૧૯.૨૯
વારાંગલથી વાવડિંગ
વારાંગલ
વારાંગલ : આંધ્રપ્રદેશના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 19´થી 18° 36´ ઉ. અ. અને 78° 49´થી 80° 43´ પૂ. રે. વચ્ચેનો 12,846 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કરીમનગર, પૂર્વ અને અગ્નિ તરફ ખમ્મામ, દક્ષિણમાં ખમ્મામ અને નાલગોંડા તથા…
વધુ વાંચો >વારિયર, ઉણ્ણયિ (18મી સદી)
વારિયર, ઉણ્ણયિ (18મી સદી) : મલયાળમ ભાષાના નાટ્યકાર. તેમનો જન્મ ઇરિંગલકુડા ખાતે પુરોહિત પરિવારમાં થયો હતો. તેઓ તિરુવનંતપુરમના રાજાના દરબારી કવિ હતા કે કેમ તે ચર્ચાનો વિષય છે. વળી તેઓ ‘ગિરિજા-કલાણ્યમ્’ના લેખક હતા કે કેમ તે પણ શંકાસ્પદ છે. આધ્યાત્મિક આયામોવાળા તેમના અતિ ગંભીર કાવ્યાત્મક નાટક ‘નળચરિતમ્’થી તેઓ વધુ ખ્યાતિ…
વધુ વાંચો >વારિયાર રામપુરતુ
વારિયાર, રામપુરતુ (જ. 1703, રામપુરમ્, તા. મીનાવિલ, કેરળ; અ. 1753) : મલયાળમ કવિ અને વિવેચક. તેમનું મૂળ નામ શંકરન્ હતું; પરંતુ મલયાળમમાં સાહિત્યિક ક્ષેત્રે સામાન્ય રીતે તેઓ રામપુરતુ વારિયાર તરીકે ઓળખાતા. તેઓ તેમના પિતા પાસેથી અને જાણીતા કવિ ઉણ્ણયિ વારિયાર પાસેથી સંસ્કૃત શીખ્યા. તેઓ સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ પારંગત હતા…
વધુ વાંચો >વારીઅ ભરિયો પલાંદ (1968)
વારીઅ ભરિયો પલાંદ (1968) : સિંધી ગઝલસંગ્રહ. સિંધી સાહિત્યના પ્રથમ શ્રેણીના કવિ નારાયણ શ્યામે (1922-1989) કાવ્યની બધી શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમણે દોહા-સોરઠા, ગીત, નઝમ, બેત, ચોડસી, રુબાઈ, વાઈ વગેરે કાવ્યપ્રકારો ખેડ્યા છે. જાપાની કાવ્ય ‘હાઈકુ’ને ‘તસ્વીરું’ નામે સિંધી સ્વરૂપ આપીને સિંધીમાં પ્રચલિત કર્યું. ફ્રેન્ચ Trioletના આધારે ‘તરાઇલ’ લખ્યાં.…
વધુ વાંચો >વાર્કે, પોંકુન્નમ્
વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના…
વધુ વાંચો >વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી)
વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા. 1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના…
વધુ વાંચો >વાર્ત્તિક
વાર્ત્તિક : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિનાં સૂત્રો પર મૂળ સૂત્ર જેવું જ પ્રમાણભૂત વિધાન. આચાર્ય પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમો પ્રસ્તુત કર્યા છે. એના પર કાત્યાયન વગેરેએ પાછળથી વાર્ત્તિકો લખ્યાં છે. જે નિયમ સૂત્રમાં ન કહ્યો હોય (અનુક્ત) અને પોતે ઉમેર્યો હોય તે વિધાન ‘વાર્ત્તિક’ કહેવાય. સૂત્રમાં નિયમ બરાબર ન…
વધુ વાંચો >વાર્નેર વિલિયમ લૉઇડ
વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર
વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર (જ. 27 નવેમ્બર 1801, મૉસ્કો, રશિયા; અ. 27 ઑક્ટોબર 1848, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : રશિયન લોકગીતો અને લોકસંગીતના આધારે મૌલિક સંગીતસર્જન કરનાર રશિયન સંગીતકાર અને સ્વરકાર. પિતા લશ્કરી અફસર હતા. બાળપણથી જ ઍલેક્ઝાન્ડર વાર્લામૉવનો કંઠ સુરીલો અને રણકતો હતો. તેથી તેને સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.…
વધુ વાંચો >વાર્વ (varve)
વાર્વ (varve) : હિમજન્ય સરોવરોમાં મોસમ પ્રમાણે જમાવટ પામતું પડ. હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પરિમાણવાળાં સરોવરોમાં જે નિક્ષેપ તૈયાર થાય છે તેનું દ્રવ્ય ભિન્ન ભિન્ન કણકદનું હોય છે તેમજ તેમાં મોસમ પ્રમાણે જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે. અહીં વારાફરતી આછા અને ઘેરા રંગવાળાં નિક્ષેપોનાં પડ…
વધુ વાંચો >વાલ્વ (ઇલેક્ટ્રૉનિક્સ)
વાલ્વ (ઇલેક્ટ્રૉનિક્સ) : કાચ વડે આવરિત (enclosed) કરેલી બે કે વધુ ઇલેક્ટ્રૉડવાળી પ્રયુક્તિ. તેમાં એક ઇલેક્ટ્રૉડ ઇલેક્ટ્રૉન્સનો પ્રાથમિક સ્રોત હોય છે. તેને (વાલ્વને) ઇલેક્ટ્રૉન નળી (ટ્યૂબ) પણ કહે છે. જો કાચની નળીમાં શૂન્યાવકાશ કરેલું હોય તો તેને શૂન્યાવકાશ-નળી (vaccum tube) કહે છે. સામાન્યત: ઉષ્મીય ઉત્સર્જન વડે ઇલેક્ટ્રૉન મેળવાતા હોય છે.…
વધુ વાંચો >વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves)
વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves) : હૃદયના વિકૃત વાલ્વને સ્થાને વાપરી શકાતા કૃત્રિમ વાલ્વ (કપાટ). ડી. ઈ. હાર્કન, એસ. એલ. સોરોફ, ડબ્લ્યૂ. જે. ટેલર વગેરે દ્વારા મહાધમનીય (aortic) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1960) તથા એ. સ્ટાર અને એમ. એલ. એડવર્ડ્ઝ દ્વારા દ્વિદલીય (mitral) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1961) સફળ પ્રયોગ થયો.…
વધુ વાંચો >વાલ્વ, દ્વિદલ
વાલ્વ, દ્વિદલ : જુઓ વાલ્વ હૃદયસ્થ.
વધુ વાંચો >વાલ્વ, મહાધમની
વાલ્વ, મહાધમની : જુઓ વાલ્વ હૃદયસ્થ.
વધુ વાંચો >વાલ્વ, હૃદયસ્થ (valves of the heart)
વાલ્વ, હૃદયસ્થ (valves of the heart) : લોહીનું ભ્રમણ નિશ્ચિત દિશામાં રહે તે માટે હૃદયમાં આવેલાં અને એક જ દિશામાં ખૂલે એવાં છિદ્રદ્વારો. એક દિશામાં ખૂલતા કપાટ અથવા છિદ્રદ્વારને અંગ્રેજીમાં valve કહે છે. હૃદયમાં 4 વાલ્વ છે : સારણી 1 : હૃદયના વાલ્વ નામ સ્થાન ક. કર્ણક-ક્ષેપકીય (atrioventricular) વાલ્વ…
વધુ વાંચો >વાલ્વિસ બે (Walvis Bay)
વાલ્વિસ બે (Walvis Bay) : દક્ષિણ આફ્રિકાનો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો પ્રદેશ. તે વિંધોકથી પશ્ચિમી નૈર્ઋત્ય તરફ 275 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 59´ દ. અ. અને 14° 31´ પૂ. રે.. તે દેશના બાકીના વિસ્તારના…
વધુ વાંચો >વાવ
વાવ : પગથિયાંવાળો કૂવો. વાવ માટે સંસ્કૃતમાં ‘વાપિ’ કે ‘વાપિકા’ શબ્દ છે. ગુજરાતમાં ‘વાવડી’ અને રાજસ્થાનમાં તેને ‘બાવલી’ તરીકે ઓળખવામાં આવે છે. વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં…
વધુ વાંચો >વાવડિંગ
વાવડિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિર્સિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Embelia ribes (સં., બં. વિડંગ; હિં. વાયવિડંગ; મ. ગુ. વાવડિંગ; ક. વાયુવિલંગ; તે. વાયુવિડંગમુ, અં. બેબ્રેંગ) છે. તે મધ્ય હિમાલયથી શ્રીલંકા સુધીના ભારતના 1,500 મી.ની ઊંચાઈ સુધી પહાડી પ્રદેશોમાં, સિંગાપુર અને મ્યાનમારમાં થાય છે. તે મોટું ક્ષુપ સ્વરૂપ…
વધુ વાંચો >