મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો. તેમની વચ્ચે થતી લડાઈમાં કેટલીક વાર કાશીનો અને કેટલીક વાર કોશલનો વિજય થતો. કોશલના રાજા મહાકોશલે કાશી પર વિજય મેળવ્યો હતો અને પોતે કાશી અને કોશલ બંને રાજ્યોનો શાસક હતો. તે પ્રસેનજિતનો પિતા હતો. મહાકોશલે તેની પુત્રી કોશલદેવીને મગધના રાજા બિંબિસાર સાથે પરણાવી હતી.

જયકુમાર ર. શુક્લ