શંકુદ્રુમ (conifers)
શંકુદ્રુમ (conifers) : અનાવૃત્ત બીજધારીના કૉનિફરેલ્સ અને ટેક્સેલ્સ ગોત્રની શંકુ આકારની બહુવર્ષાયુ વૃક્ષ કે ક્ષુપસ્વરૂપ વનસ્પતિઓ. શંકુદ્રુમનું અસ્તિત્વ ઉપરિક અંગારયુગથી પ્રારંભી – મહાસરટ અને ખટીયુગમાં ઘનિષ્ઠ સ્વરૂપે વિકસી હતી; પરંતુ મધ્યકલ્પ કાળમાં તેની સંખ્યામાં ક્રમશ: ઘટાડો થવા લાગ્યો; કારણ કે આવૃત બીજધારીઓ (angiosperms) વચ્ચે તીવ્ર સંઘર્ષ થયો અને આવૃત બીજધારીઓનો…
વધુ વાંચો >શંખ-છીપલાં (Gastropoda and Bivalvia)
શંખ–છીપલાં (Gastropoda and Bivalvia) : શરીરના આવરણ તરીકે ‘પ્રાવરણ’ (mantle) નામે ઓળખાતા પટલમાં આવેલ ગ્રંથિઓના સ્રાવથી નિર્માણ થતા કૅલ્શિયમના બનેલા કવચ(shell)ને શરીરની ફરતે ધારણ કરતા મૃદુકાય (mollusa) સમુદાયનાં પ્રાણીઓ. શંખ કે શંખલાં જેવાં કવચવાળાં મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ ઉદરપદી (gastropoda) વર્ગમાં કરવામાં આવેલો છે. જ્યારે બે છીપલાં વડે બનેલ કવચથી ઢંકાયેલાં…
વધુ વાંચો >શંખજીરું (Talc, Soapstone, Steatite)
શંખજીરું (Talc, Soapstone, Steatite) : અત્યંત મૃદુ અને સુંવાળું ખનિજ. શંખજીરુંના નામ હેઠળ દળદાર, દાણાદાર, સોપસ્ટોન તથા ઘનિષ્ઠ પ્રકારના સ્ટીએટાઇટનો પણ સમાવેશ થાય છે. અત્યંત મૃદુતા, સાબુ જેવો સ્પર્શ, મૌક્તિક ચમક અને પત્રબંધી એ આ ખનિજના લાક્ષણિક ગુણધર્મો છે. રાસાયણિક બંધારણ : 3MgO્ર4SiO2્રH2O અથવા Mg3Si4O10(OH)2. સ્ફટિક-વર્ગ : મૉનોક્લિનિક (ટ્રાઇક્લિનિક પણ).…
વધુ વાંચો >શંખપુષ્પી (શંખાવલી)
શંખપુષ્પી (શંખાવલી) : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides Linn. (સં. શંખપુષ્પી, વિષ્ણુકાંતા; મ. શંખાહુલી; હિં. કૌડીઆલી, શંખાહુલી; બં. ડાનકુની; ક. કડવલમર) છે. તે એક બહુવર્ષાયુ, રોમિલ, જમીન પર પથરાતી શાખાઓવાળી કે ઉપોન્નત (suberect) શાકીય વનસ્પતિ છે. તેની શાખાઓ કાષ્ઠમય નાના મૂલવૃન્ત (rootstock) પરથી…
વધુ વાંચો >શંખવટી
શંખવટી : પેટનાં દર્દો અને ખાસ કરી પાચનનાં દર્દો માટેની ખૂબ પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : આમલીનો ક્ષાર 40 ગ્રામ, પંચલવણ [સિંધવ, સંચળ, બીડલૂણ, વરાગડું (સાંભર) મીઠું અને સમુદ્રી (ઘેસથું) મીઠું] 40 ગ્રામ લઈ એક ખરલમાં મિશ્ર કરી, તેમાં 200 ગ્રામ લીંબુનો રસ નાંખી, ઘૂંટવામાં આવે છે. પછી તેમાં 40…
વધુ વાંચો >શંખેશ્વર
શંખેશ્વર : ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મહામંત્રી સજ્જનશાહે…
વધુ વાંચો >શંબર
શંબર : રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાણીતો રાક્ષસ. (1) રામાયણ અને મહાભારતમાંથી તેની વિગતો મળે છે. તે મુજબ દક્ષિણમાં દંડકદેશની નગરી વૈજયન્તનો રાજા તિમિધ્વજ હતો. આ પ્રદેશ અત્યારનો, બિલિમોરા પાસેનો ડાંગ જિલ્લાનો વિસ્તાર છે. આ તિમિધ્વજ ‘શંબર’ તરીકે વિખ્યાત હતો. તેને સેંકડો માયાવી વિદ્યાઓનું જ્ઞાન હતું. દેવો સમૂહમાં રહે, તોપણ…
વધુ વાંચો >શંભુ મહારાજ
શંભુ મહારાજ (જ. 1904; અ. 4 નવેમ્બર 1970) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના વિખ્યાત નૃત્યકાર. પિતાનું નામ કાલકાપ્રસાદ. શંભુ મહારાજ તેમના સૌથી નાના પુત્ર હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી; પણ કાકા બિંદાદીન મહારાજ(1829-1915)નું ખૂબ હેત મળ્યું. આઠ-દસ વર્ષના થયા ત્યાં બિંદાદીન મહારાજનો પણ સ્વર્ગવાસ થયો. પણ પિતાતુલ્ય કાકાએ બાળક…
વધુ વાંચો >શાઇસ્તખાન
શાઇસ્તખાન : મુઘલ સમયમાં 1646થી 1648 અને 1652થી 1654 દરમિયાન ગુજરાતનો સૂબો. મુઘલ શહેનશાહ શાહજહાંએ ઔરંગઝેબને પરત બોલાવીને ગુજરાતની સૂબેદારી અમીર શાઇસ્તખાનને સપ્ટેમ્બર 1646માં સોંપી. તેના સમયમાં ઉત્તર ગુજરાતના કોળીઓએ ત્રાસદાયક પ્રવૃત્તિઓ શરૂ કરી. ઇડરના સરહદી ડુંગરાળ પ્રદેશમાં લૂંટારાઓનો ભય વધી ગયો. શાઇસ્તખાને માથાભારે લૂંટારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી. તેણે…
વધુ વાંચો >શાકભાજીના પાકો
શાકભાજીના પાકો : શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓના પાકો. ભારતમાં દિનપ્રતિદિન શાકભાજીની જરૂરિયાત વધતાં તેનું વાવેતર લગભગ 60 લાખ હેક્ટરમાં થવા જાય છે; જેમાંથી લગભગ 750 લાખ ટન ઉત્પાદન મળે છે. આ ઉત્પાદનમાંથી દરેક વ્યક્તિને દરરોજ 150 ગ્રામ જેટલી શાકભાજી મળી રહે છે; જ્યારે સંતુલિત આહાર માટે દરરોજ વ્યક્તિદીઠ 285…
વધુ વાંચો >શહીદ ચલચિત્ર
શહીદ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1965. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા : કેવલ કશ્યપ. દિગ્દર્શક : એસ. રામ શર્મા. કથા : બી. કે. દત્ત. સંવાદ-પટકથા : દીનદયાલ શર્મા. ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન. મુખ્ય કલાકારો : મનોજકુમાર, કામિની કૌશલ, પ્રાણ, પ્રેમ ચોપડા, નિરુપા રૉય, મદનપુરી, શૈલેશકુમાર, મનમોહન.…
વધુ વાંચો >‘શહીદ’, ચરણ સિંગ
‘શહીદ’, ચરણ સિંગ (જ. 1891; અ. 1935) : પંજાબી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. પ્રતિભાશાળી અને અતિ ધાર્મિક પિતા સૂબા સિંગના પુત્ર. તેમણે પંડિત હજારા સિંગ ગિયાની દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. મૅટ્રિક થયા પછી તેઓ અઠવાડિક ‘ખાલસા સમાચાર’માં જોડાયા, અને ભાઈ વીર સિંગના પ્રભાવ હેઠળ આવ્યા. પછી ‘વીર’ નામના સમાચારપત્રમાં…
વધુ વાંચો >શહેર
શહેર : જ્યાં મોટી સંખ્યામાં લોકોનો સમુદાય વસતો હોય એવું સ્થળ. ‘શહેર’ શબ્દનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ભાષામાં તેને માટે ઉપયોગમાં લેવાતા ‘city’ શબ્દ માટે એમ કહેવાય છે કે અંગ્રેજીભાષી લોકો ભેગા થઈને જ્યાં એકસાથે રહેતા એવા સ્થળને ‘શહેર-city’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >શહેરી આયોજન
શહેરી આયોજન : જુઓ નગર-આયોજન.
વધુ વાંચો >શહેરીકરણ (urbanisation)
શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક…
વધુ વાંચો >શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક)
શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક) : શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની વૃદ્ધિ. શહેરના ઉદભવ અને વિકાસની પ્રક્રિયા. શહેરીકરણ એ વસ્તીવૃદ્ધિની એવી પ્રક્રિયા છે જેમાં ગામડાનું શહેરમાં રૂપાંતર થાય છે અથવા ભૌગોલિક પરિબળોની અનુકૂળતાવાળા કોઈ એક મોકાના સ્થળે તેની આજુબાજુનાં ગામડાંઓની વસ્તી સ્થળાંતર કરીને વસવાટ કરે છે. ટૂંકમાં, શહેરીકરણ એ શહેરોના ઉદ્ભવ…
વધુ વાંચો >શહેરી ભૂગોળ (urban geography)
શહેરી ભૂગોળ (urban geography) : શહેરોના સંદર્ભમાં નવી નિર્માણ પામેલી ભૂગોળની વિશિષ્ટ શાખા. શહેરો (નગરો) આજે માનવીની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય બાબતોનાં કેન્દ્ર બની રહ્યાં છે. શહેરનો વિસ્તાર જેટલો વધુ એટલું તેનું આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ વધુ. શહેરનો માનવસમાજ પરનો પ્રભાવ ત્યાં વસતા નાગરિકોના જીવનધોરણ પરથી મૂલવી…
વધુ વાંચો >શંકર
શંકર (જ. 15 ઑક્ટોબર 1922, પંજાબ; અ. 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ…
વધુ વાંચો >શંકરદાસ સ્વામિગલ
શંકરદાસ સ્વામિગલ (જ. 1867; અ. 1922) : ખ્યાતનામ તમિળ નાટ્યકાર. પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે તુતિકોરિન ખાતે મીઠાના કારખાનામાં હિસાબનીશ તરીકે થોડો વખત કામ કર્યું. 24મા વર્ષે તેઓ નાટ્યક્ષેત્રે પ્રવેશ્યા. કેટલાક સમય માટે જીવન ચર્ચાસ્પદ રહ્યું, અને ભગવો પોશાક ધારણ કરીને એક સ્થળેથી બીજા સ્થળે તીર્થયાત્રા કરી. તેથી…
વધુ વાંચો >શંકરદેવ
શંકરદેવ (જ. 1449, બારડોવા, જિ. નવગામ, આસામ; અ. 1568) : 15મી 16મી સદીના પ્રથમ કક્ષાના આસામી કવિ, સંત અને કલાકાર. શિશુવયે જ માતાપિતા ગુમાવ્યાં. ગામની શાળામાં અસાધારણ પ્રતિભા દર્શાવી. શાળાનાં 5થી 6 વર્ષ પૂરાં થતાં તેઓ સંસ્કૃતના પંડિત બન્યા. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા. તેથી થોડા વખતમાં તેમનાં લગ્ન લેવડાવી…
વધુ વાંચો >