ગ્રેબન : એક પ્રકારનું ગર્ત અથવા થાળું. બે સમાંતર સ્તરભંગો વચ્ચેનો અવતલન પામેલો ભૂમિભાગ. આવા ભૂમિભાગની લંબાઈનું પરિમાણ તેની પહોળાઈ કરતાં ઘણું વધારે હોઈ શકે છે. ફાટખીણને

ગ્રેબન

પણ ગ્રેબન તરીકે ઘટાવાય છે; દા.ત., રાઇન નદીનો વિસ્તાર વોસજીસ અને બ્લૅક ફૉરેસ્ટ પર્વત વચ્ચે અવતલન પામેલો છે. આફ્રિકાની ફાટખીણ પણ ગ્રેબન તરીકે ઓળખાવાય છે. રાતો સમુદ્ર તેમજ ભારતની મહા નદી, ગોદાવરી નદીનાં તેમ જ કૃષ્ણા નદીનાં થાળાં બે સ્તરભંગો વચ્ચે ઊંડાં ઊતરી ગયેલાં ગર્ત છે.

ગિરીશભાઈ પંડ્યા