૧૦.૧૦

નાણાવાદથી નામ્બુ, યોઇચિરો (Nambu, Yoichiro)

નાન્કિંગ

નાન્કિંગ : ચીનનું જૂનું પાટનગર. પૂર્વ ચીની સમુદ્રથી પશ્ચિમે આશરે 320 કિમી. અંતરે મધ્ય-પૂર્વ ચીનના ભૂમિભાગમાં યાંગત્ઝે નદીના દક્ષિણ કાંઠે આવેલું ચીનનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. કિઆન્ગશુ પ્રાંતનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 32° 03´ ઉ. અ. અને 118° 47 ´ પૂ. રે. તે નાન્ચિંગ કે નાન્જિંગ નામથી પણ…

વધુ વાંચો >

નાન્દી

નાન્દી : દેવની સ્તુતિ દ્વારા નાટ્યપ્રયોગ કરતાં પહેલાં પ્રેક્ષકો માટે આશીર્વાદ માગતો શ્લોક. નાટકની નિર્વિઘ્ન રજૂઆત અને સમાપ્તિ થાય એ માટે દેવોના આશીર્વાદ પામવા નાટકના આરંભ પહેલાં માંગલિક વિધિ કરવામાં આવતો. ભરતે તેને પૂર્વરંગ એવી સંજ્ઞા આપી છે. આ પૂર્વરંગનાં પ્રત્યાહાર, અવતરણ વગેરે 22 અંગો છે. નાન્દી તેમાં અંતિમ અંગ…

વધુ વાંચો >

નાન્દીકાર

નાન્દીકાર (સ્થા. 1960) : બંગાળની પ્રયોગશીલ થિયેટર નાટ્યમંડળી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન(ઇપ્ટા)માંથી છૂટા થઈ નટ-નાટ્યકાર અજિતેશ બંદ્યોપાધ્યાયે ‘નાન્દીકાર’ નામે નટમંડળી એકત્ર કરી અને 1961માં (નટ-દિગ્દર્શક રુદ્રપ્રસાદ સેનગુપ્તાના સહકારથી) ઇટાલીના નાટ્યકાર પિરાન્દેલોના નાટકનું રૂપાંતર ‘નાટ્યકારેર સંધાને છટી ચરિત્ર’ પ્રસ્તુત કર્યું, ત્યારથી એ બંનેએ યુરોપની પ્રશિષ્ટ નાટ્યકૃતિઓ રજૂ કર્યા કરી, જેમાં ચેખૉવનું…

વધુ વાંચો >

નાન્દી, પ્રીતીશ

નાન્દી, પ્રીતીશ (જ. 15 જાન્યુઆરી 1951, ભાગલપુર, બિહાર) : ભારતીય લેખક અને પત્રકાર. અભ્યાસ પૂરો કરી લેખન, છબીકલા, આલેખન, સંપાદન – એમ વિવિધ ક્ષેત્રે પ્રતિભા બતાવી. છેલ્લે ટીવી પ્રસારણક્ષેત્રે પણ પ્રદાન કર્યું. અંગ્રેજી ભાષામાં કાવ્ય, છબીકલા, નાટક, અનુવાદ વગેરેનાં તેમનાં ચાલીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ‘લવસાગ સ્ટ્રીટ’, ‘ધ નોવ્હેર…

વધુ વાંચો >

નાન્દી, મતિ

નાન્દી, મતિ (જ. 10 જુલાઈ 1931, કૉલકાતા; અ. 3 જાન્યુઆરી 2010) : જાણીતા બંગાળી નવલકથાકાર. તેમને તેમની ચિંતનાત્મક નવલકથા ‘સાદા ખામ’ માટે 1991ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે તત્કાલીન કૉલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં બી. એ. (ઑનર્સ) તેમજ એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. તેઓ બંગાળી અને અંગ્રેજી એ બંને ભાષાઓના…

વધુ વાંચો >

નાન્સી રેડિયો

નાન્સી રેડિયો : જુઓ, પૅરિસ વેધશાળા, ફ્રાન્સ

વધુ વાંચો >

નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ

નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ : 1938નું નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર સંસ્થા. સ્થાપના 1930. નોબેલ કમિટીના તે વખતના પ્રમુખના મત મુજબ આ સંસ્થાએ વિશ્વના હજારો બેસહાય નિર્વાસિતોને શાંતિનો સંદેશો પહોંચાડવાનું જ માત્ર કાર્ય કર્યું નથી, પણ તે ઉપરાંત વિશ્વના પ્રત્યેક માનવીને પણ તેણે આ સંદેશો પહોંચાડ્યો છે. પોતાના દેશના…

વધુ વાંચો >

નાન્સેન, ફ્રિટ્યૉફ

નાન્સેન, ફ્રિટ્યૉફ (જ. 10 ઑક્ટોબર 1861, ઑસ્લો, નૉર્વે; અ. 13 મે 1930) : માનવતાવાદી સમુદ્રવિજ્ઞાની રાજપુરુષ. 1922ના નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતા. તેમના આર્ક્ટિક પ્રદેશના અભ્યાસપ્રવાસ વડે તેમણે સમુદ્રવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલી. યુદ્ધની ક્રૂર અને ભયજનક યાતનાઓ સહન કરી રહેલ યુદ્ધકેદીઓ, યુદ્ધના નિર્વાસિત વિસ્થાપિતો તથા દુષ્કાળપીડિતોને ઉગારવા માટે તેમણે અથાગ…

વધુ વાંચો >

નાપામ

નાપામ : ઓલીક, નેપ્થેનિક તથા નાળિયેરીમાંથી નીકળતા ચરબીજ ઍસિડોના મિશ્રણનું ઍલ્યુમિનિયમ લવણ. નાપામ દાણાદાર પાઉડર હોય છે. ગૅસોલીન સાથે ભેળવીને તેનો ચીકણો ઘટરસ (જેલ, gel) બનાવાય છે, જે –40° થી + 100° સે. સુધી સ્થાયી છે. તે સળગી ઊઠે તેવું દ્રવ્ય હોવાથી આગને ઝડપી લે છે. આથી તે જ્વલનકારક કે…

વધુ વાંચો >

નામ (સંજ્ઞા)

નામ (સંજ્ઞા) : સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પદના ચાર પ્રકારોમાંનો એક. ઋક્પ્રાતિશાખ્ય અને યાસ્કના મતે જે પદ સત્વ એટલે વસ્તુ કે દ્રવ્યનો અર્થ મુખ્યત્વે બતાવતું હોય તેને નામ કહેવાય. પાણિનિને મતે વિભક્તિના પ્રત્યયો જેને અંતે હોય તે सुबन्त પદો નામ કહેવાય. ભોજ પોતાના ‘શૃંગારપ્રકાશ’માં સત્વભૂત અર્થના અભિધાયકને નામ કહે છે અને…

વધુ વાંચો >

નાણાવાદ

Jan 10, 1998

નાણાવાદ : સમગ્રલક્ષી આર્થિક સિદ્ધાંત અને નીતિ અંગેનો એક પ્રભાવશાળી નીવડેલો અભિગમ. આ અભિગમમાં નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરતા મુખ્ય પરિબળ તરીકે નાણાંના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં માટેની માંગ સ્થિર રહે છે એ તેનું પાયાનું અનુભવમૂલક પ્રતિપાદન છે. ભૂમિકા : મૂડીવાદી દેશોમાં પ્રવર્તતી આર્થિક અસ્થિરતા માટે…

વધુ વાંચો >

નાણાવિભ્રમ

Jan 10, 1998

નાણાવિભ્રમ : વ્યક્તિ વિવિધ આર્થિક પરિમાણોનાં નાણાકીય મૂલ્યોને નજર સમક્ષ રાખે અને વધેલા ભાવો પ્રમાણે તેમનાં વાસ્તવિક મૂલ્યોને ધ્યાનમાં ન લે તો તે નાણાવિભ્રમથી પીડાય છે એમ કહેવાય. દા. ત. સીંગતેલની કિંમત 1961માં એક કિગ્રા.ના રૂ. 2 હતી અને 1996માં તે રૂ. 40 હતી એ હકીકતને વ્યક્તિ ધ્યાનમાં લે, પરંતુ…

વધુ વાંચો >

નાણું

Jan 10, 1998

નાણું : વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય રીતે સ્વીકારાતી  અસ્કામત. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં જે અસ્કામત લોકો સામાન્ય રીતે સ્વીકારતા હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલાં ચીજવસ્તુઓનો વિનિમય સાટાપદ્ધતિથી કરવામાં આવતો હતો, એટલે કે વસ્તુની સામે…

વધુ વાંચો >

નાતાલ

Jan 10, 1998

નાતાલ : ક્વાઝુલુ નાતાલ તરીકે ઓળખાતો દક્ષિણ આફ્રિકાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 20’થી 31° 05’ દ. અ. અને 28° 40’થી 32° 50’ પૂ. રે. વચ્ચે આવેલો છે. દક્ષિણ આફ્રિકા દેશના ચાર પ્રાંતો પૈકી તે સૌથી નાનો છે, જે દેશના કુલ વિસ્તારનો માત્ર આઠ ટકા ભાગ ધરાવે છે.…

વધુ વાંચો >

નાથદ્વારા

Jan 10, 1998

નાથદ્વારા : રાજસ્થાન(મેવાડ વિભાગ)ના ઉદયપુર જિલ્લામાં આવેલું હિન્દુ વૈષ્ણવ સંપ્રદાયનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 24° 56´ ઉ. અ. અને 73° 49´ પૂ. રે.. તે ઉદયપુરથી લગભગ 48 કિમી. અને એકલિંગજીથી 28 કિમી. દૂર આવેલું છે. ઉદયપુરથી નાથદ્વારા જવાનો સડકમાર્ગ પહાડી વળાંકોવાળો અને પ્રકૃતિસૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ વલ્લભ સંપ્રદાયના…

વધુ વાંચો >

નાથ સંપ્રદાય

Jan 10, 1998

નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે…

વધુ વાંચો >

નાદ (ધ્વનિશાસ્ત્ર)

Jan 10, 1998

નાદ (ધ્વનિશાસ્ત્ર) બ્રહ્માંડની પાર્થિવ ગતિશક્તિ અને તેમાં સમાયેલ તરંગસૃષ્ટિના અનંત લયમાં રહેલું વ્યાપક તત્વ. તેના સંદર્ભમાં પ્રાચીન તત્વજ્ઞોએ ‘નાદ-બ્રહ્મ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. શાસ્ત્રકારોએ એમ પણ માન્યું છે કે નિર્ગુણ બ્રહ્મનું સગુણ રૂપ તે નાદ-બ્રહ્મ છે. વિશ્વના આ નાદની અભિવ્યક્તિના ઊગમસ્થાનને નાદ-બિન્દુ કહેલ છે. નાદનો આવિર્ભાવ બે પ્રકારે થતો હોય…

વધુ વાંચો >

નાદારી

Jan 10, 1998

નાદારી : દેવાદાર તેનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે તેવી અદાલત દ્વારા વિધિપૂર્વકની જાહેરાત. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં તેની મિલકતો લેણદારોમાં કરકસરપૂર્વક અને ન્યાયોચિત ધોરણે વહેંચી શકાય તથા તે પોતાની બધી મિલકતો સોંપી દે તો અદાલત તેને દેવામાંથી મુક્ત કરે ત્યાર પછી તરત…

વધુ વાંચો >

નાદિમ, દીનાનાથ

Jan 10, 1998

નાદિમ, દીનાનાથ (જ. 1916, શ્રીનગર; અ. 1988) : કાશ્મીરી લેખક. આ સદીના શ્રેષ્ઠ કાશ્મીરી કવિ. ઘરની સ્થિતિ સારી ન હોવાથી નોકરી કરતાં કરતાં ભણ્યા. કૉલેજમાં હતા ત્યારે ક્રાન્તિકારી દળમાં જોડાયેલા. લડતમાં એમનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો ખૂબ લોકપ્રિય થયેલાં અને એ માટે એમની ધરપકડ પણ થયેલી; તેથી કૉલેજ છોડવી પડી. પછી બહારથી…

વધુ વાંચો >

નાદિયા

Jan 10, 1998

નાદિયા (જ. 1910, ઑસ્ટ્રેલિયા; અ. 9 જાન્યુઆરી 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોની સ્ટંટરાણી. તેનું ‘હેય’ આજે પણ એ જમાનાના પ્રેક્ષકોના કાનોમાં ગુંજે છે ! ચલચિત્રનાં દૃશ્યોમાં ચાલતી ગાડીએ ડબાના છાપરે તે શત્રુ સાથે તલવાર ખડખડાવતી; વિશાળ ખંડમાં કૂદીને ઝુમ્મર પકડીને સામે છેડે અથવા સીડીના મથાળે પહોંચતી, દુષ્ટોને હન્ટર વડે ફટકારતી,…

વધુ વાંચો >