ગ્રૅન્યુલાઇટ : ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર ખનીજોની વિપુલતાવાળા ખડકોની સમદાબ-ઉષ્ણતા વિકૃતિને કારણે અસ્તિત્વમાં આવતો પુન:સ્ફટિકીકરણ કણરચનાવાળો વિશિષ્ટ પ્રકારનો વિકૃત ખડક. આ ખડક મુખ્યત્વે બિનપાસાદાર ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના ખનીજકણોથી બનેલો હોય છે. કેટલીક વખતે તેના બંધારણમાં પાયરૉક્સિન ખનીજની વિપુલતા હોય છે. ઉપરાંત તેમાં રહેલાં ખનીજોમાં ગાર્નેટ, સિલિમેનાઇટ, કાયનાઇટ અને લીલા રંગનાં સ્પાઇનેલ ખનીજોનો પણ સમાવેશ થાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે