર્ગાપુરથી આશરે 40 કિમી. અંતરે છે. ભૌગોલિક સ્થાન : 23° 52’ ઉ. અ. અને 86° 52’ પૂ. રે.. તેની ઉત્તરમાં સંથાલ…
વધુ વાંચો >ચિત્તાલ, યશંવત વિઠોબા
ચિત્તાલ, યશંવત વિઠોબા (જ. 3 ઑગસ્ટ 1928, હાનેહળ્ળી, કર્ણાટક; અ. 22 માર્ચ 2014, મુંબઇ) : કન્નડ ભાષાના જાણીતા સાહિત્યકાર. કર્ણાટક રાજ્યના ગોકર્ણ તીર્થક્ષેત્રની ઉત્તરે આવેલા હાનેહળ્ળીના વતની. માતૃભાષા કોંકણી. શરૂઆતનું શિક્ષણ ધારવાડ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા અમેરિકામાં ન્યૂ જર્સીની સ્ટિવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે લીધું. વ્યવસાયે કેમિકલ એન્જિનિયર.…
વધુ વાંચો >ચિત્તૂર
ચિત્તૂર : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓ પૈકીનો દક્ષિણ તરફ આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 12 44´ ઉ. અ.થી 13 34´ ઉ. અ. અને 78 2´ પૂ. રે.ની 79 41´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. રાયલસીમા પ્રદેશમાં આવેલા 6 જિલ્લાની ઉત્તરે અન્તામાયા જિલ્લો, દક્ષિણે તામિલનાડુ રાજ્યના તિરુપાતુર, વેલ્લોર તિરુવલ્લુર જિલ્લાઓ જ્યારે…
વધુ વાંચો >ચિત્તો (Hunting leopard)
ચિત્તો (Hunting leopard) : માંસાહારી (Carnivora) શ્રેણી અને બિડાલ (Felidae) કુળનું શિકારી સસ્તન પ્રાણી. ચિત્તા અને દીપડા (Panthera pardus) વચ્ચે ખૂબ સામ્ય હોવાને કારણે ઘણા લોકો બંને વચ્ચે ભેદ કરવામાં ભૂલથાપ ખાય છે. ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે દીપડો ગાઢ જંગલ અને ક્વચિત્ ઘાસિયા જંગલમાં જોવા…
વધુ વાંચો >ચિત્રક
ચિત્રક : આયુર્વેદની વનસ્પતિ. સં. अनल; હિં. चीता, चित्रक. તેની બે જાતો થાય છે. સફેદ અં. વ્હાઇટ લૅડ વર્ટ; લૅ. સિલોન લૅડ વર્ટ, પીળાને લૅ. પ્લમ્બેગો રોઝિયા કહે છે. પીળા રાતા ચિત્રકને અં. રોઝ કલર્ડ લૅડ વર્ટ પણ કહે છે. ચિત્રક પાચક, તીખો, કડવો, ગરમ, રુચિકર, રસાયન, પિત્તસારક, કૃમિઘ્ન, રક્તપિત્તપ્રકોપક,…
વધુ વાંચો >ચિત્રકલા
ચિત્રકલા મુખ્ય ર્દશ્ય કલાપ્રકાર. તમામ ર્દશ્ય કલાની જેમ તે સ્થળલક્ષી (spatial) કલા છે. એથી સમયલક્ષી (temporal) કલાથી ઊલટું એમાં સમગ્ર કૃતિ સમયક્રમમાં નહિ પણ એકસાથે જ પ્રસ્તુત થાય છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે અને તેમાં પ્રતિનિધાનાત્મક (representational), કલ્પનાત્મક અથવા અમૂર્ત ડિઝાઇન પ્રયોજવામાં આવે છે. આ ડિઝાઇન દ્વિપરિમાણી (bidimensional) હોય છે…
વધુ વાંચો >ચિત્રકાદિ વટી-ચૂર્ણ
ચિત્રકાદિ વટી-ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. ચિત્રક, પીપરીમૂળ, યવક્ષાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ, બિડલવણ, સામુદ્ર લવણ, ઔદભિદ લવણ, સૂંઠ, મરી, પીપર, હિંગ, અજમો અને ચવકનું કપડછાન ચૂર્ણ બનાવી તેને બિજોરોના રસની અથવા દાડમના રસની એક ભાવના આપી ચાર ચાર રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે અથવા તો સૂકવીને ચૂર્ણ રૂપમાં પણ રાખી શકાય…
વધુ વાંચો >ચિત્રકાવ્યબંધોદય
ચિત્રકાવ્યબંધોદય : અઢારમી શતાબ્દીના વિખ્યાત ઊડિયા કવિ ઉપેન્દ્ર ભંજની વિશિષ્ટ પ્રકારની કાવ્યરચનાનો સંગ્રહ. તેમના કાવ્યસંગ્રહ ‘ચિત્રકાવ્ય’માં 84 સચિત્ર કાવ્યોનો સમાવેશ થાય છે. ચિત્રકાવ્ય ‘બંધકવિતા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાવ્યના રચયિતાએ પોતે દોરેલા ચિત્રના ચોકઠાની મર્યાદામાં જ કવિતાની રચના કરવાની હોય છે. કવિતાની રચના કરતાં પહેલાં કવિ ચિત્રની આછી રૂપરેખા…
વધુ વાંચો >ચિત્રકૂટ
ચિત્રકૂટ : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ. પૌરાણિક કથાનક મુજબ અહીં અત્રિ, ભરદ્વાજ આદિ પ્રાચીન ઋષિઓના આશ્રમો હતા. અહીં અત્રિ આશ્રમે સતી અનસૂયાને ઉદરે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ચંદ્ર, દત્ત અને દુર્વાસા રૂપે જન્મ્યા હતા. નિષધ દેશના નલરાજા અને પાંડવ યુધિષ્ઠિરે અહીં તપ કરી…
વધુ વાંચો >