૫.૦૨
કિશન મહારાજથી કીટક
કીચનર હોરેશિયો હર્બર્ટ
કીચનર, હોરેશિયો હર્બર્ટ (જ. 24 જૂન 1850, બાલી લાગફર્ડ, આયર્લૅન્ડ; અ. 5 જૂન 1916, વેસ્ટ ઑવ્ યૉર્કને, સ્કોટલૅન્ડ) : ખાર્ટુમના અમીરનો ઇલકાબ ધરાવનાર સુદાનનો વિજેતા અને પ્રતિભાવંત બ્રિટિશ સેનાપતિ. પિતા લશ્કરી અધિકારી. સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડન નજીકની ‘રૉયલ મિલિટરી એકૅડેમી’માં અભ્યાસ. 1870માં ફ્રાન્કો-પ્રુશિયન યુદ્ધમાં ફ્રાંસના પક્ષે સ્વયંસેવક તરીકે ભાગ લીધો. 1871માં…
વધુ વાંચો >કીટ-આકર્ષક ઉત્તેજનવાહકો
કીટ-આકર્ષક ઉત્તેજનવાહકો (pheromones) : પ્રાણીઓ વચ્ચે સંદેશાની આપલે માટે શરીરમાંથી વિમુક્ત કરવામાં આવતાં સંમોહકો. કીટ-આકર્ષક તરીકે જાણીતાં આ રાસાયણિક દ્રવ્યોના સ્રાવ કીટકો ઉપરાંત કૃમિ, કરોળિયા, સ્તરકવચી (crustaceous), માછલી અને સસ્તનો જેવાં પ્રાણીઓ પણ કરતાં હોય છે. તે જાતીય આકર્ષણ, ચેતવણી (alarm), રક્ષણ, પ્રદેશોનું સીમાંકન કે નિશાન જેવા વિવિધ હેતુઓ માટે…
વધુ વાંચો >કીટક
કીટક શીર્ષ, ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું શરીર, સામાન્ય રીતે પાંખની બે જોડ અને ચલનપાદોની ત્રણ જોડ ધરાવનાર સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ. પ્રાણીસૃષ્ટિમાં લગભગ 5/6 જાતનાં પ્રાણીઓ કીટકો હોય છે. હાલમાં કીટક વર્ગમાં આશરે 10,00,000 જાતના કીટકો વિજ્ઞાન-જગતમાં નોંધાયેલા છે. માનવહિત સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવતા કીટકોનો અભ્યાસ કીટકશાસ્ત્રની…
વધુ વાંચો >કિશન મહારાજ
કિશન મહારાજ (જ. 3 સપ્ટેમ્બર 1923, બનારસ; અ. 5 મે 2008, વારાણસી) : ભારતના વિખ્યાત તબલાવાદક. જન્માષ્ટમીના દિવસે જન્મ થયેલો તેથી નામ ‘કિશન’ પાડવામાં આવ્યું. પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ નાની ઉંમરમાં તેમનું અવસાન થવાથી કિશન મહારાજનો ઉછેર તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજ(1880-1969)ની નિશ્રામાં થયો હતો.…
વધુ વાંચો >કિશનલાલ
કિશનલાલ (જ. 2 ફેબ્રુઆરી 1917, મઉ, મધ્યપ્રદેશ; અ. 23 જૂન 1980, ચેન્નાઇ, તમિલનાડુ) : આંતરરાષ્ટ્રીય કક્ષાના રાઇટ વિંગર્સના સ્થાનના હૉકીના ખેલાડી અને પ્રસિદ્ધ કોચ. 1948માં લંડન ઑલિમ્પિકમાં ભારતીય ટીમને વિજેતા બનાવનાર સુકાની નિશાળમાં ફૂટબૉલ અને હૉકી બંને ખેલતા હતા. ઓરછા રાજ્ય તરફથી હૉકી, ફૂટબૉલ, ટેનિસ, સ્ક્વૉશ, ગોલ્ફ અને બિલિયર્ડ રમ્યા…
વધુ વાંચો >કિશોર કલ્પનાકાંત
કિશોર કલ્પનાકાંત (જ. 4 ઑગસ્ટ 1930, રતનગઢ, રાજસ્થાન; અ. 2 જૂન 2001, બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, પત્રકાર તથા અનુવાદક. તેમના કાવ્યસંગ્રહ ‘કૂખ પડ્યે રી પીર’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો. તેમના પિતા સંગીત, ચિત્રકલા જેવી લલિતકલાઓમાં પારંગત હતા. એ કાવ્યના સંસ્કાર તેમને તથા શૈશવથી જ સાંપડ્યા…
વધુ વાંચો >કિશોરકુમાર
કિશોરકુમાર (જ. 4 ઑગસ્ટ 1929, ખંડવા; અ. 13 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતીય ચલચિત્રના વિખ્યાત ગાયક. પ્રાથમિક શિક્ષણ ખંડવા (હાલ મધ્યપ્રદેશ) ખાતે. મહાવિદ્યાલયના શિક્ષણનાં પ્રથમ બે વર્ષ ઇન્દોર ક્રિશ્ચિયન કૉલેજમાં. પણ શિક્ષણ કરતાં ચલચિત્રક્ષેત્ર પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી 1949માં મુંબઈમાં પાર્શ્વગાયક તથા ચલચિત્રઅભિનેતા બનવાની ખ્વાહિશ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં…
વધુ વાંચો >કિસ પેહ ખોલો ગાંઠડી
કિસ પેહ ખોલો ગાંઠડી (1985) : પંજાબી સાહિત્યકાર કરતારસિંહ દુગ્ગલની આત્મકથા. પંજાબી ભાષાના ચરિત્રાત્મક સાહિત્યમાં શૈલીની દૃષ્ટિએ તે નવી જ ભાત પાડે છે. તેમાં અનિવાર્ય રીતે લેખક, તેમનાં સુખદુ:ખ, તેમની સિદ્ધિઓ, તેમની યાતનાઓ – ટૂંકમાં વ્યક્તિ અને કલાકાર તરીકે તેમના ઘડતરમાં જે જે પરિબળો, ઘટનાઓ, અનુભવો વગેરેએ ભાગ ભજવ્યો છે…
વધુ વાંચો >કિસરવી એહમદ
કિસરવી, એહમદ (જ. 29 સપ્ટેમ્બર 1890 તબરીઝ; અ. 11 માર્ચ 1946, તહેરાન) : ઈરાનના મશહૂર લેખક. તેમનું મૂળ વતન તબરીઝ હતું અને તે તહેરાનમાં સ્થાયી થયા હતા. ઈરાનમાં ‘મશરૂતિય્યત’ નામે ઓળખાતી રાજકારણ તથા સાહિત્યમાં આધુનિકીકરણની ચળવળ દરમિયાનના તે આગળ પડતા કાર્યકર હતા. તે પ્રખર ભાષાશાસ્ત્રી હતા. તેમણે પહેલ્વી અને અવેસ્તા…
વધુ વાંચો >કિસાન-આંદોલન
કિસાન-આંદોલન : જમીનના પ્રશ્નો અંગે કિસાનો દ્વારા ચાલતી ચળવળ. કિસાનોને સ્પર્શતી સમસ્યાઓમાં જમીન-મહેસૂલનું ભારણ, વસૂલાતની સખતાઈ, જંગલોની જાળવણી, વન્ય પ્રાણીઓનો ત્રાસ, જંગલ અને મહેસૂલ ખાતાના અધિકારીઓની પજવણી તથા શરાફોની શોષણનીતિ વગેરે ગણાવી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેના પર્યાય તરીકે કૃષિ-તનાવ (agrarian tension), કિસાન-ચળવળ (peasant uprising), કૃષિ-સંઘર્ષ (agrarian conflict), કિસાન-બળવો (peasant…
વધુ વાંચો >કિસાનકન્યા
કિસાનકન્યા (1937) : ભારત ખાતે સ્વતંત્ર રૂપે ફિલ્માંકન, નિર્માણ તથા સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી દેશની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિ. સર્વપ્રથમ બોલપટ ‘આલમઆરા’ના નિર્માણના યશ ઉપરાંત ભારતની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિના નિર્માણનો યશ પારસી ગુજરાતી પ્રતિભા અરદેશર ઈરાની અને તેમની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીને ફાળે જાય છે. ઈરાનીની નજર હંમેશ અમેરિકન ચલચિત્ર…
વધુ વાંચો >કિસાનગની
કિસાનગની : આફ્રિકાના પોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશના ઈશાન ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 30′ ઉ. અ. અને. 25o 12′ પૂ. રે.. તે કૉંગો નદીને કિનારે બોયોમા પ્રપાત પાસે વસેલું છે. કોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશનું બીજા ક્રમનું સૌથી મોટું આંતરિક બંદર છે. હેન્રી મોર્ટન સ્ટેનલી દ્વારા 1883માં સ્થપાયેલું આ…
વધુ વાંચો >કિસિંજર હેન્રી આલ્ફ્રેડ
કિસિંજર, હેન્રી આલ્ફ્રેડ (જ. 27 મે 1923, ફર્થ, જર્મની, ; અ. 29 નવેમ્બર 2023, કેન્ટ, કનેક્ટિકટ) : અમેરિકાના વિખ્યાત રાજનીતિજ્ઞ, પ્રથમ કક્ષાના મુત્સદ્દી, વિદેશનીતિજ્ઞ તથા અમેરિકાની પ્રમુખ નિકસન(1969)ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સલાહકાર અને ગૃહમંત્રી હતા. નાઝી શાસનના જુલમથી બચવા માટે 1938માં દેશવટો ભોગવ્યો હતો અને અમેરિકામાં કાયમી વસવાટ સ્વીકાર્યો હતો. 1943માં…
વધુ વાંચો >