શર્મા, યાદવેન્દ્ર ‘ચન્દ્ર’
શર્મા, યાદવેન્દ્ર ‘ચન્દ્ર’ (જ. 15 ઑગસ્ટ 1932, બિકાનેર, રાજસ્થાન) : હિંદી અને રાજસ્થાની લેખક. તેમણે પંજાબમાંથી પ્રભાકર અને પ્રયાગમાંથી સાહિત્યરત્નની પદવી મેળવી હતી. તેઓ 1958-68 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમીના સભ્ય; 1983-87 સુધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના રાજસ્થાની સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા હતા. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘જમારો’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય…
વધુ વાંચો >શર્મા, રાકેશ
શર્મા, રાકેશ (જ. 1954, પતિયાળા) : ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી. વાયુસેનામાં સ્ક્વૉડ્રન લીડરના પદેથી વિવિધ સૈનિક-વિમાનોના પરીક્ષણ-ચાલક રૂપે તેઓ સેવા આપતા રહેલા. ભારતના અંતરિક્ષ વિકાસ કાર્યક્રમ હેઠળ 30 વર્ષની વયના રાકેશની પ્રથમ અંતરિક્ષયાત્રા માટે વરણી થઈ. પણ ત્યારે ભારત પોતાનું અંતરિક્ષયાન છોડવાની સ્થિતિમાં નહોતું, તેથી રશિયાના સહકારના પ્રસ્તાવનો ભારતે સ્વીકાર કર્યો.…
વધુ વાંચો >શર્મા, રાધેશ્યામ
શર્મા, રાધેશ્યામ (જ. 5 જાન્યુઆરી 1936, વાવોલ, જિ. ગાંધીનગર) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર. રૂપાલ(ઉ. ગુ.)ના વતની. ગુજરાત કૉલેજ અમદાવાદમાંથી ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે 1957માં બી.એ., સ્વતંત્ર લેખનનો વ્યવસાય. એમના પિતા સીતારામ શર્મા સુપ્રસિદ્ધ કથાકાર-કીર્તનાચાર્ય. 1958થી 1965ના ગાળામાં પિતાના પગલે અલગ અલગ સ્થળે સંગીત સમેત…
વધુ વાંચો >શર્મા, રામકરણ
શર્મા, રામકરણ (જ. 20 માર્ચ 1927, શિવપુર, જિ. સારન, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. પટના યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ.; આ ઉપરાંત ‘સાહિત્યાચાર્ય’, વ્યાકરણશાસ્ત્રી તથા વેદાંતશાસ્ત્રી. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અધ્યાપન, સંશોધન અને લેખન તેમની મુખ્ય પ્રવૃત્તિ. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘સંધ્યા’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત…
વધુ વાંચો >શર્મા, રામલાલ
શર્મા, રામલાલ (જ. 1905, ગુઢા, સ્લાથિયા ગામ, જમ્મુ; અ. ?) : ડોગરી ભાષાના લેખક. તેમની કૃતિ ‘રતુ દા આનન’ બદલ 1988નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને અપાયો હતો. 1931માં તેઓ કાશ્મીરી વનવિદ્યાના અભ્યાસક્રમમાં જોડાયા અને 35 વર્ષની લાંબી સેવા પછી 1960માં રેન્જ અધિકારી તરીકે તેઓ નિવૃત્ત થયા. ડોગરી સંસ્થા, જમ્મુમાં પણ…
વધુ વાંચો >શર્મા, રામવિલાસ
શર્મા, રામવિલાસ (જ. 10 ઑક્ટોબર 1912, ઊંચાગૉંવ–સાની, જિ. ઉન્નાવ, ઉત્તર પ્રદેશ) : હિંદીના પ્રગતિશીલ વિવેચક, ભાષાશાસ્ત્રી, કવિ અને વિચારક. તેમને તેમના ગ્રંથ ‘નિરાલા કી સાહિત્યસાધના’ (1960) માટે 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1934) અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે…
વધુ વાંચો >શર્મા, રોહિત
શર્મા, રોહિત (જ. 30 એપ્રિલ 1987, નાગપુર) : જમણા હાથે બૅટિંગ કરતા અને વર્ષ 2022થી ભારતીય ટીમના ક્રિકેટના ત્રણેય વિભાગના સુકાની. પિતાનું નામ ગુરુનાથ શર્મા. માતાનું નામ પૂર્ણિમા શર્મા. રોહિત શર્મા એક અત્યંત સાધારણ કુટુંબમાં જન્મી પિતાની મહેનતથી ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં માત્ર એક રૂમના મકાનમાં…
વધુ વાંચો >શર્મા, વેણુધર
શર્મા, વેણુધર (જ. 1894, ચેરિંગ, જિ. શિવસાગર, આસામ; અ. 1981) : આસામી ભાષાના અગ્રેસર ઇતિહાસકાર. આસામના ઇતિહાસ-પ્રસિદ્ધ સ્થળે મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ચેરિંગ એહોમ રાજ્યવંશની રાજધાનીનું ઐતિહાસિક ઘટનાઓનાં સંસ્મરણોથી ભરેલું પ્રાચીન શહેર હતું. આથી શાળાના અભ્યાસકાળથી જ તેમનામાં ઐતિહાસિક જિજ્ઞાસા જાગી ચૂકી હતી. શિવસાગરમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…
વધુ વાંચો >શર્મા, વેદાંત સત્યનારાયણ
શર્મા, વેદાંત સત્યનારાયણ (જ. 1934, કુચિપુડી ગામ, આંધ્રપ્રદેશ) : કુચિપુડી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર. પિતાનું નામ સુબ્બયા અને માતાનું નામ વેંકટરત્નમ્. સોળમી સદીમાં ભક્તકવિ સિદ્ધેન્દ્ર યોગીએ ભાગવતના પ્રસંગો પર આધારિત નાટિકાઓ રચી અને તેમને ભજવવા બ્રાહ્મણ યુવકોને તૈયાર કર્યા. તેમની પ્રસ્તુતિથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને આખું ગામ તેમને ભેટ આપ્યું…
વધુ વાંચો >શર્મા, શંકર દયાળ (ડૉ.)
શર્મા, શંકર દયાળ (ડૉ.) (જ. 19 ઑગસ્ટ 1918, ભોપાલ, મધ્યપ્રદેશ; અ. 26 ડિસેમ્બર 1999, દિલ્હી) : ભારતના 10મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997), સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી રાજકારણી. પિતા કુશીલાલ અને માતા સુભદ્રા. તેઓ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક પદવી મેળવી…
વધુ વાંચો >શર્વિલક
શર્વિલક (1957) : વિશિષ્ટ ગુજરાતી નાટક. લેખક રસિકલાલ છોટાલાલ પરીખ (1897-1982). સંસ્કૃત નાટ્યકાર શૂદ્રકના ‘મૃચ્છકટિક’ તથા તેની પહેલાંના ભાસકૃત ‘દરિદ્ર ચારુદત્ત’ને અનુસરીને લેખકે ‘શર્વિલક’ની રચના કરી છે. બંને સંસ્કૃત નાટકોના અમુક અંશોનો ખાસ કરીને શ્ર્લોકોનો સીધો અનુવાદ તેમણે કરેલો છે. તેમ છતાં આ નાટક નથી અનુવાદ કે નથી અનુકૃતિ. ‘દરિદ્ર…
વધુ વાંચો >શલ્ય અને શાલાક્યતંત્ર
શલ્ય અને શાલાક્યતંત્ર : આયુર્વેદનાં આઠ અંગોમાંનાં બે. સૃષ્ટિસર્જક બ્રહ્માએ ઉદબોધેલ આયુર્વેદવિજ્ઞાન, સ્વર્ગાધિપતિ ઇન્દ્રના સમય પછી મનુષ્યોની આયુષ્ય તથા મેધા-ગ્રહણશક્તિ ઘટવાથી 8 વિભાગોમાં વહેંચી નંખાયું હતું. જેથી વિદ્યાર્થીને જે વિષયમાં વધુ રુચિ હોય તેનો તે અભ્યાસ કરી, તેનો નિષ્ણાત બની શકે. કાશીપતિ દિવોદાસ કે જેઓ આજે વૈદ્યોમાં ભગવાન ધન્વન્તરિ રૂપે…
વધુ વાંચો >શલ્યસ્થાનાંતરતા (embolism)
શલ્યસ્થાનાંતરતા (embolism) : લોહીનો ગઠ્ઠો, હૃદયના વાલ્વ પર થતા કપાટમસા (vegetations), હવાનો પરપોટો, મેદ(ચરબી)નો ગઠ્ઠો કે અન્ય બાહ્ય પદાર્થ લોહી વાટે વહીને કોઈ નસમાં લોહીનું વહન અટકાવી દે તે સ્થિતિ. જે દ્રવ્યનું લોહી વાટે આવી રીતે સ્થાનાંતરણ થતું હોય તેને શલ્યકંદુક અથવા શલ્ય (embolus) કહે છે. જો ચેપી દ્રવ્યનું વહન…
વધુ વાંચો >શલ્યસ્થાનાંતરતા, ફેફસી
શલ્યસ્થાનાંતરતા, ફેફસી : જુઓ શલ્યસ્થાનાંતરતા.
વધુ વાંચો >શવકાઠિન્ય (rigor mortis)
શવકાઠિન્ય (rigor mortis) : મૃત્યુ પછી શરીરના સ્નાયુઓમાં આવતી કાયમી ધોરણની અક્કડતા. મૃત્યુ પછી શરીરની સ્નાયુપેશીમાં ક્રમશ: 3 તબક્કામાં ફેરફાર થાય છે : (અ) પ્રાથમિક શિથિલન, (આ) શવકાઠિન્ય (અક્કડતા) અને (ઇ) દ્વૈતીયિક શિથિલન. મૃત્યુ પછી શરીરના બધા સ્નાયુઓ શિથિલ થવા માંડે છે પરંતુ જે સ્નાયુઓ મૃત્યુ સમયે સંકોચાયેલા હોય છે…
વધુ વાંચો >શવપરીક્ષણ (postmortem examination)
શવપરીક્ષણ (postmortem examination) : મૃત્યુદેહની ઓળખ, મૃત્યુનું કારણ તથા સમય તેમજ નવજાત શિશુના કિસ્સામાં તે જન્મ સમયે સજીવ હતું કે નિર્જીવ તે નક્કી કરવાનું પરીક્ષણ. તેને અંગ્રેજીમાં autopsy અથવા necropsy પણ કહે છે. આ પરીક્ષણમાં શવનું બાહ્ય નિરીક્ષણ, તેમાં છેદ મૂકીને અંદરના અવયવોનું નિરીક્ષણ અને જરૂર પડે ત્યારે અવયવો કે…
વધુ વાંચો >શવપરીક્ષણ-અધિકારી (coroner)
શવપરીક્ષણ-અધિકારી (coroner) : અચાનક થયેલા, શંકાસ્પદ કે આક્રમક સ્થિતિમાં થયેલા મૃત્યુનું કારણ શોધવાની તપાસ કરનાર અધિકારી. ઘણા દેશોમાં હવે આ પદને સ્થાને તબીબી પરીક્ષકની નિયુક્તિ કરાય છે. આક્રમક કે શંકાસ્પદ સ્થિતિમાં થયેલા મૃત્યુના કારણની શોધ અથવા તપાસની ક્રિયાને મૃત્યુકારણશોધિની (inquest) કહે છે. તેમાં અક્ષ્યાધાર (evidence) અથવા સાબિતી આપવા માટે શવપરીક્ષણ-અધિકારી…
વધુ વાંચો >શવોત્ખનન (exhumation)
શવોત્ખનન (exhumation) : ન્યાયિક હુકમને આધારે મૃતદેહને કબરમાંથી ખોદી કાઢીને તેનું શવપરીક્ષણ (postmortem examination) કરવું તે. જોકે ભારતમાં બહુમતી સમાજ અગ્નિદાહ આપે છે માટે શવોત્ખનન ઓછા પ્રમાણમાં થાય છે. જિલ્લા-ન્યાયાધીશ કે તેની સમકક્ષ અને કાયદાથી અધિકૃત કરાયા હોય તેવા હોદ્દાની વ્યક્તિના હુકમ પછી જ આ ક્રિયા હાથ ધરાય છે. કબરમાંથી…
વધુ વાંચો >શશાંક
શશાંક (અ. ઈ.સ. 619 પછી) : બંગાળના ગૌડ પ્રદેશનો પ્રતાપી રાજા. પ્રાચીન સમયમાં ઉત્તર અને પશ્ચિમ બંગાળ ગૌડ તરીકે ઓળખાતું. ગુપ્તોના પતન બાદ, છઠ્ઠી સદીનાં છેલ્લાં વર્ષોમાં શશાંકે ગૌડ પ્રદેશમાં શક્તિશાળી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. છઠ્ઠી સદીના અંતભાગમાં ગૌડમાં શશાંકનું શાસન હોવાના પુરાવા મળ્યા છે. તેનાં કુળ, શરૂની કારકિર્દી વગેરે…
વધુ વાંચો >શશીગુપ્ત
શશીગુપ્ત : ઈ.પૂ. ચોથી સદીમાં ભારતની વાયવ્ય સરહદના એક રાજ્યનો રાજા. ભારત ઉપર મેસિડોનિયાના રાજા સિકંદરે (ઍલેક્ઝાંડર) આક્રમણ કર્યું (ઈ.પૂ. 327) ત્યારે તેણે અને તક્ષશિલાના આંભીકુમારે સિકંદરને મદદ કરી હતી. તેથી તેઓ બંને ઇતિહાસમાં પ્રથમ દેશદ્રોહીઓ તરીકે નોંધાયા છે. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >