૭.૦૫
ચંદ્રપુરથી ચાગલા, મહમદ કરીમ
ચંપો
ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…
વધુ વાંચો >ચંબલ
ચંબલ : ઉત્તર ભારતની દક્ષિણ-ઉત્તર વહેતી મોટી નદી. તે ઉત્તર ભારતમાં આવેલી યમુના નદીની ઉપશાખા છે. તે 26° 30’ ઉ. અ. અને 79° 15’ પૂ. રે. પર આવેલી છે. ચંબલ મઉની દક્ષિણેથી વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. તે મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર જિલ્લામાંથી વહે છે. ઇંદોર જિલ્લામાંથી ઉત્તર તરફ વહીને તે દક્ષિણ…
વધુ વાંચો >ચંબા (જિલ્લો)
ચંબા (જિલ્લો) : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની વાયવ્ય દિશાએ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 32 34´ ઉ. અ. અને 76 08´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની વાયવ્યે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો કિશ્તવાર અને ડોડા જિલ્લો, પશ્ચિમે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ, નૈર્ઋત્યે અને પૂર્વે લાહૂલ અને બારાભાંગલ જિલ્લો, અગ્નિએ કાંગરા…
વધુ વાંચો >ચાઇનામેન
ચાઇનામેન : ક્રિકેટમાં સ્પિન ગોલંદાજની દડા નાખવાની એક પદ્ધતિ. ક્રિકેટમાં ડાબા હાથે સ્પિન ગોલંદાજી કરનાર બે પ્રકારના ગોલંદાજ હોય છે. એક આંગળીઓથી દડાને સ્પિન કરે છે, જ્યારે બીજો ડાબા હાથના કાંડાને સ્પિન કરે છે. આવા ડાબા હાથના કાંડાને સ્પિન કરનાર ગોલંદાજનો ઑફ-બ્રેક થયેલો દડો ચાઇનામેન પદ્ધતિનો કહેવાય છે. જગદીશ શાહ
વધુ વાંચો >ચાઇલ્ડ, વી. ગૉર્ડન
ચાઇલ્ડ, વી. ગૉર્ડન (જ. 14 એપ્રિલ 1892, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 19 ઑક્ટોબર 1957, ઑસ્ટ્રેલિયા) : વિશ્વના પ્રાગૈતિહાસિક ક્ષેત્રના વિદ્વાન. સિડની અને ઑક્સફર્ડમાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1927માં તે એડિનબરો યુનિવર્સિટીમાં પ્રાગૈતિહાસિક પુરાવસ્તુવિદ્યાના પ્રથમ ઍબરક્રૉમ્બી પ્રોફેસર તરીકે નિમાયા. તેમણે સ્કૉટલૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડમાં ઉત્ખનન કર્યાં છે. તે પૈકી સ્કારા બ્રાસેબ્રેનું તેમનું…
વધુ વાંચો >ચાઉ એન-લાઈ
ચાઉ એન-લાઈ (જ. 5 માર્ચ 1898, હુઆઈન, કિયાંગ્સુ પ્રાંત; અ. 8 જાન્યુઆરી 1976, બેજિંગ) : સામ્યવાદી ચીનના પ્રથમ વડાપ્રધાન. તેમનો જન્મ શિક્ષિત અને ધનિક કુટુંબમાં થયો હતો. તેમને પાશ્ચાત્ય શિક્ષણનો લાભ મળ્યો હતો, 1920માં વધુ અભ્યાસ માટે ફ્રાન્સ પણ મોકલવામાં આવેલ. જોકે તે ફ્રાન્સમાં વધુ સમય રહ્યા નહિ. ચીનમાં પાછા…
વધુ વાંચો >ચાઉ કુંગ
ચાઉ કુંગ : પ્રાચીન ચીનના પ્રખ્યાત અને સૌથી લાંબા ચાલેલા રાજવંશ(ઈ. પૂ. 1122–249)ના સ્થાપક સમ્રાટ વુ-વાંગના નાના ભાઈ. આ બંને ભાઈઓ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતના શાસક હતા. (ચાઉ કુંગનો અર્થ થાય છે : ‘ચાઉ પ્રાંતનો ઉમરાવ–શાસક’). તેમણે શાંગ વંશના છેલ્લા સમ્રાટ ચાઉ સીનને ઉથલાવવામાં પોતાના મોટા ભાઈને મદદ કરી હતી.…
વધુ વાંચો >ચાઉ ત્સો-જેન
ચાઉ ત્સો-જેન (પિન્યિન ઝાઉ ઝુઓ-રેન) (જ. 16 જાન્યુઆરી 1885, શાઑ-સિંગ, ચેકિયૉંગ-પ્રોવિન્સ, ચીન; અ. 1966, બેજિંગ) : નિબંધકાર, અનુવાદક અને વિદ્વાન ચીની સાહિત્યકાર. પરદેશી ભાષાઓની અનેક નવલકથાઓનો અનુવાદ તેમણે ચીની ભાષામાં કર્યો છે. ચાઉ ત્સો-જેનના ભાઈ ચાઉ શુ જેન (લૂ-શૂન) પણ સાહિત્યકાર હતા. બંને ભાઈઓએ ચીની ભાષાના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરેલો.…
વધુ વાંચો >ચા ઉદ્યોગ
ચા ઉદ્યોગ પીણા માટે ઉપયોગમાં લેવાતી, ચાના છોડનાં પાંદડાંમાંથી સૂકી અને પ્રક્રિયા કરેલી ચાની પત્તી અથવા ભૂકીના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. આવી પત્તી અથવા ભૂકીને ઉકળતા પાણીમાં નાંખવાથી તૈયાર થતા પીણાનો ઉપયોગ દુનિયાના મોટા ભાગના દેશોમાં બહોળા પ્રમાણમાં થાય છે. હાલમાં ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. બીજા નંબરે…
વધુ વાંચો >ચાઉ વંશ
ચાઉ વંશ (ઈ. પૂ. 1122 – ઈ. પૂ. 249) : પ્રાચીન ચીનનો સૌથી વધુ લાંબો સમય ચાલેલો રાજવંશ. તેનો સ્થાપક હતો વુ-વાંગ. તેનો પિતા વેન-વાંગ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતનો શાસક હતો. તે સમયે ચીન ઉપર શાંગ વંશનું શાસન હતું. શાંગ વંશનો છેલ્લો સમ્રાટ ચાઉ સીન ઘણો જુલમી અને વિલાસી હતો.…
વધુ વાંચો >ચંદ્રપુર
ચંદ્રપુર : પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લાનું વહીવટી મથક. ચંદ્રપુર જૂના સમયમાં ચાંદા તરીકે જાણીતું હતું. તે વર્ધા નદીને કિનારે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 19° 57’ ઉ. અ. અને 79° 18’ પૂ. રે.. બારમીથી અઢારમી સદી દરમિયાન તે ગોંડ સામ્રાજ્યના વિસ્તારમાં હતું. ત્યારબાદ તેને નાગપુરના મરાઠાઓ(ભોંસલે)એ જીતી લીધું.…
વધુ વાંચો >ચંદ્રપૂજા
ચંદ્રપૂજા : આકાશી ગ્રહ ચંદ્રને પૂજવાની વેદકાળથી પ્રચલિત પરંપરા. ‘ચંદ્ર’ શબ્દ સામાન્ય રીતે કોઈ પણ ઉપગ્રહ માટે વપરાતો હોવા છતાં તે પૃથ્વીના ઉપગ્રહ માટે વિશેષ જાણીતો છે. moon (અંગ્રેજી), luna (લૅટિન), mond (જર્મન), चन्द्रमा: (સંસ્કૃત) વગેરે શબ્દો ‘પ્રકાશવું, માપવું’ અર્થચ્છાયા ધરાવે છે. ‘અમરકોષ’માં મળતા પર્યાયો શીતલતા, આહ્લાદકતા, અમૃત સમ પોષકતા,…
વધુ વાંચો >ચંદ્રપ્રભ
ચંદ્રપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના આઠમા તીર્થંકર. તે અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયા. ભારતક્ષેત્રના ચન્દ્રપુરી નગરીના ઇક્ષ્વાકુવંશીય રાજા મહાસેનના તે પુત્ર. તેમનાં માતાનું નામ લક્ષ્મણા કે લક્ષણા હતું. જૈન શાસ્ત્રો મુજબ વૈજયન્ત નામક દેવવિમાન(સ્વર્ગ)માંથી ચૈત્ર વદ પંચમીના દિને ચ્યવિત થઈ તે માતા લક્ષ્મણાની કુક્ષિમાં આવ્યા હતા અને પોષ વદ બારસના…
વધુ વાંચો >ચંદ્રપ્રભા વટી
ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી…
વધુ વાંચો >ચંદ્રભાગા
ચંદ્રભાગા : પૌરાણિક નદી. સ્કંદપુરાણના દ્વારકામાહાત્મ્યમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ 5 નદીઓનો સંગમ કહેવામાં આવ્યો છે. આજની દ્વારકાની દક્ષિણ બાજુનો બરડિયા ગામ તરફથી આવતો નીચાણવાળો પટ ચંદ્રભાગા કહેવાય છે. એનો વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવીને ગોમતીને લગભગ કાટખૂણે મળે છે. પદ્મપુરાણ–ઉત્તરખંડમાં ચંદ્રભાગા સાભ્રમતીને દ્ઘીચિ ઋષિના આશ્રમ…
વધુ વાંચો >ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites)
ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites) : કુદરતી રૂપમાં મળી આવતા કાચ જેવા પિંડ કે પદાર્થો. તે ખાસ પ્રકારના કાચના પથ્થર હોય છે. માનવજાતિને આશરે હજારેક વર્ષ કે કદાચ એથી પણ વધુ સમયથી તેની જાણકારી હોવાનું માનવામાં આવે છે; પરંતુ આધુનિક કાળમાં એની શોધનો જશ ચાર્લ્સ ડાર્વિન(1809–1882)ને આપવામાં આવે છે, તેમણે 1836માં ઑસ્ટ્રેલિયામાંથી…
વધુ વાંચો >ચંદ્રલેખા
ચંદ્રલેખા : તમિળ અને હિંદી ભાષામાં તૈયાર થયેલ જેમિની પિક્ચર્સનું લોકપ્રિય ચલચિત્ર (1948). નિર્માતા-દિગ્દર્શક – એસ. એસ. વાસન; કથા – જેમિની સ્ટોરી ડિપાર્ટમેન્ટ; સંગીત – એસ. રાજેશ્વરરાવ; ગીતો – પી. ઇન્દ્ર, ભરત વ્યાસ; છબીકલા – કમલ ઘોષ; કલાનિર્દેશક એ. કે. શેખર; ધ્વનિમુદ્રણ – સી. ઈ. બિગ્સ; સંકલન – ચન્દ્રન; કલાકારો…
વધુ વાંચો >ચંદ્રલેહા (ચંદ્રલેખા)
ચંદ્રલેહા (ચંદ્રલેખા) : સટ્ટક પ્રકારનું એક પ્રાકૃત ઉપરૂપક. તેના કર્તા કાલિકટનિવાસી પારસવંશીય મહાકવિ રુદ્રદાસ (સત્તરમી સદી ઉત્તરાર્ધ) આચાર્ય રુદ્ર અને આચાર્ય શ્રીકંઠના શિષ્ય હતા. તેમણે 1655–58 આસપાસ આ સટ્ટકની રચના કરી હતી. આ ઉપરૂપકમાં 4 યવનિકાન્તર (ર્દશ્ય) છે, જેમાં માનવેદ અને ચંદ્રલેખાના વિવાહનું વર્ણન છે. આમાં શૃંગાર અને અદભુત રસોની…
વધુ વાંચો >ચંદ્ર વસાહત (Lunar colony)
ચંદ્ર વસાહત (Lunar colony) : કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિક અન્વેષણ (exploration) માટે ચંદ્રની મુસાફરી કર્યા બાદ ચંદ્ર ઉપર પ્રથમ હંગામી ધોરણે વૈજ્ઞાનિક આધારમથક (base station) પ્રસ્થાપિત કરી તેને પાછળથી 50થી 100 માણસો રહી શકે તેવી કાયમી ચંદ્ર વસાહત તરીકે વિકસાવવાની એક કાલ્પનિક યોજના. પૃથ્વીથી સરેરાશ 3,84,400 કિમી. અંતરે આવેલા અને…
વધુ વાંચો >ચંદ્ર વંશ
ચંદ્ર વંશ : વસ્તુત: મનુ વૈવસ્વતની પુત્રી ઇલાનો ઐલ વંશ; પરંતુ ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ એ વંશ આગળ જતાં ચંદ્ર વંશ તરીકે ઓળખાયો. ઇલાના પુત્ર પુરુરવાની રાજધાની વત્સદેશના પ્રતિષ્ઠાનપુરમાં હતી. એના વંશમાં આયુ, નહુષ અને યયાતિ નામે પ્રતાપી રાજા થયા. કનોજ, કાશી, યદુ, પુરુ વગેરે આ વંશની અવાંતર…
વધુ વાંચો >