૨૩.૦૨
સાન ઍન્ટોનિયોથી સાબરગામુવા (Sabargamuwa)
સાપના ભારા (1936)
સાપના ભારા (1936) : ગુજરાતના ગાંધીયુગીન મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનો પ્રથમ એકાંકીસંગ્રહ. એમાં 11 સામાજિક એકાંકીઓ છે. આ સંગ્રહ ઉમાશંકરે એમના પિતાશ્રીને અર્પણ કરેલો છે અને તેમાં પ્રારંભે રામનારાયણ વિ. પાઠકનો પરિચયલેખ છે. એ પરિચયલેખમાં રા. વિ. પાઠકે ગુજરાતનાં મર્યાદિત નાટકસાહિત્યમાં આ એકાંકીઓને વિશિષ્ટ સ્થાનના અધિકારી ગણાવ્યાં છે. આ નાટકો…
વધુ વાંચો >સાપુતારા
સાપુતારા : ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું સુવિકસિત ગિરિમથક. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે. પર આવેલું છે. તે સહ્યાદ્રિ હારમાળામાં અંદાજે 1,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે અમદાવાદથી 400 કિમી., વડોદરાથી 300 કિમી., સૂરતથી 135 કિમી. અને મુંબઈથી 255 કિમી. અંતરે આવેલું છે.…
વધુ વાંચો >સાપુતારા મ્યુઝિયમ
સાપુતારા મ્યુઝિયમ : ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને તાદૃશ કરતું સંગ્રહાલય. ગુજરાત સરકાર દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના 1970માં થઈ હતી. ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારનાં ઓજારો અહીં પ્રદર્શિત છે, જેમની કુલ સંખ્યા 420ની છે. માનવસમાજશાસ્ત્ર(Anthro-pology)ની દૃષ્ટિએ આ મ્યુઝિયમ ઘણું…
વધુ વાંચો >સાપેક્ષતા-સિદ્ધાંત
સાપેક્ષતા–સિદ્ધાંત : પ્રકાશની ગતિના સાર્વત્રિક (વૈશ્વિક) સ્વરૂપના વર્ણનને માન્ય કરતો ભૌતિકવિજ્ઞાનનો સિદ્ધાંત. પરિણામ-સ્વરૂપે આ સિદ્ધાંત અવકાશ, સમય અને અન્ય યાંત્રિક (mechanical) માપનો કરતા નિરીક્ષકની કામગીરી ઉપર આધાર રાખે છે. આ ભૌતિકવિજ્ઞાનનો વ્યાપક સિદ્ધાંત મૂળભૂત રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇને વીસમી સદીના આરંભે આપેલો. તેમાં સમય અને અવકાશનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતું વિશ્ર્લેષણ સમાવિષ્ટ…
વધુ વાંચો >સાપેક્ષીય દ્રવ્યમાન (Relativistic mass)
સાપેક્ષીય દ્રવ્યમાન (Relativistic mass) : કણ(કે પદાર્થ)ની સાપેક્ષે ગતિ કરતા અવલોકનકારે નક્કી કરેલ કણના દ્રવ્યમાન અને અવલોકનકાર સ્થિર હોય ત્યારે તે જ કણના નક્કી કરેલા દ્રવ્યમાન વચ્ચેનો સંબંધ. પ્રશિષ્ટ (classical) ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર મુજબ, ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન નિયત (અચળ) રહે છે. આથી અહીં દ્રવ્યમાન ગતિથી સ્વતંત્ર છે; પણ સાપેક્ષવાદ તદ્દન…
વધુ વાંચો >સાપોરો
સાપોરો : જાપાનના સૌથી ઉત્તર તરફના ટાપુ હોકાઈડોનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 43° 03´ ઉ. અ. અને 141° 21´ પૂ. રે.. ઓતારુ અખાત નજીકના ટાપુના પશ્ચિમ ભાગમાં તે આવેલું છે. 1871માં સાપોરો શહેર માટેની યોજના મૂકવામાં આવેલી અને પાશ્ચાત્ય શહેરો મુજબ તેનું નિર્માણ કરવામાં આવેલું. આ નગર આખા ટાપુના ઉત્પાદક…
વધુ વાંચો >સાબરકાંઠા
સાબરકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. તે 23° 03´થી 24° 30´ ઉ. અ. અને 72° 43´થી 73° 39´ પૂ. રે. વચ્ચેનો 7,390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, ઈશાન અને પૂર્વમાં રાજસ્થાનના સિરોહી, ઉદેપુર અને ડુંગરપુર-વાંસવાડા જિલ્લા; દક્ષિણમાં પંચમહાલ, ખેડા અને ગાંધીનગર જિલ્લા તથા પશ્ચિમમાં મહેસાણા…
વધુ વાંચો >સાન ઍન્ટોનિયો
સાન ઍન્ટોનિયો : યુ.એસ.માં આવેલું ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 29° 25´ ઉ. અ. અને 98° 29´ પ. રે.. ઇતિહાસના સંદર્ભમાં જોતાં, સાન ઍન્ટોનિયો સ્પેન, મેક્સિકો અને સ્વતંત્ર ટેક્સાસ પ્રજાસત્તાકની હકૂમત હેઠળ રહેલું. 1836માં અહીં લડાયેલી ઐતિહાસિક બનેલી ‘એલેમો’ની લડાઈની યાદમાં આ શહેર ‘એલેમો સિટી’ નામથી પણ જાણીતું બન્યું છે.…
વધુ વાંચો >સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ
સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ : પૃથ્વીના પોપડામાં જોવા મળતા મહત્વના સ્તરભંગો પૈકીનો એક સ્તરભંગ. યુ.એસ.ના પશ્ચિમ કાંઠે કૅલિફૉર્નિયામાંથી તે પસાર થાય છે. વાયવ્ય કૅલિફૉર્નિયાના કાંઠા નજીકથી રાજ્યની અગ્નિ-સરહદ સુધી 1,210 કિમી.થી પણ વધુ લંબાઈમાં, નજરે જોવા મળતી ફાટ રૂપે તે વિસ્તરેલો છે. સાન ફ્રાન્સિસ્કોની નજીકમાં થઈને તે દરિયા તરફ પસાર થાય…
વધુ વાંચો >સાન ઍન્ડ્રેસ પર્વતો
સાન ઍન્ડ્રેસ પર્વતો : રૉકીઝ પર્વતમાળાનો દક્ષિણ તરફના છેડાનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 33° 00´ ઉ. અ. અને 106° 40´ પ. રે.. ન્યૂ મેક્સિકો રાજ્યના દક્ષિણ ભાગમાંના સોકોરો, સિયેરા અને ડોના ઍના પરગણાંને વીંધીને તે જાય છે તેમજ રિયો ગ્રાન્ડે(નદી)ને સમાંતર દક્ષિણ તરફ 241 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલ છે. તેનું…
વધુ વાંચો >સાન કાર્લોસ (1)
સાન કાર્લોસ (1) : દક્ષિણ-પૂર્વ નિકારાગુઆના રિયો સાન જુઆન વિભાગનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 11° 15´ ઉ. અ. અને 84° 45´ પ. રે.. તે નિકારાગુઆ સરોવરના અગ્નિખૂણાના છેડા પર આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય છે. મેથી જાન્યુઆરી સુધી હવામાન ભેજવાળું રહે છે. વર્ષભર તાપમાનની સરેરાશ 21° સે. જેટલી એકધારી રહે…
વધુ વાંચો >સાન કાર્લોસ (2)
સાન કાર્લોસ (2) : વેનેઝુએલાના વાયવ્ય ભાગમાં આવેલા કૉજિડેસ (Cojedes) રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 9° 40´ ઉ. અ. અને 68° 35´ પ. રે.. તે મધ્યના ઉચ્ચપ્રદેશની તળેટી ખાતેના લાનોસ મેદાની વિસ્તાર નજીક તિરગુઆ નદીકાંઠે આવેલું છે. તેની સ્થાપના 1678માં કૅપુચિનના ધર્મપ્રસારકો દ્વારા કરવામાં આવેલી. કૉજિડેસ અને પોર્ટુગીઝનાં રાજ્યો અલગ…
વધુ વાંચો >સાન જુઆન (સાન હુઆન)
સાન જુઆન (સાન હુઆન) : નદી (1) : મધ્ય અમેરિકામાં આવેલા નિકારાગુઆ સરોવરમાંથી નીકળતી નદી. ભૌગોલિક સ્થાન : 11° 00´ ઉ. અ. અને 84° 00´ પ. રે.. તે સરોવરના અગ્નિછેડામાંથી સાન કાર્લોસ ખાતે નીકળે છે અને નિકારાગુઆકોસ્ટારિકાની સરહદ પરથી પસાર થઈને સાન જુઆન ડેલ નૉર્ટે ખાતે કૅરિબિયન સમુદ્રને મળે છે.…
વધુ વાંચો >સાન ડિયેગો
સાન ડિયેગો : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું મહાનગર. ભૌગોલિક સ્થાન : 32° 42´ ઉ. અ. અને 117° 09´ પ. રે.. તે યુ.એસ.માં આવેલાં નૌકામથક તેમજ અવકાશીયાન મથકો (aerospace centres) પૈકીનું મહત્વનું સ્થળ છે. આ મહાનગર યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની સીમા પર, દેશના નૈર્ઋત્ય ખૂણે આવેલું છે. સાન ડિયેગો દુનિયાભરમાં આવેલાં…
વધુ વાંચો >સાન પેદ્રો સુલા
સાન પેદ્રો સુલા : હૉન્ડુરાસનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 27´ ઉ. અ. અને 88° 02´ પ. રે. પર કૅમેલિકૉન નદીને કાંઠે વસેલું છે. આ શહેર કેળાં અને શેરડીના ખેતી ઉદ્યોગ માટે જાણીતું છે. તે હૉન્ડુરાસના ઉત્તર અને પશ્ચિમના અંતરિયાળ ભાગોના વેપાર માટેનું મથક છે.…
વધુ વાંચો >સાન ફ્રાન્સિસ્કો
સાન ફ્રાન્સિસ્કો : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું ખૂબ જ રમણીય શહેર તથા સંસ્કૃતિ, નાણા અને ઉદ્યોગોનું પ્રધાન મથક. ભૌગોલિક સ્થાન : તે 37° 46´ ઉ. અ. અને 122° 25´ પ. રે.ની આજુબાજુનો 215 ચો.કિમી. જળજથ્થા સહિતનો 334 ચો.કિમી. જેટલો શહેર વિસ્તાર 3287 ચો.કિમી. જેટલો મહાનગરીય વિસ્તાર અને 20,616 ચો.કિમી. જેટલો બૃહદ…
વધુ વાંચો >સાન ફ્રાન્સિસ્કોનો અખાત
સાન ફ્રાન્સિસ્કોનો અખાત : પૅસિફિક મહાસાગર કાંઠા પર યુ.એસ.ના પશ્ચિમ કૅલિફૉર્નિયાની ભૂમિને વીંધીને પથરાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : 37° 43´ ઉ. અ. અને 122° 17´ પ. રે.. પૅસિફિક મહાસાગર સાથે ગોલ્ડન ગેટ સામુદ્રધુની દ્વારા જોડાયેલો આ અખાત વાસ્તવમાં દરિયાકાંઠાને સમાંતર એક નદીખીણનો ડૂબી ગયેલો ભાગ છે. તેની ઉપરનો ગોલ્ડન ગેટ…
વધુ વાંચો >