થાયોસાયનેટ : SCN સમૂહ ધરાવતાં કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો. તે થાયોસાયનિક ઍૅસિડ HSCNમાંથી ઉદભવેલાં હોય છે. સાયનિક ઍસિડની માફક થાયોસાયનિક ઍસિડ બે સ્વરૂપમાં હોય છે :

આ બીજું સ્વરૂપ આઇસોથાયોસાયનિક ઍસિડ તરીકે જાણીતું છે તથા તેમાંથી આઇસોથાયોસાયનેટ્સ બને છે, જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતા દર્શાવે છે.

અકાર્બનિક થાયોસાયનેટ લવણો સાયનાઇડો તથા હેલાઇડોની માફક જ વર્તે છે, કારણ કે Pb, Hg, Ag, તથા Cu લવણો સિવાયનાં બધાં જ ધાતુલવણો પાણીમાં દ્રાવ્ય છે. વધુ થાયોસાયનેટ સાથે સંકીર્ણો બને છે. દા. ત., [Pt(SCN)4]2 તથા [Pt(SCN)6]2.વોલ્હાર્ડની અનુમાપન રીતમાં Ag+ આયનના પરિમાપન માટે પોટૅશિયમ થાયોસાયનેટ પ્રક્રિયક તરીકે વપરાય છે. Ag++ SCN → AgSCN (સફેદ અવક્ષેપ). વધારાનો  પ્રક્રિયક Fe+3 સાથે રાતો સંકીર્ણ બનાવે છે :

Fe+3+ SCN → Fe(SCN)+2.

આ પ્રક્રિયા CNS આયનો તથા Fe+3 આયનો માટે ખૂબ સંવેદનશીલ કસોટી તરીકે વપરાય છે.

સોડિયમ સાયનાઇડ તથા સલ્ફરના મિશ્રણને ગરમ કરવાથી સોડિયમ થાયોસાયનેટ બનાવી શકાય છે.

જગદીશ જ. ત્રિવેદી