૧૫.૧૫
મહાકાલેશ્વરથી મહારાજ લાયબલ કેસ
મહાપાત્ર, નિત્યાનંદ
મહાપાત્ર, નિત્યાનંદ (જ. 1912) : ઊડિયા ભાષાના લેખક. તેમને વિધિસર શિક્ષણ મળ્યું ન હતું; પરંતુ વૈષ્ણવ તત્વજ્ઞાન તથા હિંદી, બંગાળી અને ઊડિયા સાહિત્યના તેઓ સારા જાણકાર હતા. 1930માં તેઓ સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયા અને ઘણી વાર જેલવાસ વેઠ્યો. 1936માં તેઓ ‘ડાગરો’ના અને 1945માં દૈનિક ‘આશા’ના તંત્રી બન્યા. રાજકારણી વિષયવસ્તુને પરંપરાગત સાહિત્યિક સ્વરૂપમાં…
વધુ વાંચો >મહાપાત્ર, નીલમણિ સાહુ
મહાપાત્ર, નીલમણિ સાહુ (જ. 1926, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘અભિશપ્ત ગન્ધર્વ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ઓરિસા ખાતેના ન્યૂ લાઇફ એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે…
વધુ વાંચો >મહાપાત્ર, લક્ષ્મીકાંત
મહાપાત્ર, લક્ષ્મીકાંત (જ. 1888, કટક; અ. 1953) : ઊડિયા ભાષાના સાહિત્યકાર. તેમણે કટકની રૅવન્શૉ કૉલેજ તથા કૉલકાતાની રિપન કૉલેજમાં અભ્યાસ કર્યો. સ્નાતક થયા બાદ તરત જ તેઓ રક્તપિત્તનો ભોગ બન્યા અને લગભગ પચાસેક વર્ષ સુધી અપંગાવસ્થાનાં કષ્ટ અને યાતના વેઠ્યાં. તેમ છતાં વાચન, લેખન અને સંગીત જેવી મુખ્ય પ્રવૃત્તિઓ તેમણે…
વધુ વાંચો >મહાપાત્ર, સીતાકાંત
મહાપાત્ર, સીતાકાંત (જ. 17 સપ્ટેમ્બર 1937, માહાંગા, ઓરિસા) : ઊડિયા કવિ. શિક્ષણ ઉત્કલ, અલ્લાહાબાદ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. નૃવંશશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ. 1961માં ભારતીય વહીવટી સેવા(આઈ.એ.એસ.)માં જોડાયા. તે પહેલાં રાજ્ય અને કેન્દ્રની યુનિવર્સિટીઓમાં બે વર્ષ માટે અધ્યાપન. ઊડિયા ભાષામાં 12 કાવ્યસંગ્રહો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તેમના કાવ્યસંગ્રહ ‘વર્ષા શકાલા’(‘અ મૉર્નિંગ ઑવ્ રેઇન’)ને ભારતીય…
વધુ વાંચો >મહાપુરાણ
મહાપુરાણ : ભારતના જૈન ધર્મનો પુરાણ-ગ્રંથ. દિગંબરોના ચારમાંના પ્રથમાનુયોગની શાખારૂપ ‘તિસમિહાપુરિસ ગુણાલંકાર’. એમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો, 9 બલદેવો અને 9 પ્રતિવાસુદેવો એ 63 મહાપુરુષોનાં ચરિતો છે. અપભ્રંશ ભાષાનું તે સુંદર મહાપુરાણ છે. માણિકચંદ દિગંબર-જૈન ગ્રન્થમાળામાં 1937, 1940 અને 1942માં ત્રણ ખંડોમાં પ્રકાશિત. સંપાદક પી. એલ. વૈદ્ય. તેમાં…
વધુ વાંચો >મહાપ્રસ્થાન (1965)
મહાપ્રસ્થાન (1965) : ઉમાશંકર જોશી (1911–1988) કૃત 7 પદ્યનાટિકાઓનો સંગ્રહ. આ કવિએ 1944માં ‘પ્રાચીના’ નામે સંવાદકાવ્યોનો એક સંગ્રહ આપ્યો હતો. ‘મહાપ્રસ્થાન’ એનો સગોત્ર ગ્રંથ છે. તે પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ‘પ્રાચીના’ને અતિક્રમી જાય છે, ખાસ તો પદ્યનાટક માટે જરૂરી નેય અને પારદર્શી ભાષા સિદ્ધ કરવામાં અને એને વહન કરી શકે…
વધુ વાંચો >મહાપ્રસ્થાનમ્ (1950)
મહાપ્રસ્થાનમ્ (1950) : તેલુગુ કાવ્ય. તેલુગુ કવિતામાં પ્રગતિવાદ અને આધુનિકતાના પ્રણેતા વિદ્રોહી કવિ શ્રી શ્રીનો કાવ્યસંગ્રહ. તેમાં 40 જેટલાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એ કાવ્યો જૂન 1933થી જૂન 1947ના ગાળામાં રચાયેલાં છે. એ કાવ્યો પુસ્તકાકારે પ્રગટ થતાં પૂર્વે જ લોકપ્રિય બની ગયાં હતાં અને લોકોએ એમને મહાકવિનું બિરુદ પણ આપ્યું…
વધુ વાંચો >મહાબતખાન (સત્તરમી સદી)
મહાબતખાન (સત્તરમી સદી) : મુઘલ સમયનો નામાંકિત અને વફાદાર સેનાપતિ; દખ્ખણનો સૂબો. ઈ. સ. 1608માં મુઘલ શહેનશાહ જહાંગીરે મેવાડના મહારાણા અમરસિંહ સામે લશ્કરનું નેતૃત્વ લેવા મહાબતખાનને પસંદ કર્યો હતો. તેના સેનાપતિપદ હેઠળ 12,000 ઘોડેસવારો, 500 આહેડીઓ, 2,000 બંદૂકધારીઓ અને હાથીઓ તથા ઊંટો પર ગોઠવેલી 80 તોપોનું લશ્કર મોકલવામાં આવ્યું હતું.…
વધુ વાંચો >મહાબલિપુરમ્ (મમલાપુરમ્)
મહાબલિપુરમ્ (મમલાપુરમ્) : ચેન્નઈથી દક્ષિણે આવેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 12o 37´ ઉ. અ. અને 80o 12´ પૂ. રે. તે દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના ચિંગલીપુટ (હવે ચેંગાઈ અન્ના) જિલ્લામાં બંગાળના ઉપસાગરનાં કિનારે આવેલું છે. અહીં આવેલું ધર્મસ્થાનક ‘મમલા’ ઉપનામથી જાણીતા 7મી સદીના હિન્દુ પલ્લવ રાજા નૃસિંહવર્મને સ્થાપેલું.…
વધુ વાંચો >મહાબળેશ્વર
મહાબળેશ્વર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગિરિમથક તથા વિહારધામ. ભૌગોલિક સ્થાન : 17o 55´ ઉ. અ. અને 73o 40´ પૂ. રે. તે સતારા જિલ્લાના વાયવ્ય ભાગમાં સહ્યાદ્રિ હારમાળાની ટેકરીઓ પર 1,438 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈએ આવેલી ટેકરીઓના ઉગ્ર ઢોળાવો ધરાવતા સમુત્પ્રપાતો પરથી કોંકણનાં મેદાનોનું રમણીય ર્દશ્ય જોવા મળે છે.…
વધુ વાંચો >મહાકાલેશ્વર
મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે…
વધુ વાંચો >મહાકાવ્ય
મહાકાવ્ય : વિશ્વસાહિત્યનો એક પ્રાચીન કાવ્યપ્રકાર. એનો ઉદગમસ્રોત કંઠ્ય પરંપરામાં ક્યાંક હોવાનું સ્વીકારાયું છે. કેટલીક પ્રજાઓ પોતાના સમયના કોઈ વીરનાયકને કેન્દ્રમાં રાખી પોતાની એષણાઓ અને આકાંક્ષાઓ, પોતાનાં જીવનમૂલ્યો અને પોતાની જીવનરીતિઓ, પોતાનાં સમસામયિક તથ્યો અને સર્વસામયિક સત્યોને અંકે કરી અનાગતને સુપરત કરવા વાઙ્મય રૂપ આપે છે. આમ, કંઠોપકંઠ ઊતરી આવેલાં…
વધુ વાંચો >મહાકોશલ
મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો.…
વધુ વાંચો >મહાકોષી ધમનીશોથ
મહાકોષી ધમનીશોથ (giant cell arteritis) : મોટી ઉંમરે એટલે કે 50 વર્ષ કે વધુ વયે શરીરની મધ્યમ કદની કે મોટી ધમનીઓમાં થતો શોથ(inflammation)નો વિકાર. તેમાં લમણામાં આવેલી ગંડકપાલીય ધમની (temporal artery), ડોકના કરોડસ્તંભના મણકામાંથી પસાર થતી મેરુસ્તંભીય ધમની (vertebral artery) તથા આંખના ભાગોને લોહી પહોંચાડતી નેત્રીય ધમની (ophthalmic artery) સૌથી…
વધુ વાંચો >મહાક્ષત્રિય
મહાક્ષત્રિય : કન્નડ ભાષાના સાહિત્યકાર દેવુડુ (નરસિંહ શાસ્ત્રી)(1896–1962)ની નવલકથા. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. નરસિંહ શાસ્ત્રી કન્નડ ભાષાના નામાંકિત નવલકથાકાર અને સાહિત્યકાર હતા. તેમના બહુવિધ શોખના વિષયોમાં સાહિત્ય, તત્વજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, લલિત કળાઓ તથા રંગભૂમિ-પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ‘મહાક્ષત્રિય’ એ તેમની નવલત્રયીમાંની એક કૃતિ છે,…
વધુ વાંચો >મહાગુજરાતનું આંદોલન
મહાગુજરાતનું આંદોલન : ગુજરાતના અલગ રાજ્યની રચના કરાવવા માટે લોકોએ કરેલું આંદોલન. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે 1920માં પ્રથમ વાર ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ કર્યો હતો. કૉંગ્રેસે નીમેલી મોતીલાલ નહેરુ સમિતિએ 1928માં આપેલા હેવાલમાં પ્રાદેશિક પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના એકમની રચના વખતે, 1948માં ગુજરાતના અલગ રાજ્યની રચના કરવાનો…
વધુ વાંચો >મહાજન, પ્રમોદ
મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર) : પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત…
વધુ વાંચો >મહાજન શક્તિદળ
મહાજન શક્તિદળ : ગુજરાતની યુવતીઓ અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પૂજ્ય મોટા તરફથી મળેલી સહાયથી 1965માં સ્થપાયેલી સંસ્થા. મહાજન શક્તિદળની પ્રવૃત્તિઓ હાથ ધરવાની જવાબદારી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને સોંપવામાં આવી છે. એટલે જ એનું મુખ્ય કાર્યાલય રાજપીપળા મુકામે રાખવામાં આવ્યું છે. ગુજરાતની બહેનો શારીરિક ઘડતરનું મહત્વ સમજે અને ઘરની ચાર…
વધુ વાંચો >મહાજલપ્રપાત
મહાજલપ્રપાત (cataract) : વિશાળ પાયા પરનો જલધોધ. જે જલધોધમાં વિપુલ જલરાશિ એકીસાથે સીધેસીધો નીચે તરફ લંબદિશામાં પડતો હોય અથવા ઊંચાણવાળા ભાગમાંથી ઊભરાઈને આવતું પાણી બધું જ એકસરખી રીતે નીચે પડતું હોય તેને મહાજલપ્રપાત કહે છે. તેનાથી નાના પાયા પરના જલધોધને નાનો ધોધ (cascade) કહે છે. તેમાં આંતરે આંતરે એક પછી…
વધુ વાંચો >મહાતરંગ
મહાતરંગ (storm surge) : ચક્રવાત (વાવાઝોડાં) જેવા સમુદ્રી તોફાન દરમિયાન પવનના જોર અને વાતાવરણના ઓછા દબાણને કારણે સમુદ્રની સામાન્ય સપાટીમાં પેદા થતો વધારો. જો આ ઘટના સમુદ્રની ભરતીના સમયે થાય તો મહાતરંગ વધારે ઊંચા અને વિનાશક થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા મોટા ચક્રવાતી તોફાન દરમિયાન વાતાવરણના ઓછા દબાણને કારણે…
વધુ વાંચો >