ગ્રૅનોડાયોરાઇટ : ગુરુદાણાદાર, ગ્રૅનાઇટ કણરચનાવાળો ઍસિડિક અંત:કૃત ખડક. તેના બંધારણમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ), પ્લેજિયોક્લેઝ (ઓલિગોક્લેઝથી એન્ડેસિન ગાળાનું બંધારણ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં રંગીન ખનિજો તેમજ સ્ફિન, ઍપેટાઇટ અને મૅગ્નેટાઇટ જેવાં અનુષંગી ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની વિપુલતા હોય છે, જ્યારે આલ્કલી ફેલ્સ્પારનું પ્રમાણ બંને ફેલ્સ્પારના કુલ પ્રમાણમાં 2 ભાગ કરતાં વધુ હોતું નથી. આ ખડક પણ નાનામોટા અંતર્ભેદકોના રૂપમાં મળી આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે