૫.૨૩

કૉડ માછલીથી કૉપર

કૉડ માછલી

કૉડ માછલી : ઉત્તરીય સમુદ્રનાં પાણીમાં વાસ કરનાર અને આર્થિક ર્દષ્ટિએ અગત્યની એવી ગેડસ પ્રજાતિની માછલીઓ. જોકે સાચી કૉડ ઉપરાંત બ્રેગ્મૅસેરાટિડે, દરિયાની ઊંડાઈએ રહેતી મોરિડે અને હેક માછલીઓ પણ કૉડ તરીકે ઓળખાય છે. સાચી કૉડને 3 પૃષ્ઠ-મીનપક્ષો (dorsal fins) અને 2 ગુદા-મીનપક્ષો (anal fins) હોય છે અને હડપચી (chin) પર…

વધુ વાંચો >

કોડર્મા

કોડર્મા (Kodarma) : ઝારખંડ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 28′ ઉ.અ. અને 85o 36′ પૂ.રે.ની આજુબાજુનો 1311.62 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. છોટાનાગપુરના પ્રદેશમાં આવેલા આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યની સીમા, પૂર્વ તરફ ગિરિદિહ, તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ હઝારીબાગ જિલ્લા…

વધુ વાંચો >

કોડાઈકેનાલ

કોડાઈકેનાલ : દક્ષિણ ભારતનું સુવિખ્યાત ગિરિમથક તથા પર્યટનસ્થળ. ભૌગોલિક સ્થાન : 10o 14′ ઉ.અ. અને 77o 29′ પૂ.રે.. તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં મદુરાઈથી 40 કિમી. અંતરે પાલની પર્વતમાળામાં સમુદ્રસપાટીથી 2,135 મીટર ઊંચાઈ પર તે આવેલું છે. કોડાઈકેનાલ રોડ રેલવે સ્ટેશનથી આ ગિરિમથક સુધી પહોંચવાનો 80 કિમી. જેટલો ડુંગરાળ મોટરવાહન માર્ગ…

વધુ વાંચો >

કોડાક

કોડાક : ઈસ્ટમૅન કોડાક કંપની (સ્થાપના : 1901) : કૅમેરા અને ફોટોગ્રાફીનાં સાધનો બનાવનાર કંપની. 1888માં આ કંપનીના સ્થાપક જ્યૉર્જ ઈસ્ટમૅને તેના ફિલ્મપટ્ટીવાળા બૉક્સ કૅમેરાને ‘કોડાક’ નામ આપ્યું. તે પછી સ્થપાયેલી કંપની ઈસ્ટમૅન કોડાક કંપની તરીકે વિખ્યાત બની. જાણીતા કોડાક કૅમેરાના પ્રથમ ઉત્પાદક જ્યૉર્જ ઈસ્ટમૅને 1880માં ફોટોગ્રાફ લેવા માટેની પ્લેટનો…

વધુ વાંચો >

કોડાગુ

કોડાગુ (Kodagu) : કર્ણાટક રાજ્યનો સૌથી નાનો જિલ્લો. તે રાજ્યની નૈર્ઋત્ય સીમા પર આવેલો છે અને 11o 56’થી 12o 52′ ઉ.અ. તેમજ 75o 22’થી 76o 12′ પૂ.રે. વચ્ચેનો 4,102 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન જિલ્લો, પૂર્વ તરફ મૈસૂર જિલ્લો, દક્ષિણ તરફ કેરળ રાજ્યનો કન્નુર જિલ્લો તથા…

વધુ વાંચો >

કોડાલી ઝોલ્ટન

કોડાલી, ઝોલ્ટન (જ. 16 ડિસેમ્બર 1882, કેસ્કેમેન, હંગેરી; અ. 6 માર્ચ 1967, બુડાપેસ્ટ, હંગેરી) : સમર્થ હંગેરિયન સ્વર-રચનાકાર અને સંગીતશાસ્ત્રજ્ઞ. ઝોલ્ટન કોડાલીએ પ્રથમ અભ્યાસ નેગીઝોમ્બતમાં કર્યો. 1900માં તે હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં ‘અકાદમી ઑવ્ મ્યુઝિક’માં જાનોસ કૉસ્લરના શિષ્ય બન્યા અને સંગીત ઉપરાંત ‘ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી’ની ઉપાધિ પ્રાપ્ત કરી (1906). તેમણે 1905માં…

વધુ વાંચો >

કોડિયાં

કોડિયાં (1934) : ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી(1911-1960)નો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો, સૉનેટ અને કથામૂલક દીર્ઘ રચનાઓ છે. આ સંગ્રહ દ્વારા એક અત્યંત આશાસ્પદ ઊર્મિકવિ તરીકે શ્રીધરાણી બહાર આવ્યા. એમની કવિતાની સૌંદર્યાભિમુખતાએ વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. એમની ગણના ગાંધીવિચારધારાના સુન્દરમ્, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ’ વગેરે કવિઓની સાથે થવા લાગી. એ…

વધુ વાંચો >

કોડી

કોડી : મૃદુકાય સમુદાય, ઉદરપાદ (gastropoda) વર્ગ, prosobranchia શ્રેણી, cyproeidae કુળની cypraea પ્રજાતિનું દરિયાનિવાસી પ્રાણી. જાડું, આકર્ષક બાંધો, વિવિધ રંગોવાળું અને સામાન્યપણે ટપકાં વડે અંકિત થયેલ આ પ્રાણીનું કવચ લીસું, લંબગોળ અને ઉપરથી ઊપસેલું હોય છે. વક્ષ બાજુએ આવેલાં તેનાં દ્વારની બંને બાજુએથી અંદર વળેલા (inrolled) હોઠ આવેલા હોય છે.…

વધુ વાંચો >

કોડીન

કોડીન : અફીણમાંનું એક પ્રકારનું આલ્કેલૉઇડ. પાપાવર સોમ્નીફેરમ નામના છોડનાં કાચાં ફળોમાંથી નીકળતા સૂકવેલા રસને અફીણ કહેવાય છે. અફીણમાં જુદાં જુદાં 24 આલ્કેલૉઇડ હોય છે. પોપીના છોડવા એશિયા માઇનોરમાં ઊગે છે (ખાસ કરીને તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ વગેરેમાં તે ગેરકાયદે ઉગાડવામાં આવે છે). અફીણમાંનાં આલ્કેલૉઇડ મુખ્યત્વે બે પ્રકારના સમૂહ…

વધુ વાંચો >

કોડીન (આયુર્વિજ્ઞાન)

કોડીન (આયુર્વિજ્ઞાન) : અફીણાભ (opioid) જૂથનું ઔષધ. તે જૂથને નશાકારક પીડાનાશકો(narcotic analgesics)નું જૂથ પણ કહેવાય છે. તેનો મુખ્ય ઉપયોગ દુખાવો અને સતત રહેતી ઉધરસને કાબૂમાં લેવા માટે થાય છે. ઔષધરૂપે કોડીન સલ્ફેટ અને કોડીન ફૉસ્ફેટ એમ બે પ્રકારનાં રસાયણો 15થી 60 મિગ્રા.ની ગોળીઓ કે દ્રાવણરૂપે મળે છે, જે મુખમાર્ગે લઈ…

વધુ વાંચો >

કૉનરૅડ સાતત્યભંગ

Jan 23, 1993

કૉનરૅડ સાતત્યભંગ (Conrad discontinuity) : ગ્રૅનાઇટ (sialic) અને બેસાલ્ટ બંધારણ (basic) ધરાવતા ખડકો વચ્ચેની સંપર્કસપાટી. પૃથ્વીના બંધારણ તેમજ રચનાના અભ્યાસ માટે ભૂકંપશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપીય અભ્યાસ દ્વારા કૉનરૅડ નામના નિષ્ણાતે પોપડા અને મૅન્ટલ વચ્ચે સંપર્કસપાટી હોવાનો નિર્દેશ કર્યો તે પરથી વચ્ચેની સંપર્કસપાટીને કૉનરૅડનું નામ આપ્યું. તે ભૂકંપીય લક્ષણોમાં…

વધુ વાંચો >

કોન શીટ

Jan 23, 1993

કોન શીટ : શંકુ આકારમાં ગોઠવાયેલાં ડાઇક પ્રકારનાં વિસંવાદી અંતર્ભેદકો. તે બહુધા સમાંતર જૂથમાં જોવા મળે છે. વિવૃતિઓ ગોળાકાર કે કમાનાકાર હોય છે; કેન્દ્ર તરફ જતાં અંદરની બાજુએ ઢળતી હોવા છતાં કોઈ પણ ડાઇક છેક કેન્દ્ર સુધી પહોંચતી હોતી નથી. સપાટી પરની વિવૃતિઓ અંદર તરફ 30oથી 40oને ખૂણે નમેલી રહીને…

વધુ વાંચો >

કૉનાક્રી

Jan 23, 1993

કૉનાક્રી : પશ્ચિમ આફ્રિકાના ગીની રાજ્યનું સૌથી મોટું શહેર, રાજધાની અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 90o 31′ ઉ. અ. અને 13o 43′ પૂ.રે ક્ષેત્રફળ 308 ચોકિમી. ટૉમ્બો કે ટુમ્બે ટાપુ ઉપર આવેલું આ શહેર 300 મી. લાંબા પુલ દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે. આ પ્રદેશ વિષુવવૃત્ત નજીક હોવાથી…

વધુ વાંચો >

કોનારકનું મંદિર

Jan 23, 1993

કોનારકનું મંદિર : ઇજિપ્તનું પ્રાચીન સમયનું મંદિર. સ્થાપત્યની આ ભવ્ય ઇમારત ઇજિપ્તની સંસ્કૃતિના સામ્રાજ્ય યુગ(ઈ. પૂર્વે 1580થી 1150)નાં મહાન સમ્રાજ્ઞી હેટશેપસુટ(ઈ. પૂર્વે 1500થી 1479)ના સમય દરમિયાન થીબ્ઝ નગર પાસે બંધાઈ હતી. આ મંદિર બાંધતાં ઘણાં વર્ષો લાગ્યાં હતાં. છતાં મુખ્ય બાંધકામ રાણી હેટશેપસુટ અને થુતમોસ ત્રીજાના શાસન દરમિયાન થયું હતું.…

વધુ વાંચો >

કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા

Jan 23, 1993

કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા (જ. 21 નવેમ્બર 1920, મસલીપટ્ટનમ્) : વિખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી. ચેન્નાઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પ્રિન્સ્ટન (અમેરિકા) યુ.એસ.એ.ની ઉચ્ચતમ (advanced) શિક્ષણ સંસ્થાની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈમાં વરિષ્ઠ વ્યાખ્યાતા અને નાયબનિયામક (1949-1965) થયા. ભારત સરકારના મંત્રીમંડળની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય (1961-66), આંતરરાષ્ટ્રીય ગાણિતિક સંઘના અધ્યક્ષ…

વધુ વાંચો >

કૉનિક ફિલિપ્સ

Jan 23, 1993

કૉનિક, ફિલિપ્સ (જ. 5 નવેમ્બર 1619, ઍમ્સ્ટરડૅમ, નેધર્લૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1688, ઍમ્સ્ટરડૅમ, નેધર્લૅન્ડ્ઝ) : નિસર્ગ ર્દશ્યો ચીતરવા માટે જાણીતા ડચ બરોક ચિત્રકાર. તેની ઉપર નેધરર્લૅન્ડ્ઝના મહાન ચિત્રકાર રૅમ્બ્રાંનો ઘેરો પ્રભાવ જોવા મળે છે. કૉર્નિકે નિસર્ગ ર્દશ્યોમાં લીલોતરીને સોનેરી પ્રકાશ વડે અદભુત નિખાર આપ્યો છે. એમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સમાવેશ પામે…

વધુ વાંચો >

કોનીન

Jan 23, 1993

કોનીન (coniine) : ઉમ્બેલીફેરા વર્ગના હેમલૉક(hemlock, conium macalatum)ના છોડમાંથી મળતા આલ્કેલૉઇડ્ઝનો મુખ્ય ઘટક. યુરોપ, એશિયા અને અમેરિકામાં હેમલૉકના છોડ ઊગે છે. ઈ. પૂર્વે 399માં સૉક્રેટીસને મૃત્યુદંડ માટે હેમલૉકનું તેલ (oil of hemlock) પાવામાં આવેલું. હેમલૉક આલ્કેલૉઇડ્ઝ સમૂહમાંનો પ્રથમ સંશ્લેષણ કરેલો આલ્કેલૉઇડ કોનીન છે. હેમલૉકમાંના ચાર આલ્કેલૉઇડ્ઝમાંથી 1831માં કોનીન છૂટું પાડવામાં…

વધુ વાંચો >

કોનેક્ટિકટ (કનેક્ટિકટ)

Jan 23, 1993

કોનેક્ટિકટ (કનેક્ટિકટ) : અમેરિકન સંઘરાજ્યનાં મૂળ 13 રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 41o 45′ ઉ.અ. અને 72o 45′ પ.રે.. દેશના ઈશાન કોણમાં તે આવેલું છે. રાજ્યના મૂળ આદિવાસી રહેવાસીઓની ભાષાના Quinnehtukqut શબ્દ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. તેની ઉત્તરે મૅસેચૂસેટ્સ, પૂર્વે ર્હોડ આઇલૅન્ડ, દક્ષિણે લૉંગ આઇલૅન્ડ સાઉન્ડ તથા…

વધુ વાંચો >

કોનેરી સીન ટૉમસ

Jan 23, 1993

કોનેરી, સીન ટૉમસ (જ. 25 ઑગસ્ટ 1930, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ) : અભિનેતા. મૂળ નામ : ટૉમસ સીન કોનેરી. પિતા જૉસેફ કોનેરી કારખાનામાં કામદાર હતા. માતા યુફેમિયા મેકલીન ઘરોમાં કચરાપોતાં કરવાનું કામ કરતાં. બ્રિટિશ સિક્રેટ સર્વિસના જાસૂસ જેમ્સ બૉન્ડ 007નું કાલ્પનિક પાત્ર ભજવીને જીવંત દંતકથા બની ગયેલા સીન કોનેરીએ બીજી પણ ઘણી…

વધુ વાંચો >

કૉન્ક્રીટ પોએટ્રી

Jan 23, 1993

કૉન્ક્રીટ પોએટ્રી : આકારલક્ષી કવિતા(L. carmen figuratum, shaped poetry)ની પેટા નીપજરૂપ કાવ્યલેખનનો આધુનિક પ્રવાહ. આધુનિક ચિત્રકલા અને આધુનિક સંગીતને સમાંતર રહી કવિતાના જે પ્રયોગો થયા એમાં કવિતાને સાંભળવા ઉપરાંત જોવાય એવો ઉદ્યમ પણ થયો. વ્યવહારમાં ભાષાનાં અર્થ સિવાયનાં ઉપેક્ષિત પાસાંનો આધુનિક કવિતામાં જે વિનિયોગ થયો એમાં ભાષાના મુદ્રણપાસાનો ઉપયોગ પણ…

વધુ વાંચો >