મહાજલપ્રપાત (cataract) : વિશાળ પાયા પરનો જલધોધ. જે જલધોધમાં વિપુલ જલરાશિ એકીસાથે સીધેસીધો નીચે તરફ લંબદિશામાં પડતો હોય અથવા ઊંચાણવાળા ભાગમાંથી ઊભરાઈને આવતું પાણી બધું જ એકસરખી રીતે નીચે પડતું હોય તેને મહાજલપ્રપાત કહે છે. તેનાથી નાના પાયા પરના જલધોધને નાનો ધોધ (cascade) કહે છે. તેમાં આંતરે આંતરે એક પછી એક શ્રેણીબદ્ધ નાના નાના જલપાત થતા હોય છે. લઘુજલ પ્રપાત (rapid) તેને કહેવાય, જેનો જલપાત લંબદિશામાં ન થતાં પ્રમાણમાં આછા ઢોળાવ પર થયા કરતો હોય.

ગિરીશભાઈ પંડ્યા