૧૪.૧૦

ભટ્ટ, ઉદયશંકરથી ભટ્ટિ

ભટ્ટ, ધ્રુવ

ભટ્ટ, ધ્રુવ (જ. 8 મે 1947, નિંગાળા, જિ. ભાવનગર) : નવલકથાકાર, કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓનાં અલગ અલગ ગામોમાં. એસ. વાય. બી. કોમ. સુધી અભ્યાસ (1972). પિતા પ્રબોધરાય કવિ. આથી ગળથૂથીમાંથી સાહિત્ય-સંસ્કાર. ઇજનેરી કારખાનામાંથી મૅનેજર તરીકે નિવૃત્ત. હાલ નચિકેતા ટ્રસ્ટ વતી વલસાડ જિલ્લાના ધરમપુર પાસેની કેટલીક…

વધુ વાંચો >

ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ

ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ (જ. 11 નવેમ્બર 1882, બરવાળા; અ. 31 ડિસેમ્બર 1961, સણોસરા) : પ્રયોગશીલ સમર્થ કેળવણીકાર અને સાહિત્યકાર. ભાવનગરમાંથી 1903માં મુંબઈ યુનિવર્સિટીના વેદાંત અને અંગ્રેજી સાથે બી.એ. અને 1907માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા. પછી એસ. ટી. સી. થયા. થોડો સમય ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. પછી ભાવનગર, આંબલા અને સણોસરાની શિક્ષણ-સંસ્થાઓની…

વધુ વાંચો >

ભટ્ટ, નાયક (નવમી સદી)

ભટ્ટ, નાયક (નવમી સદી) : કાશ્મીરના આલંકારિક આચાર્ય. તેઓ ઉદભટ, લોલ્લટ અને શંકુક પછી ભરતનાટ્યશાસ્ત્રના ચોથા મહાન વ્યાખ્યાકાર છે. અભિનવગુપ્ત દ્વારા જ આપણને તેમનો પરિચય પ્રાપ્ત થાય છે. ભરતના નાટ્યશાસ્ત્ર પરની ટીકા ‘અભિનવભારતી’માં 6થી વધુ વાર અભિનવગુપ્તે તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના જીવન વિશે ખાસ કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.…

વધુ વાંચો >

ભટ્ટ, નારાયણ

ભટ્ટ, નારાયણ (ઈ. સાતમી સદી) : સંસ્કૃત નાટ્યકાર. એમના નામમાં રહેલું ભટ્ટ પણ એમનું બિરુદ છે. ભટ્ટ નારાયણની ઉપલબ્ધ રચના ‘વેણી-સંહાર’ નાટકની ‘પ્રસ્તાવના’માંથી એવી વિગત મળે છે કે એમને ‘મૃગરાજલક્ષ્મા’નું બિરુદ મળેલું છે. આનો અર્થ (1) બ્રાહ્મણશ્રેષ્ઠ, (2) જટાપાઠને ધારણ કરનાર બ્રાહ્મણ, (3) કવિશ્રેષ્ઠ છે. આ બંને બિરુદો તેઓ બ્રાહ્મણ…

વધુ વાંચો >

ભટ્ટ, નિહારિકા

ભટ્ટ, નિહારિકા (જ. 10 સપ્ટેમ્બર 1929) : ગુજરાતી  તખ્તાનાં અભિનેત્રી. નિહારિકા ભટ્ટે વિખ્યાત દિગ્દર્શક ચન્દ્રવદન ભટ્ટ સાથે  1946માં ‘સાહિત્ય સંસદ’ના ઉપક્રમે ભજવાયેલા કનૈયાલાલ મુનશી લિખિત ‘છીએ તે જ ઠીક’ નાટકથી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. અલબત્ત, ત્યારે તે નિહારિકાબહેન ભટ્ટ નહિ, પણ દિવેટિયા હતાં. માતા વસુમતીબહેન અને પિતા કમલકાન્ત દિવેટિયાને ત્યાં જન્મેલાં…

વધુ વાંચો >

ભટ્ટ, પરેશ

ભટ્ટ, પરેશ (જ. જૂન 1950, જાંબાળા, જિ. જૂનાગઢ; અ. 14 જુલાઈ 1983, રાજકોટ) : ગુજરાતી સુગમ સંગીતના સમર્થ ગાયક, સ્વરકાર અને નિર્દેશક. પિતાનું નામ ચૂનીલાલ, જેઓ શિક્ષણાધિકારી તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કમલાબહેન, પત્નીનું નામ નીતાબહેન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. બાળમંદિરમાં ભણતા ત્યારે વિશ્વનાથ વ્યાસ પાસેથી ગીતો ગાવાનું શીખ્યા. આકાશવાણી રાજકોટના…

વધુ વાંચો >

ભટ્ટ, પ્રેમશંકર હ.

ભટ્ટ, પ્રેમશંકર હ. (જ. 30 ઑગસ્ટ 1914; અ. 30 જુલાઈ 1976, અમદાવાદ) : ગુજરાતી કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના તેઓ વતની હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય…

વધુ વાંચો >

ભટ્ટ, બળવંત

ભટ્ટ, બળવંત (જ. 11 ફેબ્રુઆરી 1908; અ. 5 સપ્ટેમ્બર 1988) : ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ તસ્વીરકાર. મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચની 1930માં ઝડપેલી તસવીર બાદ તેઓ બહોળી પ્રસિદ્ધિ પામ્યા. કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે છબીકલા અંગેનું ખૂબ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમના પિતા જીવણરામ ભટ્ટ અમદાવાદના સુપ્રસિદ્ધ વકીલ હતા. બળવંત ભટ્ટ ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના…

વધુ વાંચો >

ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય

ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય (જ. 23 સપ્ટેમ્બર 1921, ભાવનગર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર. તેમનું ઉપનામ ‘ભાવરંગ’. મુંબઈની ‘ધ વિક્ટૉરિયા મ્યૂઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ (1941). સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં સંગીતનો ડૉક્ટર ઇન મ્યૂઝિક (D.MUS) કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી (1950). તેમણે શાસ્ત્રીય સંગીતની…

વધુ વાંચો >

ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ

ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ (જ. 18 સપ્ટેમ્બર 1954, જોધપુર, રાજસ્થાન) : આધુનિક ગુજરાતી સાહિત્યનાં તેજસ્વી લેખિકા. શૈશવથી જ કંઈક ચીલો ચાતરવાની વૃત્તિ. ઘરમાં બધાં ગુજરાતી બોલે ત્યારે એ મારવાડીમાં બોલે ! પાછળથી લીંબડીઅમદાવાદમાં એમનો પરિવાર સ્થિર થયો. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. તથા હિન્દી સાથે એમ. એ., ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ કથ્ય ઔર…

વધુ વાંચો >

ભટ્ટ, ઉદયશંકર

Jan 10, 2001

ભટ્ટ, ઉદયશંકર (જ. 1898, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1969) : હિન્દી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પૂર્વજો સિંહપુર(ગુજરાત)ના હતા અને ઇન્દોરનરેશના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામી બુલંદ શહેરના કર્ણદાસ ગામમાં વસ્યા હતા. પિતા ફતેહશંકર પાસે અંગ્રેજી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વાતચીત પણ અનુષ્ટુપ, કવિત અને સવૈયા છંદમાં સંસ્કૃત તથા ક્યારેક વ્રજભાષામાં થતી…

વધુ વાંચો >

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ

Jan 10, 2001

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં…

વધુ વાંચો >

ભટ્ટ, ઊર્મિલા

Jan 10, 2001

ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…

વધુ વાંચો >

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી

Jan 10, 2001

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી (જ. 22 ઑગસ્ટ 1873, સારસા; અ. 2 ઑક્ટોબર 1943, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક અને રોજનીશીલેખક. સાહિત્ય અને સંસ્કારના વત્સલવાહક કરુણાશંકર ભટ્ટે પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનાં પણ જીવન સંસ્કાર્યાં હતાં. 22 વર્ષની વયે પિતા કુબેરજીનું અવસાન. વિદ્યાપ્રેમી માતા દિવાળીબા અને મામા કેશવરામ દ્વારા કરુણાશંકરનું ઘડતર.…

વધુ વાંચો >

ભટ્ટ, કૃષ્ણલાલ

Jan 10, 2001

ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…

વધુ વાંચો >

ભટ્ટ, ગણપતરામ રાજારામ

Jan 10, 2001

ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના…

વધુ વાંચો >

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર

Jan 10, 2001

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા…

વધુ વાંચો >

ભટ્ટ, ગિરીશ

Jan 10, 2001

ભટ્ટ, ગિરીશ (જ. 1931, કુન્ઢેલા) : ગુજરાતના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1957માં ‘ડિપ્લોમા ઇન સ્કલ્પ્ટર’ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસનાં છેલ્લાં 2 વર્ષ (1955થી 1957) દરમિયાન તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી. મુંબઈમાં 1965, ’67, ’72 અને ’74માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. તેમને 1955માં નૅટ ઍવૉર્ડ…

વધુ વાંચો >

ભટ્ટ, ગુણવંતરાય

Jan 10, 2001

ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…

વધુ વાંચો >

ભટ્ટ, ગોકુળભાઈ

Jan 10, 2001

ભટ્ટ, ગોકુળભાઈ (જ. ફેબ્રુઆરી 1898, હાથલ, જિ. સિરોહી, રાજસ્થાન; અ. ) : સ્વાતંત્ર્યસેનાની, રાજસ્થાન લોકપરિષદના નેતા, સિરોહી રાજવાડાના મુખ્યમંત્રી. તેમના પિતા દોલતરામ વેપારી અને ખેડૂત હતા. પછી તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા. ગોકુળભાઈ 1920માં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટરમીડિયૅટમાં ભણતા હતા ત્યારે અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અભ્યાસ છોડી દીધો. તેઓ…

વધુ વાંચો >