૬(૨).૨૧

ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધથી ગ્વાટેમાલા

ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ

ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ (1952) : સર્કસ તેમજ તેનાં પાત્રોની સર્કસમય રોજિંદી જાહેર અને પડદા પાછળની મથામણ તથા અંગત લાગણીઓનું નિરૂપણ કરતી સિનેકૃતિ. હૉલિવુડના વિખ્યાત સેસિલ બી’ દ મિલે તેનું દિગ્દર્શન કર્યું છે. નિર્માતા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. સર્કસની તાલીમ પામેલ બહુસંખ્ય વન્ય પ્રાણીપાત્રોનો પણ અહીં ઉપયોગ કરાયો છે. ઝૂલાના…

વધુ વાંચો >

ગ્રે, ટૉમસ

ગ્રે, ટૉમસ (જ. 26 ડિસેમ્બર 1716, કૉર્નહિલ, લંડન; અ. 30 જુલાઈ 1771, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અગ્રણી અંગ્રેજ કવિ. અઢારમી સદીની અંગ્રેજી કવિતાના ઉલ્લેખનીય કવિજનોમાં ટૉમસ ગ્રેનું આગવું સ્થાન છે. આ સમય દરમિયાન ગ્રીક-લૅટિન પ્રશિષ્ટ સાહિત્યના પ્રગાઢ અધ્યયનના કારણે સ્વાભાવિક જ કવિજનો ગ્રીક કાવ્યસ્વરૂપો તરફ વળેલા. ઓડ અને ઍલિજી આ સમયે…

વધુ વાંચો >

ગ્રૅનાઇટ

ગ્રૅનાઇટ : અંત:કૃત પ્રકારનો ઍસિડિક અગ્નિકૃત ખડક. તે પૃથ્વીના પટ પર સર્વસામાન્ય રીતે મળતો ખડક-પ્રકાર છે. આ ખડક મુખ્યત્વે ક્વાર્ટ્ઝ અને આલ્કલી ફેલ્સ્પારનો બનેલો હોય છે, પણ ઘણુંખરું તેની સાથે બાયૉટાઇટ અને/અથવા મસ્કોવાઇટ અને/અથવા હૉર્નબ્લેન્ડ પણ હોય છે. આ ઉપરાંત ગૌણ ખનીજો તરીકે ઝિર્કોન, ઍપેટાઇટ અને ક્વચિત્ મૅગ્નેટાઇટ હોઈ શકે…

વધુ વાંચો >

ગ્રૅનાઇટ કણરચના

ગ્રૅનાઇટ કણરચના : જુઓ કણરચના.

વધુ વાંચો >

ગ્રૅનાઇટીકરણ

ગ્રૅનાઇટીકરણ : ગ્રૅનાઇટ નામથી ઓળખાતા અંત:કૃત ઉત્પત્તિવાળા ઍસિડિક અગ્નિકૃત ખડકની ઉત્પત્તિની એક વિવાદાસ્પદ સમસ્યા. ગ્રૅનાઇટ ખડક સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો હોય છે અને ખનિજ ઘટકો અપૂર્ણ પાસાદાર હોય છે. તેના બંધારણમાં રહેલાં ખનીજોમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન), આલ્બાઇટ પ્લેજિયૉક્લેઝ, બાયૉટાઇટ, મસ્કોવાઇટ તેમજ અન્ય અનુષંગી ખનીજો…

વધુ વાંચો >

ગ્રેનેડા (Grenada)

ગ્રેનેડા (Grenada) : વિન્ડવર્ડ ટાપુઓના ભાગરૂપ, દક્ષિણ અમેરિકાથી 150 કિમી. દૂર આવેલ સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 12° 05´ ઉ. અ. અને 61° 40´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાં આવેલા ગ્રેનેડાના મુખ્ય ટાપુ અને કેરિયાકૂ અને પેટી માર્ટિનીક નામના બે નાના ટાપુઓનું બનેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 344 ચોકિમી. છે,…

વધુ વાંચો >

ગ્રેનેડા 2  (Granada 2)

ગ્રેનેડા 2  (Granada 2) : નિકારાગુઆની નૈર્ઋત્યે આ જ નામ ધરાવતા જિલ્લાનું પાટનગર. ઈ. સ. 1523માં સ્થપાયેલ આ શહેર નિકારાગુઆમાં સૌથી જૂનું છે. અહીં સ્પૅનિશ સ્થાપત્યપદ્ધતિથી બંધાયેલાં પ્રાચીન મકાનો અને દેવળો છે. અહીંની વસ્તી 1.13 લાખ (2020) છે. શિવપ્રસાદ રાજગોર

વધુ વાંચો >

ગ્રેનેડા 3 (Granada 3)

ગ્રેનેડા 3 (Granada 3) : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું પાટનગર. અગાઉના સમયમાં અરબી ભાષામાં તે ‘ગરનાતા’ તરીકે ઓળખાતું હતું. આ શહેર 37° 10´ ઉ. અ. અને 3° 36´ પ. રે.ની આજુબાજુનો 88 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમુદ્ર-સપાટીથી 738 મીટરની ઊંચાઈએ વસેલું આ…

વધુ વાંચો >

ગ્રૅનોડાયોરાઇટ

ગ્રૅનોડાયોરાઇટ : ગુરુદાણાદાર, ગ્રૅનાઇટ કણરચનાવાળો ઍસિડિક અંત:કૃત ખડક. તેના બંધારણમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ), પ્લેજિયોક્લેઝ (ઓલિગોક્લેઝથી એન્ડેસિન ગાળાનું બંધારણ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં રંગીન ખનિજો તેમજ સ્ફિન, ઍપેટાઇટ અને મૅગ્નેટાઇટ જેવાં અનુષંગી ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની વિપુલતા હોય છે, જ્યારે આલ્કલી…

વધુ વાંચો >

ગ્રૅનોફાયર

ગ્રૅનોફાયર : ભૂમધ્યકૃત ઍસિડિક ખડક. તે શિરાઓ તરીકે મોટે ભાગે મળી આવે છે. તેની કણરચના સંપૂર્ણ સ્ફટિકમય હોય છે; પરંતુ ખનીજોનાં કદ અંત:કૃત ખડકો કરતાં નાનાં અને જ્વાળામુખી ખડકો કરતાં મોટાં હોય છે. ગ્રૅનોફાયરના ખનીજબંધારણમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર ઑર્થોક્લેઝ (પ્લેજિયોક્લેઝ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં ક્વાર્ટ્ઝ…

વધુ વાંચો >

ગ્રૅનોફાયરિક આંતરવિકાસ કણરચના

Feb 21, 1994

ગ્રૅનોફાયરિક આંતરવિકાસ કણરચના : જુઓ ગ્રૅનોફાયર.

વધુ વાંચો >

ગ્રૅનોફાયરિક કણરચના

Feb 21, 1994

ગ્રૅનોફાયરિક કણરચના : જુઓ કણરચના.

વધુ વાંચો >

ગ્રૅન્યુલાઇટ

Feb 21, 1994

ગ્રૅન્યુલાઇટ : ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર ખનીજોની વિપુલતાવાળા ખડકોની સમદાબ-ઉષ્ણતા વિકૃતિને કારણે અસ્તિત્વમાં આવતો પુન:સ્ફટિકીકરણ કણરચનાવાળો વિશિષ્ટ પ્રકારનો વિકૃત ખડક. આ ખડક મુખ્યત્વે બિનપાસાદાર ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના ખનીજકણોથી બનેલો હોય છે. કેટલીક વખતે તેના બંધારણમાં પાયરૉક્સિન ખનીજની વિપુલતા હોય છે. ઉપરાંત તેમાં રહેલાં ખનીજોમાં ગાર્નેટ, સિલિમેનાઇટ, કાયનાઇટ અને લીલા રંગનાં સ્પાઇનેલ ખનીજોનો…

વધુ વાંચો >

ગ્રૅન્યુલોઝ સંરચના

Feb 21, 1994

ગ્રૅન્યુલોઝ સંરચના : સમાન કદવાળા ખનીજકણોની વિપુલતાને કારણે વિકૃત ખડકોમાં ઉદભવતી પુન:સ્ફટિકીકૃત કણરચના. આ પ્રકારની કણરચનાવાળા ખડકોમાં સમાન કદવાળા ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર અને કૅલ્સાઇટ ખનીજોની વિપુલતા હોય છે, જ્યારે બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ જેવાં સળી આકારનાં ખનીજો અલ્પ પ્રમાણમાં હોય છે અથવા એવાં ખનીજોનો અભાવ હોય છે. પરિણામે આ પ્રકારની સંરચનાવાળા ખડકોમાં મોટે…

વધુ વાંચો >

ગ્રેપફ્રૂટ (ચકોતરું)

Feb 21, 1994

ગ્રેપફ્રૂટ (ચકોતરું) : દ્વિદલા વર્ગનું રુટેસી કુળનું 6થી 14 મીટર ઊંચાઈ ધરાવતું નાનું વૃક્ષ. શાસ્ત્રીય નામ Citrus paradisi Malf. દ્રાક્ષની જેમ તેનાં ફળ લૂમમાં ઊગતાં હોવાથી તે ગ્રેપફ્રૂટ તરીકે ઓળખાય છે. ઘણા દેશોમાં નાસ્તામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને ‘બ્રેકફાસ્ટ ફ્રૂટ’ પણ કહે છે. તેનું મૂળ વતન વેસ્ટ ઇન્ડીઝ છે;…

વધુ વાંચો >

ગ્રૅફાઇટ (ભૂસ્તરશાસ્ત્ર) (પ્લમ્બેગો અથવા કાળું સીસું)

Feb 21, 1994

ગ્રૅફાઇટ (ભૂસ્તરશાસ્ત્ર) (પ્લમ્બેગો અથવા કાળું સીસું) : રા. બં. : શુદ્ધ કાર્બન C. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્વ. : સ્ફટિકો દુર્લભ; સામાન્યત: પતરી-સ્વરૂપે પડ કે દાણાદાર સ્વરૂપે મળે છે. રં. : લોખંડ જેવો રાખોડી કે પોલાદ જેવો ઘેરો રાખોડી. સં. : બેઝલ પિનેકોઇડને સમાંતર સુવિકસિત સંભેદ. ચ : ધાતુમય. ભં.…

વધુ વાંચો >

ગ્રૅફાઇટ (રસાયણશાસ્ત્ર)

Feb 21, 1994

ગ્રૅફાઇટ (રસાયણશાસ્ત્ર) : કાર્બનનું ઓછા દબાણવાળું બહુરૂપક (polymorph). કાર્બનનાં બે સ્વરૂપો છે : ઓછા દબાણવાળા સ્વરૂપને ગ્રૅફાઇટ તથા ઊંચા દબાણવાળા સ્વરૂપને હીરો (diamond) કહે છે. ગ્રૅફાઇટનાં અનેક પ્રકારનાં અલભ્ય બહુરૂપકો હવે બનાવી શકાયાં છે. ઉલ્કાઓમાં પણ આવાં સ્વરૂપો મળી આવ્યાં છે. કાર્બનનાં ઉપર દર્શાવેલાં બંને સ્વરૂપો વચ્ચેનો ભેદ નોંધપાત્ર છે.…

વધુ વાંચો >

ગ્રેબન

Feb 21, 1994

ગ્રેબન : એક પ્રકારનું ગર્ત અથવા થાળું. બે સમાંતર સ્તરભંગો વચ્ચેનો અવતલન પામેલો ભૂમિભાગ. આવા ભૂમિભાગની લંબાઈનું પરિમાણ તેની પહોળાઈ કરતાં ઘણું વધારે હોઈ શકે છે. ફાટખીણને પણ ગ્રેબન તરીકે ઘટાવાય છે; દા.ત., રાઇન નદીનો વિસ્તાર વોસજીસ અને બ્લૅક ફૉરેસ્ટ પર્વત વચ્ચે અવતલન પામેલો છે. આફ્રિકાની ફાટખીણ પણ ગ્રેબન તરીકે…

વધુ વાંચો >

ગ્રૅમી ઍવૉર્ડ

Feb 21, 1994

ગ્રૅમી ઍવૉર્ડ : ધ્વનિમુદ્રણના ક્ષેત્રે સર્જનાત્મક સિદ્ધિ માટે એનાયત કરવામાં આવતો પ્રતિષ્ઠાસંપન્ન આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ. અમેરિકાની ‘નૅશનલ અકાદમી ઑવ્ રેકર્ડિંગ આર્ટ્સ ઍન્ડ સાયન્સ’ દ્વારા તે દર વર્ષે એનાયત કરવામાં આવે છે. 1958માં તેની શરૂઆત થઈ હતી. લગભગ ચાળીસ પ્રકારના સર્જનાત્મક સ્વર-ધ્વનિ લેખાંકન કરનારાઓની વિશિષ્ટ સિદ્ધિનું સન્માન કરવાનો તેનો હેતુ છે. સંગીતના…

વધુ વાંચો >

ગ્રૅમ્પિયન પર્વતમાળા

Feb 21, 1994

ગ્રૅમ્પિયન પર્વતમાળા : સ્કૉટલૅન્ડની મુખ્ય પર્વતમાળા. 56° ઉ. અક્ષાંશ તેમજ 2° પ. રેખાંશથી 6° પ. રેખાંશ વચ્ચે આવેલ છે. આ પર્વતમાળા નૈર્ઋત્યથી ઈશાન બાજુએ 241.35 કિમી. સુધી વિસ્તરેલી છે. આ પ્રાચીન પર્વતશ્રેણી નાઇસ, શિસ્ટ અને સ્લેટ ખડકોના પ્રકારથી બનેલી છે. આ પર્વતમાળા પર બહુ લાંબા કાળ સુધી બરફનું આવરણ હતું,…

વધુ વાંચો >