ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
થાપર, બાલકૃષ્ણ
થાપર, બાલકૃષ્ણ (જ. 24 ઑક્ટોબર 1921, લુધિયાણા) : જાણીતા ઉત્ખનનવિદ અને પુરાતત્વવિદ. અભ્યાસ એમ.એ. ઉપરાંત હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી ઍડવાન્સ્ડ કૉર્સ ઇન વેસ્ટ એશિયન આર્કિયૉલૉજીનો ડિપ્લોમા પણ મેળવ્યો. ભારતની વિખ્યાત પુરાવસ્તુવિદ્યાની સંસ્થા આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી કરી; દા. ત., 1973થી 77 સુધી જૉઇન્ટ ડિરેક્ટર જનરલ, 1977–78માં ઍડિશનલ ડિરેક્ટર…
વધુ વાંચો >થાપર, રૉમેશ
થાપર, રૉમેશ (જ. 1922, લાહોર; અ. 1987) : ભારતીય લેખક, પત્રકાર અને ચિંતક. પિતા દયારામ લશ્કરી અધિકારી હતા. રૉમેશ બી.એ. (ઑનર્સ) થયા પછી મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના સહાયક તંત્રી તરીકે જોડાયા. સાથે એમણે પત્રકારત્વ ઉપરાંત પુસ્તકોનું લેખનકાર્ય આરંભ્યું. ‘ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’, ‘ધ ઇન્ડિયન ડાયમેન્શન્સ’, ‘ધ પૉલિટિક્સ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ’,…
વધુ વાંચો >થાપ્પી, ધર્મરાવ
થાપ્પી, ધર્મરાવ (જ. 19 સપ્ટેમ્બર 1887, બહેરાનપુર, ગોદાવરી જિલ્લો; અ. 1971) : તેલુગુ લેખક. બી.એ. સુધીનું શિક્ષણ ચેન્નાઈમાં. 1936થી 1939 ચેન્નાઈના ‘જનવાણી’માં તંત્રીપદે હતા અને ‘જનવાણી’ને એમની બાહોશ કામગીરીથી પ્રતિષ્ઠા અપાવી. તે પછી ફિલ્મ માટે સંવાદ તથા ગીતરચનાનું કામ લીધું અને એમાં પણ અનેક પારિતોષિકો મેળવ્યાં. એ આંધ્રપ્રદેશ રાજ્ય અકાદમીના…
વધુ વાંચો >થાયમસ
થાયમસ (વક્ષસ્થ ગ્રંથિ) : છાતીના ઉપલા ભાગમાં આવેલો પ્રતિરક્ષાલક્ષી (immunological) અવયવ. ચેપ અને રોગો સામે શરીરનું રક્ષણ કરતું તંત્ર પ્રતિરક્ષાતંત્ર (immune system) નામે ઓળખાય છે. તેમાં લોહીના શ્વેતકોષોના એક પ્રકારના લસિકાકોષો (lymphocytes) મહત્વનો ભાગ ભજવે છે. થાયમસગ્રંથિ લસિકા-તંત્ર(lymphatic system)નો બે ખંડો(lobes)વાળો એક અવયવ છે. છાતીમાં બે ફેફસાંની વચ્ચે આવેલા ભાગને…
વધુ વાંચો >થાયમૉલ
થાયમૉલ (Thymol) : તીવ્ર વાસવાળો રંગહીન, સ્ફટિકમય પદાર્થ. ગુજરાતીમાં તે અજમાના અર્ક (સત્ત્વ) તરીકે જાણીતો છે. તે થાઇમ કપૂર (Thyme camphor) તરીકે પણ ઓળખાય છે. ફુદીના(mint)ના પ્રકારની લેમિયેસી (Lamiaceae) અથવા લેબિયેટી (Labiatae) કુળની તૂરી તૃણૌષધિને થાઇમ (Thyme) અથવા થાયમસ વલ્ગારિસ (Thymus vulgaris) કહે છે. તેમાંથી તે મળી આવે છે. થાઇમમાં…
વધુ વાંચો >થાયરિસ્ટર
થાયરિસ્ટર : થાયરેટ્રૉનને મળતું આવતું પાવર-સ્વિચિંગ અને નિયંત્રણ માટેનું ઉપકરણ. ઇલેક્ટ્રિક પાવરના નિયંત્રણ માટે આધુનિક સાધન તરીકે થાયરિસ્ટરનો ઉપયોગ વધતો રહ્યો છે. તેની લાક્ષણિકતા અને કાર્યપદ્ધતિ ગૅસટ્યૂબ થાયરેટ્રૉન જેવી છે. થાયરિસ્ટરનું પહેલવહેલું નિર્માણ અમેરિકાની બેલ કંપનીએ ઈ. સ. 1957માં કર્યું ત્યારબાદ તેમાં અનેક ફેરફારો કરી તેનો ઉપયોગ એન્જિનિયરિંગનાં જુદાં જુદાં…
વધુ વાંચો >થાયરેટ્રૉન
થાયરેટ્રૉન : ધનધ્રુવ અને ઋણધ્રુવ વચ્ચે ગ્રિડ રાખવામાં આવેલ હોય તેવી ગૅસટ્યૂબ. ગ્રિડ અને ઋણધ્રુવ (કૅથોડ) વચ્ચે ધનવોલ્ટતા આપવાથી આ ટ્યૂબ કાર્યાન્વિત બને છે. આકૃતિ 1 થાયરેટ્રૉનનું સાંકેતિક ચિત્ર દર્શાવે છે. ઔદ્યોગિક ઇલેક્ટ્રૉનિક સાધનોમાં જેનો ખૂબ ઉપયોગ થાય છે તે થાયરિસ્ટરો વિકાસ પામ્યાં તે પહેલાં થાયરેટ્રૉન સાધનો ખૂબ પ્રચલિત હતાં.…
વધુ વાંચો >થાયોનિલ ક્લોરાઇડ
થાયોનિલ ક્લોરાઇડ : સલ્ફર ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફ્યુરસ ઑક્સિક્લોરાઇડ તરીકે પણ ઓળખાતું રંગવિહીન કે આછા પીળા રંગનું પ્રવાહી. તેની વાસ ગૂંગળામણ ઉપજાવે તેવી તીવ્ર હોય છે. તેનું ઉ.બિં. 78.8° સે., સૂત્ર SOCl2 અથવા OSCl2 ઠાર-બિંદુ –105° સે. તથા વિ. ઘનતા 1.638 છે. 140° સે. તાપમાને તે વિઘટન પામે છે. પાણીમાં પણ…
વધુ વાંચો >થાયોયૂરિયા
થાયોયૂરિયા (Thiourea or Thiocarbamide) : યૂરિયાનું સલ્ફર ધરાવતું તુલ્યરૂપ સંયોજન. તે રંગવિહીન ઘન પદાર્થ છે. તેનું સૂત્ર H2NCSNH2, ગ. બિંદુ 180°–182° સે.. પાણીમાં સાધારણ દ્રાવ્ય તથા ઈથરમાં અદ્રાવ્ય છે. આલ્કોહૉલમાં તે દ્રાવ્ય છે. સ્વાદે કડવું હોય છે. શૂન્યાવકાશમાં 150°–160° સે. તાપમાને ઊર્ધ્વપાતનીય છે. થાયોયૂરિયા બનાવવાની ત્રણ સામાન્ય રીતો છે :…
વધુ વાંચો >થાયોસાયનેટ
થાયોસાયનેટ : SCN સમૂહ ધરાવતાં કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો. તે થાયોસાયનિક ઍૅસિડ HSCNમાંથી ઉદભવેલાં હોય છે. સાયનિક ઍસિડની માફક થાયોસાયનિક ઍસિડ બે સ્વરૂપમાં હોય છે : આ બીજું સ્વરૂપ આઇસોથાયોસાયનિક ઍસિડ તરીકે જાણીતું છે તથા તેમાંથી આઇસોથાયોસાયનેટ્સ બને છે, જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતા દર્શાવે છે. અકાર્બનિક થાયોસાયનેટ લવણો સાયનાઇડો તથા…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >