કૉનિક ફિલિપ્સ

January, 2008

કૉનિક, ફિલિપ્સ (જ. 5 નવેમ્બર 1619, ઍમ્સ્ટરડૅમ, નેધર્લૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1688, ઍમ્સ્ટરડૅમ, નેધર્લૅન્ડ્ઝ) : નિસર્ગ ર્દશ્યો ચીતરવા માટે જાણીતા ડચ બરોક ચિત્રકાર. તેની ઉપર નેધરર્લૅન્ડ્ઝના મહાન ચિત્રકાર રૅમ્બ્રાંનો ઘેરો પ્રભાવ જોવા મળે છે. કૉર્નિકે નિસર્ગ ર્દશ્યોમાં લીલોતરીને સોનેરી પ્રકાશ વડે અદભુત નિખાર આપ્યો છે. એમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સમાવેશ પામે છે – ‘વ્યૂ ઓવર એ ફ્લૅટ લૅન્ડ્સ્કેપ’ (1664), ‘ઍન એકસ્ટૅન્સિવ લૅન્ડસ્કૅપ વિથ એ હૉકિન્ગ પાર્ટી’. એમણે બાઇબલના પ્રસંગો પરથી આધાર લઈને ખ્રિસ્તી ધાર્મિક ચિત્રો તથા વ્યક્તિચિત્રો પણ ચીતર્યાં છે.

અમિતાભ મડિયા