ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >

ધરસેન ચોથો

Mar 25, 1997

ધરસેન ચોથો (શાસન 643–650) : ગુજરાતનો મૈત્રકવંશનો એક રાજા. ગુજરાતમાં લગભગ ઈ. સ. 470થી 788 સુધી વલભીના મૈત્રકવંશની રાજસત્તા પ્રવર્તી. એ વંશનો રાજા ધ્રુવસેન બીજો (લગભગ ઈ. સ. 628–643) ઉત્તર ભારતના ચક્રવર્તી હર્ષદેવનો જમાઈ હતો. ધ્રુવસેનનો ઉત્તરાધિકાર એના પુત્ર ધરસેનને પ્રાપ્ત થયો. એ આ વંશનો ધરસેન ચોથો હતો. મૈત્રકવંશના આરંભિક…

વધુ વાંચો >

ધરા ગુર્જરી

Mar 25, 1997

ધરા ગુર્જરી (1944) : ચન્દ્રવદન ચી. મહેતાનું નવી રંગભૂમિના મંડપમુહૂર્ત અંગેનું અર્ધઐતિહાસિક કરુણાંત ત્રિઅંકી નાટક. ગુજરાતી નાટ્યસાહિત્યની આ ઉલ્લેખનીય કૃતિ છે. પ્રિયતમા ગુર્જરીના અવસાન બાદ ગૂર્જરી રંગભૂમિના ઉદ્ધારકાર્યમાં મન પરોવી ન શકતા ઓઝા ગુર્જર પુન: ધરામાં ગુર્જરીનું પ્રતિબિંબ નિહાળી સક્રિય થાય છે, પણ રંગભૂમિની સફળતા માટે આખરે ધરાને પણ ગુમાવે…

વધુ વાંચો >

ધરાસણા સત્યાગ્રહ

Mar 25, 1997

ધરાસણા સત્યાગ્રહ : ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ…

વધુ વાંચો >

ધરુનો સુકારો

Mar 25, 1997

ધરુનો સુકારો : ફેર-રોપણી માટે તૈયાર થાય તે પહેલાં ફૂગ કે જીવાણુઓના ચેપથી ધરુને થતો રોગ. આ સુકારો મુખ્યત્વે પીથિયમ, ફાયટોફ્થોરા અને ફ્યુસેરિયમ પ્રજાતિની ફૂગોથી થાય છે. ધરુનો સુકારો બે અવસ્થામાં જોવા મળે છે. સૌપ્રથમ બીજજન્ય અથવા જમીનજન્ય વ્યાધિજન ધરુના ઊગતા બીજાંકુરો પર આક્રમણ કરી, જમીનની બહાર નીકળતા પહેલાં ધરુને…

વધુ વાંચો >

ધરો

Mar 25, 1997

ધરો : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા કુળ પોએસીની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon Pers. (સં. दुर्वा, हरितली; હિં. दुब, हरितली, બં.દુર્બા, દુભ, દુબ્બા; ચ-હરિયાલી, કરાલા, તા.અરગુમ-પુલ્લુ, હરિયાલી; તે. ગેરિયા ગડ્ડી, હરવાલી; ક્ધનડ-કુડીગારીકાઈ, ગારીકાઈહાલ્લુ; પં. ધુબ ખાબ્બાલ, તલ્લા, અં. bermuda or bahama grass) છે. તે સખત, બહુવર્ષાયુ, ભૂપ્રસારી અને…

વધુ વાંચો >

ધર્મ

Mar 25, 1997

ધર્મ હિંદુ શાસ્ત્ર-ગ્રંથો પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો અર્થ : ‘ધર્મ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં જે રીતે પ્રયોગ થયો છે તે જોતાં તેનો બીજી ભાષામાં પર્યાય શોધવો મુશ્કેલ છે. કોશોમાં તેનો અર્થ આજ્ઞા કે વિધિ, ફરજ, અધિકાર, ન્યાય, નીતિ, સદગુણ, ધર્મ (religion), સત્કાર્ય કે લક્ષણ તરીકે આપેલો  મળે છે. ધર્મની કલ્પના દેવતા તરીકે…

વધુ વાંચો >

ધર્મકુમારસિંહજી

Mar 26, 1997

ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા…

વધુ વાંચો >

ધર્મગુપ્ત

Mar 26, 1997

ધર્મગુપ્ત (જ…. ?; અ. 619) : લાટ(દક્ષિણ ગુજરાત)ના વતની અને છઠ્ઠી-સાતમી સદી દરમિયાન થઈ ગયેલા બૌદ્ધ ધર્મના વિદ્વાન. 23 વર્ષની વયે કનોજ જઈને ત્યાંના કૌમુદી-સંઘારામમાં બૌદ્ધસાહિત્યનું શિક્ષણ મેળવ્યું. 25મે વર્ષે દીક્ષા લીધા પછી તેઓ ટક્ક(પંજાબ)માં દેવવિહાર નામે રાજવિહારમાં રહ્યા. ત્યાં એમણે ચીનમાં બૌદ્ધ ધર્મની થયેલી ઉન્નતિની વાતો સાંભળી ચીન જવાનો…

વધુ વાંચો >

ધર્મદેવ (યમદેવ)

Mar 26, 1997

ધર્મદેવ (યમદેવ) : વૈદિક સમયના એક મહત્વના દેવ. ઋગ્વેદમાં તે વિવસ્વત અને શરલ્યુના પુત્ર તરીકે નોંધાયેલા છે. તેમની બહેન યમી છે. વેદયુગમાં તેમને પાપની શિક્ષા કરનાર તરીકે ચીતરેલ નથી તો પણ  તે ભયપ્રદાયક છે. યમ સૌપ્રથમ માનવ હતા, જે મૃત્યુ પામીને બીજી દુનિયામાં ગયા. બીજા માણસોને તે દુનિયાનો રસ્તો તેમણે…

વધુ વાંચો >

ધર્મનાથ

Mar 26, 1997

ધર્મનાથ : જૈન ધર્મના પંદરમા તીર્થંકર. તેઓ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થઈ ગયા અને તેમનું ચિહન વિદ્યુલ્લેખા છે. આગલા જન્મમાં તેઓ ભદ્દિલપુરના રાજા સિંહરથ હતા. પરમ આનંદની શોધમાં તેમણે સંસારત્યાગ કરી વિમલ મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરેલું. તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈજયન્ત વિમાનમાં અહમિન્દ્ર દેવ બન્યા. અહમિન્દ્ર દેવ તરીકેનું…

વધુ વાંચો >