૫.૦૩

કીટકનિયંત્રણથી કુટિયોઝિક્કલ

કીર ધનંજય

કીર, ધનંજય (જ. 23 એપ્રિલ 1913, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 12 મે 1984) : વિખ્યાત મરાઠી લેખક, સમાજસુધારક અને ઇતિહાસવિદ. આખું નામ ધનંજય વિઠ્ઠલ કીર. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાં પછી પિતાના વ્યવસાય સુથારીકામની તાલીમ લીધી. પરંતુ અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોવાથી 1935માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ…

વધુ વાંચો >

કીરેટોફાયર

કીરેટોફાયર : એક પ્રકારનો જ્વાળામુખી ખડક. મૂળભૂત રીતે સોડા ફેલ્સ્પારયુક્ત ટ્રેકાઇટ લક્ષણવાળા જ્વાળામુખી ખડકને કીરેટોફાયર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં આ શબ્દનો ઉપયોગ, આલ્બાઇટ અથવા આલ્બાઇટ-ઓલિગો ક્લેઝ, ક્લોરાઇટ, એપિડોટ અને કેલ્સાઇટ જેવાં વિશિષ્ટ ખનિજોના બનેલા બધા જ સેલિક (આછા રંગવાળા) લાવાના ખડકો તેમજ ડાઇક ખડકો માટે કરવામાં આવે છે.…

વધુ વાંચો >

કીરો

કીરો (જ. 1 નવેમ્બર 1865, ડબ્લિન, આયર્લેન્ડ; અ. 8 ઑક્ટોબર 1926, હોલિવુડ, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ હસ્તરેખાવિદ. મૂળ નામ લુઈ (હેમન). કીરો અથવા શીરો તેનું ઉપનામ. જિપ્સી લોકોની જેમ તે હસ્તરેખા ઉપરથી ભવિષ્યકથન કરતો. હસ્તરેખાઓ ઉપરનું એનું અધ્યયન એટલું સચોટ હતું કે તેના નામ ઉપરથી હસ્તરેખાશાસ્ત્ર ‘કીરોમન્સી’ના નામે પ્રસિદ્ધ થયેલું. એણે…

વધુ વાંચો >

કીર્તન

કીર્તન : ભાગવતકથિત ભક્તિના નવ પ્રકારોમાંનો એક. કીર્તન એટલે સાદા અર્થમાં ‘કીર્તિગાન’. ભક્ત યાને સાધક સૃષ્ટિના કર્તાનું સ્તવન શબ્દોમાં ઉતારી યા કોઈએ શબ્દોમાં ઉતારેલ હોય તેનો પાઠ કરીને અને / અથવા એ ગીત-ગાનના સ્વરૂપમાં હોય તો ગાન કરીને પોતાનો  ભક્તિભાવ વ્યક્ત કરે છે, પૃથ્વી ઉપર મળી આવતા સાહિત્યમાં ‘ઋગ્વેદસંહિતા’ એ…

વધુ વાંચો >

કીર્તનસંગીત

કીર્તનસંગીત : બંગાળી કાવ્યપ્રકાર. બંગાળમાં કીર્તન લોકસંગીતનો એક વિશિષ્ટ પ્રકાર છે. આધુનિક કીર્તનગીતની જન્મભૂમિ બંગાળ છે. વિદ્વાનોના મતાનુસાર છોટાનાગપુરની દ્રાવિડભાષી આદિવાસી ઓરાઓ જાતિના નૃત્યગીતના એક અંશનું નામ કીર્તન હતું. એમની અસરથી બંગાળમાં કીર્તનસંગીતનો ઉદભવ થયો હતો. કીર્તનગાન મૂળ તો પ્રેમવિષયક ગીત હતું. ચૈતન્યના આગમન પછી વૈષ્ણવ ધર્મના વ્યાપક પ્રભાવને કારણે…

વધુ વાંચો >

કીર્તિકૌમુદી

કીર્તિકૌમુદી : ગુર્જરેશ્વરના પુરોહિત કવિ સોમેશ્વરે લખેલું સંસ્કૃત મહાકાવ્ય. તેમાં 9 સર્ગો અને 722 શ્લોકો છે. ગુર્જરેશ્વર ભીમદેવ બીજાના સમય દરમિયાન થઈ ગયેલા ધોળકાના મહામંડલેશ્વર રાણક લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવલનો અત્યંત વિશ્વાસુ મહામાત્ય વસ્તુપાલ આ મહાકાવ્યનો નાયક છે. સોમેશ્વર મહામાત્ય વસ્તુપાલની પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક…

વધુ વાંચો >

કીર્તિરાજ

કીર્તિરાજ (અગિયારમી સદી) : લાટપ્રદેશના ગોગ્ગિરાજનો પુત્ર. લાટપ્રદેશ પર ગુજરાતના સોલંકી રાજાઓનું વર્ચસ્ હતું. આ પ્રદેશ ઉપર બારપ્પના પુત્ર ગોગ્ગિરાજે પોતાની સત્તા પાછી મેળવી હતી. પરંતુ સોલંકી રાજા દુર્લભરાજે લાટના રાજાને હરાવ્યો હતો એવું માનવામાં આવે છે. કીર્તિરાજની કીર્તિ શત્રુઓના હાથમાં ચાલી ગઈ હોવાનું નિરૂપાયું છે. કીર્તિરાજે 1018માં તાપી નદીને…

વધુ વાંચો >

કીર્તિસ્તંભ

કીર્તિસ્તંભ : ભારતીય સ્થાપત્યનો વિશિષ્ટ પ્રકાર. મંડપરચના તેમજ રાજમાર્ગની વચમાં દીપસ્તંભ કે તળાવમાં જલસ્તંભ તરીકે સીમા દર્શાવવા માટે બંધાવેલા સીમાસ્તંભ કે ચિહનસ્તંભ તેમજ મહાલયના ચોગાનમાં કીર્તિસ્તંભ તેમજ ગરુડસ્તંભ, બ્રહ્મસ્તંભ વગેરે અનેક પ્રકારના સ્તંભ જુદા જુદા ઉપયોગ માટે બાંધવામાં આવતા અને તે સ્તંભનું વિભિન્ન શૈલી મુજબ શિલ્પકામ થતું. ભારતની સ્થાપત્યકલામાં આમ…

વધુ વાંચો >

કીલ

કીલ : જર્મનીના શ્લેસવિગ-હોલસ્ટાઇન પ્રાંતની રાજધાની, નૌકામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 54o 20’ ઉ. અ. અને 10o 08’ પૂ. રે.. તેનું મૂળ જર્મન નામ કીલે. ઍન્ગ્લો-સૅક્સન ભાષામાં killeનો અર્થ વહાણો માટેનું સલામત સ્થળ થાય છે. આ બંદરની ઊંડી ખાડી વહાણ માટે યોગ્ય સ્થળ ગણાય છે. કીલ હૅમ્બર્ગની ઉત્તરે…

વધુ વાંચો >

કીલની નહેર

કીલની નહેર : ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રને જોડતી નહેર. ભૌગોલિક સ્થાન 53o 53’ ઉ.અ. અને 9o 08’ પૂ. રે. છે. તે 1887-1895 દરમિયાન બંધાઈ હતી. આ નહેરના બાલ્ટિક સમુદ્રના છેડે કીલ આવેલું છે, જ્યારે ઉત્તર મહાસાગર ઉપર એલ્બ નદીના મુખ ઉપર બ્રુન્સ બુટલકોર્ગ આવેલું છે. નૉર્વે અને ડેનમાર્ક વચ્ચે…

વધુ વાંચો >

કીટકનિયંત્રણ

Jan 3, 1993

કીટકનિયંત્રણ કીટકનિયંત્રણ એટલે ખેતીના પાકને અને માનવસ્વાસ્થ્યને નુકસાન કરનાર કીટકોનો નાશ કરવા તેમજ તેમને અંકુશમાં રાખવાના ઉપાયો. કીટકો એટલે પ્રાણીસૃષ્ટિના સૌથી મોટા વર્ગના પ્રાણીઓનો સમૂહ. જાતિ, સંખ્યા, અનુકૂલન તેમજ પ્રસરણની ર્દષ્ટિએ કીટકો સૌથી સફળ પ્રાણીઓ પુરવાર થયેલાં છે. પૃથ્વી પર વસતાં પ્રાણીઓમાં 65 % કીટકો હોય છે. આજે કીટકશાસ્ત્ર-નિષ્ણાતો 10,00,000થી…

વધુ વાંચો >

કીટ જ્યૉર્જ

Jan 3, 1993

કીટ, જ્યૉર્જ (જ. 17 એપ્રિલ 1901, કેન્ડી, શ્રીલંકા; અ. 31 જુલાઈ 1993, કોલમ્બો, શ્રીલંકા) : આધુનિક શ્રીલંકન ચિત્રકાર. બ્રિટિશ પિતા અને સિંહાલી માતાના સંતાન જ્યૉર્જનું બાળપણ બ્રિટનમાં વીત્યું. તરુણાવસ્થામાં તેઓ ભારત આવ્યા અને તેમને પ્રણાલીગત ભારતીય કલાના પ્રખર પુરસ્કર્તા આનંદ કુમારસ્વામીનો પરિચય થયો. પરિણામે ભારતીય વિષયોનું આલેખન કરવું તેમણે શરૂ…

વધુ વાંચો >

કીટન બસ્ટર

Jan 3, 1993

કીટન, બસ્ટર (જ. 4 ઑક્ટોબર 1895, Piqua કાન્સાસ, યુ. એસ.; અ. 1 ફેબ્રુઆરી 1966, લોસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકન હાસ્યનટ. મૂળ નામ જોસેફ ફ્રાન્સિસ કીટન. મૂક અમેરિકન ફિલ્મોના યુગના આ વિદૂષક અથાગ પરિશ્રમના પરિણામે વિશ્વભરમાં ઉચ્ચ કોટિના હાસ્યનટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા છે. તેમના ભાવવિહીન ચહેરાના કારણે…

વધુ વાંચો >

કીટાહારી વનસ્પતિ

Jan 3, 1993

કીટાહારી વનસ્પતિ પતંગિયાં, તીતીઘોડા અને ફૂદાં જેવા કીટકોને પકડી, ભક્ષણ કરીને તેમના પ્રોટીનયુક્ત દેહમાંથી રૂપાંતરિત પર્ણસપાટી વડે જરૂરી નાઇટ્રોજન, કંઈક અંશે સલ્ફર અને ફૉસ્ફરસ મેળવતી વનસ્પતિઓ. આ વનસ્પતિઓ સ્વાવલંબી છે; કારણ કે તે પ્રકાશસંશ્લેષી સાધન ધરાવે છે. તે કાદવકીચડવાળી પોચી ભૂમિમાં થાય છે. એ જમીનમાં નાઇટ્રોજનનો પુરવઠો અપૂરતો હોય છે.…

વધુ વાંચો >

કીટીન

Jan 3, 1993

કીટીન : > C = C = O સમૂહ ધરાવતો કાર્બનિક સંયોજનોનો એક વર્ગ, જેમાંનો એક CH2 = C = O કીટીન પોતે છે. તે એસેટિક એન્હાઇડ્રાઇડ અને અન્ય ઔદ્યોગિક રસાયણો બનાવવામાં ઉપયોગી છે. કીટીન અસંતૃપ્ત કીટોન સૂચવે છે. પણ ગુણધર્મો કાર્બોક્સિલિક ઍસિડ એન્હાઇડ્રાઇડને મળતા આવે છે. એસેટિક ઍસિડ અથવા…

વધુ વાંચો >

કીટો-અમ્લતા

Jan 3, 1993

કીટો-અમ્લતા (ketoacidosis) : શરીરમાં કીટોન-દ્રવ્યોનું ઉત્પાદન વધવાથી લોહીમાં અમ્લતા (acidosis) કરતો વિકાર. સામાન્ય વ્યક્તિના લોહીમાં (1.5થી 2.0/100 મિલી.) તથા પેશાબમાં કીટોન-દ્રવ્યોની ખૂબ જ ઓછી સાંદ્રતા (concentration) હોય છે. બાળકોમાં થતા ઇન્સ્યુલિન-આધારિત મધુપ્રમેહમાં ઇન્સ્યુલિનની ઊણપ સર્જાઈ હોય અથવા ચેપ લાગ્યો હોય ત્યારે, ભૂખમરો થયો હોય ત્યારે અથવા ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું ખૂબ જ…

વધુ વાંચો >

કીટ્સ જૉન

Jan 3, 1993

કીટ્સ, જૉન (જ. 31 ઑક્ટોબર 1795, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1821, રોમ) : અંગ્રેજી ઊર્મિકવિ. ઇન્દ્રિયગમ્ય તાદૃશ કલ્પનોથી ભરપૂર તેમનું કાવ્યસર્જન, રોમૅન્ટિક કવિઓમાં તેમને આગવું સ્થાન આપે છે. ‘એન્ડિમિયન’, ‘લા બેલ દેં સા મરસિ’, ‘ઓડ ઑન મેલન્ક્લી’, ‘ઓડ ટૂ અ નાઇટિંગેલ’, ‘ઓડ ઑન અ ગ્રીશિયન અર્ન’, ‘ઓડ ટૂ સાયકી’, ‘ધી…

વધુ વાંચો >

કીડામારી

Jan 3, 1993

કીડામારી :  દ્વિદળીવર્ગમાં આવેલા એરિસ્ટોલોકિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia bracteolata Lam. syn. A. bracteata Deta. (સં. ધૂમ્રપત્રા, હિં. કીડામારી; બં. તામાક; મ. ગિધાન, ગંધન, ગંધાટી; ક. કરિગિડ, કત્તગિરિ; તે ગાડિદેગાડાપારા, ત. અડુટિન્નાલાઇ; અં. બ્રેક્ટિયેટેડ બર્થવર્ટ) છે. તે એક પાતળી, ઉચ્ચાગ્રભૂશાયી (decumbent), અરોમિલ (glabrous), 30 સેમી.થી 45 સેમી.…

વધુ વાંચો >

કીડી

Jan 3, 1993

કીડી : માનવને સૌથી વધુ પરિચિત ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના ફૉર્મિસિડે કુળનો કીટક. સમૂહમાં રહેનાર આ કીટક સામાન્યપણે પોતે બનાવેલા દરમાં રહે છે, જેને કીડિયારું કહે છે. ત્યાં રહેતી કીડીઓની સંખ્યા ઓછી હોય અથવા કરોડ કરતાં પણ વધારે હોઈ શકે. કીડિયારામાં રહેતી કીડી સામાન્યપણે માદા હોય છે; રાણી અને કામદાર. સામાન્યપણે…

વધુ વાંચો >

કીમતી ખનિજો (રત્નો)

Jan 3, 1993

કીમતી ખનિજો (રત્નો) : ટકાઉપણું, સુંદરતા અને વિરલતા જેવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતાં ખનિજો. હાથીદાંત, પરવાળાં, મોતી કે અંબર જેવાં પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય દ્રવ્યો જ કીમતી હોઈ શકે એવું નથી, ખનિજ પર્યાય હેઠળ સમાવિષ્ટ થતાં હીરા, માણેક, નીલમ, પન્નું, પોખરાજ, ચંદ્રમણિ વગેરે પણ બહુમૂલ્ય હોય છે. બેશક, સુવર્ણ, ચાંદી કે પ્લૅટિનમ…

વધુ વાંચો >