ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >દાન
દાન : ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે. ‘યોગકૌસ્તુભ’ મુજબ ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે…
વધુ વાંચો >દાનવ
દાનવ : કશ્યપ ઋષિ અને દક્ષની પુત્રી દનુના પુત્રો તે દાનવો. માતાના નામ પરથી તેમનું નામ પડ્યું છે. દાનવની જેમ ‘દનુજ’ શબ્દ પણ તેમને માટે વપરાયો છે. મહાભારતના આદિપર્વના અધ્યાય 6 અને મત્સ્યપુરાણના અધ્યાય 6 મુજબ દનુને 40 પુત્રો હતા. જ્યારે અન્ય પુરાણો દનુને 61 પુત્રો હતા એમ માને છે.…
વધુ વાંચો >દાની, અહમદ હસન
દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…
વધુ વાંચો >દાબ
દાબ : જુઓ, દાબખનિજો.
વધુ વાંચો >દાબખનિજો
દાબખનિજો (stress minerals) : વિકૃતીકરણ થવા માટેના સંજોગો (ઓછાવત્તા પ્રમાણમાં પ્રતિબળ–stress–ની હાજરી હોય એવા સંજોગો) હેઠળ તૈયાર થતાં ખનિજો ક્લોરાઇટ, ક્લોરિટૉઇડ, શંખજીરું, આલ્બાઇટ, એપિડોટ, એમ્ફિબોલ ખનિજો અને કાયનાઇટ જેવાં ખનિજો. આ પ્રકારનાં ખનિજો વિરૂપણ-પ્રતિબળ (shearing stress) દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોમાં બનતાં હોય છે. એવું ધારવામાં આવેલું છે કે પ્રતિબળની…
વધુ વાંચો >દાબતરંગ
દાબતરંગ : જુઓ, તરંગ (wave).
વધુ વાંચો >દાબમાપકો
દાબમાપકો (instruments for measuring pressure) : દબાણ માપવાનાં સાધનો. દાબમાપકો સામાન્યત: બે પ્રકારનાં હોય છે : (1) પ્રવાહી દાબમાપક (liquid pressure gauge), (2) વાતાવરણ દાબમાપક (atmospheric pressure gauge). (1) પ્રવાહી દાબમાપક : પ્રવાહીનું દબાણ માપવા માટે સામાન્ય રીતે પ્રવાહી મૅનોમીટર (water manometer)નો ઉપયોગ થાય છે. તેની રચનામાં અંગ્રેજી U આકારમાં…
વધુ વાંચો >દાબવિકૃતિ
દાબવિકૃતિ : ખડકવિકૃતિનો એક પ્રકાર. તેમાં દાબ એક મુખ્ય પરિબળ તરીકે કાર્ય કરે છે. દાબવિકૃતિમાં તાપમાનનો વધારો બિનગણનાપાત્ર હોય છે. આ પ્રકારની ખડકવિકૃતિમાં મુખ્ય પરિબળ તરીકે કામ કરતું દાબનું પરિબળ ભૂસંચલનક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે, પરિણામે દાબવિકૃતિ ધસારા સપાટીઓ તેમજ વિરૂપક વિભાગો પર ઉદભવે છે. આ વિકૃતિપ્રકાર સંસર્ગ-વિકૃતિ-વલયના વિક્ષેપિત વિસ્તારોમાં…
વધુ વાંચો >દાબવિદ્યુત અસર
દાબવિદ્યુત અસર (piezoelectric effect) : યાંત્રિક દબાણની અસર નીચે અવાહક સ્ફટિકમાં, દબાણની દિશાને લંબ રૂપે, તેની એક બાજુ પર ધન વિદ્યુતભાર અને વિરુદ્ધ બાજુ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થવાની ઘટના. 1880માં પીએર અને પાઉલ ઝાક ક્યુરીએ સૌપ્રથમ આ ઘટનાની શોધ કરી હતી. તેમના પ્રયોગ દરમિયાન, ક્વૉટર્ઝ, ટૂર્મેલિન અને રોશેલસૉલ્ટ જેવા…
વધુ વાંચો >દાભાડે, ખંડેરાવ
દાભાડે, ખંડેરાવ (જ. 1670 આશરે; અ. 28 નવેમ્બર 1729) : ગુજરાતમાં મરાઠી સત્તા વિસ્તારનાર સરદાર. બાગલાણ જિલ્લાના તળેગાંવના દાભાડે કુટુંબનો ખંડેરાવ સતારાના છત્રપતિ શાહુનો વિશ્વાસુ સરદાર હતો. તેણે તથા અન્ય સરદારોએ નર્મદા ઓળંગી ગુજરાતમાં કર ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓ કરી, મુઘલ સત્તાના પાયા હચમચાવી મૂક્યા હતા. છત્રપતિ રાજારામે ખંડેરાવને બાગલાણમાંથી ચોથ…
વધુ વાંચો >