ગ્રૅન્યુલોઝ સંરચના : સમાન કદવાળા ખનીજકણોની વિપુલતાને કારણે વિકૃત ખડકોમાં ઉદભવતી પુન:સ્ફટિકીકૃત કણરચના. આ પ્રકારની કણરચનાવાળા ખડકોમાં સમાન કદવાળા ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર અને કૅલ્સાઇટ ખનીજોની વિપુલતા હોય છે, જ્યારે બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ જેવાં સળી આકારનાં ખનીજો અલ્પ પ્રમાણમાં હોય છે અથવા એવાં ખનીજોનો અભાવ હોય છે. પરિણામે આ પ્રકારની સંરચનાવાળા ખડકોમાં મોટે ભાગે પત્રબંધ લક્ષણ હોતું નથી. આ સંરચના આરસપહાણ અને ગ્રૅન્યુલાઇટ ખડકોમાં જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે