સાન પેદ્રો સુલા : હૉન્ડુરાસનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 27´ ઉ. અ. અને 88° 02´ પ. રે. પર કૅમેલિકૉન નદીને કાંઠે વસેલું છે. આ શહેર કેળાં અને શેરડીના ખેતી ઉદ્યોગ માટે જાણીતું છે. તે હૉન્ડુરાસના ઉત્તર અને પશ્ચિમના અંતરિયાળ ભાગોના વેપાર માટેનું મથક છે. ખાંડની મિલો ઉપરાંત અન્ય ઉદ્યોગોમાં પીણાં, સાબુ, મીણબત્તી, પગરખાં અને સિગારેટ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. વસ્તી : 1994 મુજબ 3,68,500 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા