૧૫.૧૨

મરુતોથી મલાયો-પૉલિનેશિયન ભાષાઓ

મરુતો

મરુતો : પ્રાચીન ભારતના, ઋગ્વેદમાં વર્ણવાયેલા, ઝંઝાવાતના દેવો. તેમના માટે 33 સૂક્તો રચાયાં છે. 7 સૂક્તોમાં ઇન્દ્રની સાથે અને એક એક સૂક્તમાં અગ્નિ તથા પૂષન્ની સાથે તેમનું વર્ણન જોવા મળે છે. મરુતનો એક સમૂહ છે. તેમની સંખ્યા 180 (60 × 3) કે 21 (7 × 3)ની ગણાય છે. તેઓ રુદ્રના…

વધુ વાંચો >

મરુસ્થલી

મરુસ્થલી : પ્રાચીન સમયમાં આ નામથી ઓળખાતો મારવાડનો પ્રદેશ. જુદા જુદા સ્થળે તેને માટે ‘મરુ’, ‘મરુમંડલ’, ‘મરુદેશ’ જેવા શબ્દોનો ઉપયોગ પણ થયો છે. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢના શૈલલેખમાં તેના રાજ્યવિસ્તારમાં મરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મરુમંડલ(મારવાડ)ના પલ્લી ગામનો વણિક કાકૂ વલભીમાં આવ્યાનો ઉલ્લેખ ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે.…

વધુ વાંચો >

મરૂદભિદ્ વનસ્પતિ

મરૂદભિદ્ વનસ્પતિ અભિશોષણના દર કરતાં બાષ્પોત્સર્જનનો દર ઘણો ઊંચો હોય તેવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ. તેઓ સામાન્યત: જલજ વનસ્પતિઓ કરતાં વિપરીત લક્ષણો ધરાવે છે અને અત્યંત શુષ્ક હવા, ઊંચું તાપમાન, તીવ્ર પ્રકાશ, ઓછાં વાદળો અને વધારે પવન, વધારેપડતું બાષ્પોત્સર્જન (transpiration), શુષ્ક તથા છિદ્રાળુ મૃદા (soil) અને ઓછા વરસાદવાળા પર્યાવરણમાં થાય છે.…

વધુ વાંચો >

મરે, જેમ્સ (સર)

મરે, જેમ્સ (સર) (ઑગસ્ટસ હેન્રી) (જ. 1837, ડેનહોમ, સ્કૉટલૅન્ડ; અ. 1915) : જાણીતા ભાષાવિજ્ઞાની અને કોશકાર. 1855થી ’85 દરમિયાન તેમણે ગ્રામર-સ્કૂલ-શિક્ષક તરીકે કાર્ય કર્યું. તેમણે 1873માં પ્રગટ કરેલ ‘ડાયલૅક્ટ્સ ઑવ્ ધ સધર્ન કન્ટ્રિઝ ઑવ્ સ્કૉટલૅન્ડ’થી તેમની ખ્યાતિ વ્યાપક બની. ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી’ અને પાછળથી ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’ તરીકે ઓળખાયેલ કોશનું…

વધુ વાંચો >

મરે, જૉન (સર)

મરે, જૉન (સર) (જ. 3 માર્ચ 1841, કૉબુર્ગ, ઑન્ટેરિયો; અ. 16 માર્ચ 1914) : સ્કૉટલૅન્ડના સમુદ્રવિજ્ઞાની–દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રી. તેમણે ‘રિપૉર્ટ ઑન ધ સાયન્ટિફિક રિઝલ્ટ્સ ઑવ્ ધ વૉયેજ ઑવ્ એચ. એમ. એસ. ચૅલેન્જર ડ્યુરિંગ ધ યર્સ 1872–1876’ નામના વિસ્તૃત અહેવાલનું સંપાદન કર્યું. 52 ગ્રંથોની આ મહાશ્રેણી એક સુવાંગ અને આગવા સમુદ્રવિજ્ઞાનના અભ્યાસસંચય…

વધુ વાંચો >

મરે, જૉન મિડલ્ટન

મરે, જૉન મિડલ્ટન (જ. 1889; અ. 1957) : અંગ્રેજ પત્રકાર અને વિવેચક. ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની બ્રેસેનૉઝ કૉલેજમાં પ્રાપ્ત કર્યું. કૉલેજકાળ દરમિયાન સાહિત્ય અને પત્રકારત્વ તરફની તેમની અભિરુચિ ધ્યાન ખેંચે તેવી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ ‘રિધમ’ના તંત્રીપદે નિમાયા. પાછળથી 1919થી 1921 સુધી ‘ઍથેનિયમ’નું તંત્રીપદ સંભાળ્યું. 1923માં તેવા જ સાહિત્યિક સામયિક…

વધુ વાંચો >

મરે, જ્યૉર્જ  ગિલ્બર્ટ

મરે, જ્યૉર્જ  ગિલ્બર્ટ (જ. 1866, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 1957) : ઑસ્ટ્રેલિયાના જાણીતા વિદ્વાન અને લેખક. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; 1889માં તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં જોડાયા અને 1908માં તેઓ ગ્રીક ભાષાના પ્રાધ્યાપક નિમાયા. પ્રશિષ્ટ સાહિત્યના ઇતિહાસકાર તથા ગ્રીક નાટ્યકારોની કૃતિઓના અનુવાદક તરીકેની પ્રશસ્ય અને પરિશ્રમભરી કામગીરીના પરિણામે ‘વર્તમાન સમયના સૌથી અગ્રગણ્ય…

વધુ વાંચો >

મરેઠી

મરેઠી : દ્વિદળી વર્ગમાં આવેલ ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Spilanthes oleracea Murr. syn. S. acmella var. oleracea Hook f. (સં. મરહષ્ટિકા, મહારાષ્ટ્રી; હિં. મરૈઠી; મ. મરાઠી, ગુ. મરેઠી; અં. પેરાક્રેસ, બ્રાઝિલિયન ક્રેસ) છે. તે લગભગ 30 સેમી.થી 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે, અને ઉદ્યાનોમાં કૂંડામાં…

વધુ વાંચો >

મરે, પૉલી

મરે, પૉલી (જ. 20 નવેમ્બર 1910, બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકાનાં અશ્વેત વકીલ, લેખિકા, નાગરિક હકના આંદોલનકર્તા અને મહિલા સમાન હકનાં પ્રારંભિક પુરસ્કર્તા. 1977માં તેઓ એપિસ્કોપલ પાદરી તરીકે દીક્ષાસંસ્કાર પામનારાં સર્વપ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હતાં. વૉશિંગ્ટન ડી. સી. ખાતેની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓ કાયદાનાં વિદ્યાર્થી હતાં, ત્યારે 1940ના દશકામાં નાગરિક હકો…

વધુ વાંચો >

મરો, એડ્વર્ડ આર.

મરો, એડ્વર્ડ આર. (જ. 27 એપ્રિલ 1908, પોલ ક્રિક, ન્યૂ કૅરોલિના; અ. 23 એપ્રિલ 1965) : અમેરિકાના પ્રસારણકર્તા (broadcaster). ટેલિવિઝન-પત્રકારત્વના ક્ષેત્રે તેમણે એકલે હાથે પ્રામાણિકતા તેમજ નિષ્ઠા દાખલ કરી. તેમની કારકિર્દી જવાબદારીપૂર્ણ તથા ચોકસાઈપૂર્ણ પત્રકારત્વના જીવંત નમૂનારૂપ હતી. 1930માં વૉશિંગ્ટન સ્ટેટ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેઓ નૅશનલ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ…

વધુ વાંચો >

મર્ઢેકર, બાળ સીતારામ

Jan 12, 2002

મર્ઢેકર, બાળ સીતારામ (જ. 1909, ફૈઝપુર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર; અ. 1956, દિલ્હી) : ‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. તેમની કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (1955) માટે તેમને 1956ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઇ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા. તેમાં તેમને નિષ્ફળતા મળી,…

વધુ વાંચો >

મર્ફી, વિલિયમ પૅરી

Jan 12, 2002

મર્ફી, વિલિયમ પૅરી (જ. 6 ફેબ્રુઆરી 1894, સ્ટોટન, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 1987) : લોહીમાં હીમોગ્લોબિન ઓછું હોય ત્યારે તેને પાંડુતા (anaemia) કહે છે, તે સ્થિતિમાં યકૃત (liver) વડે ચિકિત્સા કરવાની પદ્ધતિ શોધી કાઢવા માટે 1934ના નોબેલ પારિતોષિકવિજેતા. આ જ સંશોધન માટે તેમના સહવિજેતા હતા જ્યૉર્જ હૉઇટ વ્હિપલ (George Hoyt Whipple)…

વધુ વાંચો >

મર્મ-વિજ્ઞાન

Jan 12, 2002

મર્મ-વિજ્ઞાન : આયુર્વેદ અનુસાર મારી નાખે તે મર્મ. શરીરમાં કેટલાક ભાગ એવા છે, કે જેના પર વાગવાથી પાસેના બીજા ભાગ કરતાં વધુ નુકસાન થાય છે. આવા ભાગો મર્મ તરીકે ઓળખાય છે. મર્મ રચનાની ર્દષ્ટિએ, સ્થાનની ર્દષ્ટિએ, પરિણામની ર્દષ્ટિએ, પરિમાણની ર્દષ્ટિએ, એમ અનેક પ્રકારે વહેંચાયા છે; જેમ કે, રચનાની ર્દષ્ટિએ મર્મ…

વધુ વાંચો >

‘મર્યાદા’-પત્રિકા

Jan 12, 2002

‘મર્યાદા’-પત્રિકા : 20મી સદીની પહેલી પચ્ચીસીની શિર્ષસ્થ હિંદી માસિક પત્રિકા. નવેમ્બર 1910માં કૃષ્ણકાંત માલવિયે અભ્યુદય કાર્યાલય, પ્રયાગથી એને પ્રથમ પ્રકાશિત કરી. એના પ્રથમ અંકનો પ્રથમ લેખ ‘મર્યાદા’ પુરુષોત્તમદાસ ટંડને લખ્યો હતો. આ માસિક પત્રિકાને શરૂઆતથી જ હિંદીના દિગ્ગજ વિદ્વાનો, લેખકો તેમજ કવિઓનો સહકાર પ્રાપ્ત થયો. પ્રથમ અંકમાં સર્વશ્રી મૈથિલીશરણ ગુપ્ત,…

વધુ વાંચો >

મર્યાદિત ભાગીદારી

Jan 12, 2002

મર્યાદિત ભાગીદારી : એક અથવા વધુ ભાગીદારોની આર્થિક જવાબદારી–મર્યાદિત હોય તેવી ભાગીદારી. જવાબદારી પ્રમાણેની ભાગીદારી પેઢીના બે પ્રકાર છે : (1) મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી, (2) અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા એક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય અને બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે. પેઢીના વિસર્જન…

વધુ વાંચો >

મર્સર, જૉન

Jan 12, 2002

મર્સર, જૉન (જ. 21 ફેબ્રુઆરી 1791, બ્લૅક બર્ન, લૅન્કેશાયર, વાયવ્ય ઇંગ્લૅન્ડ, યુ.કે.; અ. 30 નવેમ્બર 1866) : કાપડ-છપાઈના આંગ્લ નિષ્ણાત અને સ્વયંશિક્ષણ પામેલા રસાયણવિદ. તેમણે 1850માં ‘મર્સ-રાઇઝેશન’ નામની પ્રક્રિયાની પેટન્ટ લીધી હતી; આ પ્રક્રિયાને પરિણામે સુતરાઉ કાપડના પોતમાં ઘણો ફેરફાર થઈ શક્યો; કાપડના પોતની મજબૂતી વધી તથા તેમાં રેશમ જેવી…

વધુ વાંચો >

મલકાણી, નારાયણ રતનમલ

Jan 12, 2002

મલકાણી, નારાયણ રતનમલ (જ. 1890; અ. 18 ફેબ્રુઆરી 1974, ગાંધીધામ, કંડલા) : નિષ્ઠાવાન દેશસેવક અને સિંધી ભાષાના કથા-વાર્તા સિવાયના ગદ્યસાહિત્યના લેખક. બિહારની સરકાર-માન્ય કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1915માં ગાંધીજીનું ભક્તિપૂર્ણ સ્વાગત કરવાના પરિણામે તેમને નોકરી છોડવી પડી. અસહકારના દિવસોમાં તેઓ કૃપાલાની સાથે અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠમાં…

વધુ વાંચો >

મલકાણી, મંઘારામ ઉધારામ

Jan 12, 2002

મલકાણી, મંઘારામ ઉધારામ (જ. 24 ડિસેમ્બર 1896, હૈદરાબાદ, સિંધ; અ. 1 ડિસેમ્બર 1980, મુંબઈ) : સિંધી સાહિત્યકાર. તેમના પિતા ઉધારામ જમીનદાર હતા. બચપણથી જ મંઘારામને સાહિત્ય, રંગમંચ અને રમતગમત પ્રત્યે રુચિ હતી. બી.એ. થઈને કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. 1924થી 1930 સુધી અંગ્રેજી સાહિત્યની ચુનંદી કૃતિઓના સિંધીમાં અનુવાદ કરવાની…

વધુ વાંચો >

મલખમ

Jan 12, 2002

મલખમ : કુસ્તી (મલ્લવિદ્યા) માટે શરીરને તૈયાર કરવામાં ઉપયોગી ભારતીય વ્યાયામપ્રકાર. ‘મલ્લ’ + ‘ખંભ’  એ બે શબ્દો પરથી ‘મલખમ’ શબ્દ બનેલો છે. મલખમ જમીનમાં દાટેલો લાકડાનો થાંભલો છે. તેના પર વિવિધ કસરતો કરવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતીય વ્યાયામપદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી (મલ્લવિદ્યા) પ્રચલિત છે. કુસ્તી માટે શરીરને તૈયાર કરનાર કસરત-પ્રકારોમાં…

વધુ વાંચો >

મલબાર મહાસ્તરભંગ

Jan 12, 2002

મલબાર મહાસ્તરભંગ (Great Malabar Fault) : ભારતીય દ્વીપકલ્પના આખાય પશ્ચિમ કિનારાની ધારે ધારે આવેલો સ્તરભંગ. પશ્ચિમ કિનારાથી અરબી સમુદ્રમાં ઢળેલી સપાટી સ્તરભંગ-સપાટી છે. વાસ્તવમાં કચ્છથી છેક કન્યાકુમારી સુધી એક મહાસ્તરભંગ પસાર થાય છે, આ સ્તરભંગક્રિયા માયો-પ્લાયોસીન કાળગાળામાં થયેલી. તેની અસરથી આજની કિનારારેખાથી વધુ પશ્ચિમ તરફ વિસ્તરેલો ભારતનો મોટો ભૂમિભાગ દરિયા…

વધુ વાંચો >