૧૦.૧૮

નિષધથી નીલગિરિ

નિષધ

નિષધ : એક પ્રાચીન જનપદ. નિષધ એ દેશનું નામ છે. મધ્યદેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો. એની દક્ષિણમાં નિષધ દેશ આવેલો હતો. નિષધના રાજાઓ શક્તિશાળી અને મહાબળવાન હતા. શતપથ બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ નિષધનો રાજા નલ હતો. મહાભારતના વનપર્વ તથા પુરાણોમાં તેના ઉલ્લેખો મળે છે. ‘ભગવદ્ગોમંડલ’ પ્રમાણે નિષધ એ ચંબલ નદીની પૂર્વે આવેલો…

વધુ વાંચો >

નિષાદ પ્રજા

નિષાદ પ્રજા (આદિ આગ્નેય કે પ્રોટૉ-ઓસ્ટ્રૉલોઇડ) : નિષાદ લોકો પૂર્વ પાષાણયુગના અંતમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વદેશોમાંથી આશરે દશથી આઠ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આવ્યા હતા. ઘેરા ભૂરા રંગના, લાંબા માથાવાળા, પહોળા અને ચપટા નાકવાળા, ગૂંચળિયા વાળવાળા અને વળેલા હોઠવાળા આ લોકો કાશ્મીર, ગંગા-યમુનાની અંતર્વેદી, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ફેલાયેલા…

વધુ વાંચો >

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી (જ. 1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અ. 1848, ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ.  પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ…

વધુ વાંચો >

નિષ્પંદ નાડીરોગ (pulseless disease)

નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે…

વધુ વાંચો >

નિસર્ગચિત્ર

નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે,…

વધુ વાંચો >

નિસર્ગવાદીઓ (physiocrats)

નિસર્ગવાદીઓ (physiocrats) : અઢારમી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત થયેલી આર્થિક વિચારધારાના પ્રણેતાઓ તથા સમર્થકોનો સમૂહ. તેમની વિચારસરણીને નિસર્ગવાદ (physiocracy) તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં નિરંકુશ રાજાશાહીના કાળમાં વિકસેલા ‘વ્યાપારી મૂડીવાદ’(commercial capitalism)ને વૈચારિક સમર્થન આપતી વાણિજ્યવાદ(mercantalism)ની વિચારસરણીની પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો ઉદય થયો હતો. ફ્રૅન્કો ક્વીને આ વિચારસરણીના પ્રણેતા ગણાય છે. નિસર્ગવાદીઓના મત…

વધુ વાંચો >

નિસર્ગોપચાર

નિસર્ગોપચાર : કુદરતી સારવારની ઉપચારપદ્ધતિ. તેમાં તનમનના સ્વાસ્થ્યની જાળવણી અને પુન:પ્રાપ્તિ માટે હાનિકારક ઔષધોના બદલે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતા આહારવિહાર અને સરળ ઉપચારો ઉપર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચારનો આધાર આવી સમજણ ઉપર છે : (ક) જીવ પ્રકૃતિનો અંશ છે અને પ્રકૃતિના નિયમો અનુસાર જ જીવન સંભવિત છે. (ખ) સ્વાસ્થ્ય…

વધુ વાંચો >

નિસાર, મહંમદ

નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી…

વધુ વાંચો >

નિસાર હુસૈન ખાન

નિસાર હુસૈન ખાન (જ. 1909, બદાયૂં-ઉત્તરપ્રદેશ; અ. 1992, કૉલકાતા) : રામપુર ઘરાણાના એક અગ્રણી ગાયક. પાંચ વર્ષની વયથી પ્રારંભિક શિક્ષા તેમના પિતા ફિદાહુસૈન પાસેથી શરૂ કરી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ હૈદર ખાન પાસેથી કંઠ્ય સંગીતમાં મુખ્યત્વે કરીને ખ્યાલ-તરાના-ગાયકીની તાલીમ લીધી. તરાના-ગાયકીમાં તેઓ ઘણા સમય સુધી મોખરે રહ્યા. વડોદરા રાજ્યમાં તેઓ એક…

વધુ વાંચો >

નિસ્યંદન (distillation)

નિસ્યંદન (distillation) : પ્રવાહીને ઉકાળી, બાષ્પમાં ફેરવી, એ વરાળને ઠારી પ્રવાહી રૂપે એકઠી કરવાની વિધિ. એ રીતે ઠરેલી વરાળને નિસ્યંદિત (distillate) કહે છે. નિસ્યંદન અથવા આસવનનો મુખ્ય હેતુ બાષ્પશીલ ઘટકોને અબાષ્પશીલ (nonvolatile) પદાર્થોથી અથવા બાષ્પશીલ ઘટકોના મિશ્રણમાંથી અલગ કરવાનો છે. જો મિશ્રણમાં બે ઘટકો હોય તો તેવા નિસ્યંદનને દ્વિઅંગી (binary)…

વધુ વાંચો >

નીમ દે પત્તે

Jan 18, 1998

નીમ દે પત્તે (1968) : પંજાબી લેખક શ્રવણકુમાર શર્માનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓથી પંજાબી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ થયો. એ વાર્તાઓ મોટેભાગે મનોવૈજ્ઞાનિક છે અને એમાં આંતરચેતનાપ્રવાહની શૈલીનો પંજાબી વાર્તામાં પ્રથમ વાર ઉપયોગ થયો છે. એ ઉપરાંત અસ્તિત્વવાદ તથા અતિવાસ્તવવાદ, તેમજ ફ્રૉઇડનો પ્રભાવ પણ પ્રથમ વાર આ વાર્તાઓમાં દૃષ્ટિએ પડે છે; જેમ…

વધુ વાંચો >

નીમા યુશીજ

Jan 18, 1998

નીમા યુશીજ (જ. 12 નવેમ્બર 1896, ઈરાન; અ. 3 જાન્યુઆરી 1960, તેહરાન) : આધુનિક ફારસી કવિતામાં નવી વિચારસરણી દાખલ કરનાર કવિ. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને ઉચ્ચ શિક્ષણ તેહરાનની સેંટ લૂઈ શાળામાં. તે ફ્રેંચ ભાષા-સાહિત્યથી સારી પેઠે વાકેફ હતા. તેહરાનમાં નિઝામ વફા નામના શિક્ષકે તેમને કવિતા લખવાની પ્રેરણા અને પ્રોત્સાહન…

વધુ વાંચો >

નીમ્ફીએસી

Jan 18, 1998

નીમ્ફીએસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક કુળ. નીમ્ફીઆ પ્રજાતિ ઉપરથી આ કુળનું નામકરણ કરવામાં આવ્યું છે. ‘નીમ્ફસ’ લૅટિન ભાષાનો શબ્દ છે. યુરોપમાં પ્રવર્તતી માન્યતા પ્રમાણે, પર્વત, કંદરા, પાણીનાં તળાવો, વન-વગડામાં વિહરતી સુંદર કન્યાને નીમ્ફ્સ કહેવામાં આવે છે. આવી સુંદરી જેવાં મનોહર પુષ્પ ધરાવતી વનસ્પતિ – નીમ્ફીઆ…

વધુ વાંચો >

નીમ્ફોઇડીસ

Jan 18, 1998

નીમ્ફોઇડીસ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની નાનકડી પ્રજાતિ. તે તરતી કે ભૂપ્રસારી (creeping), જલજ શાકીય 20 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિશ્વના ઉષ્ણ, ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ થયેલું છે. આ પ્રજાતિને લીમ્નેથીમમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તેની 5 જાતિઓ નોંધાઈ છે. તે પૈકી ગુજરાતમાં…

વધુ વાંચો >

નીરમ (Ballast)

Jan 18, 1998

નીરમ (Ballast) : માલવાહક નૌકામાં વ્યાપારી માલ ઉપલબ્ધ ન હોય ત્યારે, સમુદ્રમાં પ્રવાસ કરતી વખતે વહાણને સ્થિર રાખવા માટે ભરવામાં આવતો માલ. સમુદ્રમાં સફર કરતી નૌકા પર સમુદ્રનાં મોજાંનું તથા પવનનું જોર લાગે છે. આની અસરથી ગતિમાન નૌકા હાલક-ડોલક થાય છે. જ્યારે નૌકા ખાલી હોય કે એમાં ઘણું ઓછું વજન…

વધુ વાંચો >

નીલકંઠ

Jan 18, 1998

નીલકંઠ (ઈ. સ. 1431) : પ્રસિદ્ધ ભારતીય જ્યોતિષી. પત્ની ચંદ્રિકા. વિદર્ભપ્રદેશના ગોદાથડના ધર્મપુરીના મૂળ રહેવાસી. તેમનું ગોત્ર ગાર્ગ્ય હતું. તેમના પિતા અનંત કાશીનિવાસી થયા ત્યારથી આ કુટુંબ કાશીનિવાસી થયું. આ વંશની પાંચ પેઢી સુધી બધા જ મુખ્ય પુરુષો વંશપરંપરાગત જ્યોતિષશાસ્ત્રવિશારદ થયા હતા. તેમના પૂર્વજ ચિંતામણિ પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમના પુત્ર…

વધુ વાંચો >

નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક)

Jan 18, 1998

નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક) : ઉત્તર ગુજરાતમાં ઊંઝાથી 10 કિમી. દૂર આવેલ સૂણક ગામમાં આવેલું અગિયારમી સદીનું સોલંકીકાલીન શિવમંદિર. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ, મંડપ અને તેની આગળના ભાગમાં આવેલી શૃંગારચોકી એમ ત્રણ ભાગો છે. આખું મંદિર લંબચોરસ આકારનું છે. તેની પીઠના કુંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષોની…

વધુ વાંચો >

નીલકંઠ, મહીપતરામ રૂપરામ

Jan 18, 1998

નીલકંઠ, મહીપતરામ રૂપરામ (જ. 3 ડિસેમ્બર 1829, સૂરત; અ. 3 સપ્ટેમ્બર 1891) : ગુજરાતના લેખક તથા સમાજસુધારક. તેઓ પરદેશગમન કરનાર સૌપ્રથમ ગુજરાતી વડનગરા નાગર ગૃહસ્થ હતા. પ્રાર્થનાસમાજના ઉત્કર્ષમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તે ભોળાનાથના ઉત્તરાધિકારી અને પ્રાર્થનાસમાજના પ્રમુખ પણ હતા. તેમણે ‘બુદ્ધિવર્ધક સભા’ તથા ‘જ્ઞાનપ્રસારક’ જેવી સંસ્થાઓમાં રસ લીધો હતો.…

વધુ વાંચો >

નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ

Jan 18, 1998

નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ (જ. 13 માર્ચ 1868, અમદાવાદ; અ. 6 માર્ચ 1928, અમદાવાદ) : એક પ્રતિભાશાળી ગુજરાતી સર્જક. માતા પાર્વતીકુંવર. માતાપિતાના તેઓ ત્રીજા અને સૌથી નાના પુત્ર. સુધારક અને કેળવણીકાર પિતા મહીપતરામ નીલકંઠના સમાજસુધારો, સાહિત્યપ્રીતિ, પ્રાર્થનાસમાજી ધર્મભાવના અને કેળવણીના સંસ્કારો એમને નાનપણથી જ વારસામાં મળ્યા હતા. રમણભાઈનો પ્રાથમિક ઉછેર…

વધુ વાંચો >

નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ

Jan 18, 1998

નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ (જ. 1 જૂન 1876, અમદાવાદ; અ. 7 ડિસેમ્બર 1958) : ગુજરાતી લેખિકા. ‘એક અમદાવાદી સુરતી’, ‘ઓશિંગણ’, ‘કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા’, ‘નચિન્ત’ વગેરે તખલ્લુસો તેમણે રાખ્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કૉલેજમાં લઈ 1891માં મૅટ્રિક થયાં. 1901માં લૉજિક અને મૉરલ…

વધુ વાંચો >