ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

જેસલ-તોરલ

જેસલ-તોરલ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. 1948માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા–સંવાદ–ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી…

વધુ વાંચો >

જેસલમેર

જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 55’ ઉ. અ. અને 70° 54’ પૂ. રે.. આજુબાજુનો 38,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે…

વધુ વાંચો >

જેસુઇટ સંઘ

જેસુઇટ સંઘ : લોયોલાના સંત ઇગ્નાસ દ્વારા સ્થાપિત, ખ્રિસ્તી ધર્મના કૅથલિક યા સનાતની સંપ્રદાયમાં નવચેતન રેડવામાં મોટો ફાળો આપનાર ‘ઈસુ સંઘ’ નામના પાદરીઓનો સંઘ. 1540માં સ્થપાયેલ આ સંઘના સાધુઓ દુનિયાભરમાં શિક્ષણ, ધર્મ અને માનવસેવાનાં કાર્યો કરે છે. ખ્રિસ્તી ધર્મના સ્વીકૃત સંન્યાસી- જીવનરીતિની આ સંઘ કાયાપલટ કરે છે. ઈશ્વરના મહત્તર મહિમાર્થે…

વધુ વાંચો >

જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય

જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આવેલું અભયારણ્ય. ભૌગોલિક સ્થાન : તે 24 2´ ઉ. અ. અને 72 3´ પૂ. રે. પર આવેલું છે. થાર રણની દક્ષિણે અરવલ્લી હારમાળામાં આ જેસોરની ડુંગરાળ હારમાળા આવેલી છે. આ અભયારણ્યનો વિસ્તાર આશરે 180.66 ચો.કિમી. છે. જે સિપુ અને બનાસનદી વચ્ચે…

વધુ વાંચો >

જૈત્રસિંહ

જૈત્રસિંહ : ગુજરાતના ઇતિહાસમાં ચાર જૈત્રસિંહો જાણવામાં આવ્યા છે. આમાંનો એક ચૌલુક્યયુગના અંતભાગના સુપ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલનો પુત્ર હતો. વીસલદેવ વાઘેલાના અમાત્યપદે વસ્તુપાલનો ભાઈ તેજપાલ હતો. ચાર વર્ષ બાદ તેજપાલનું અવસાન થતાં નાગડ નામનો નાગર બ્રાહ્મણ અમાત્યપદે આવ્યો હતો. ત્યારે અન્ય સામંતો અને અધિકારીઓ સલખણસિંહ, મહાપ્રધાન રાણક, શ્રીવર્દન, વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ,…

વધુ વાંચો >

જૈન, અજિતપ્રસાદ

જૈન, અજિતપ્રસાદ (જ. ઑક્ટોબર 1902, મેરઠ; અ. 31 ડિસેમ્બર, 1977) : ઉત્તર પ્રદેશના અગ્રણી કાર્યકર. મધ્ય વર્ગના કુટુંબમાં જન્મ. લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1924) અને એલએલ.બી. (1926) થયા પછી વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1937માં ઉત્તરપ્રદેશની વિધાનસભામાં…

વધુ વાંચો >

જૈન આગમટીકાસાહિત્ય

જૈન આગમટીકાસાહિત્ય : જૈનોના ખાસ કરી શ્વેતાંબરોના આગમગ્રંથોને કેન્દ્રમાં રાખી તેમની ભાષા અને સિદ્ધાંતો સમજાવવા સારુ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં ગદ્ય કે પદ્ય રૂપે વિસ્તાર પામેલું ટીકારૂપ ગૌણ સાહિત્ય. ‘ટીકા’ને માટે ‘વ્યાખ્યા’ શબ્દ પણ પ્રયોજાય છે. દિગંબરોને માન્ય કેટલાક ગ્રંથો ઉપર પણ પ્રાકૃત/સંસ્કૃતમાં વ્યાખ્યાઓ (નિર્યુક્તિ/ટીકા વગેરે) રચાઈ છે; પરંતુ તેઓનો…

વધુ વાંચો >

જૈન આગમસાહિત્ય

જૈન આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ ‘વેદ’ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ ‘પિટક’ કહેવાય છે તેમ જ જૈનશાસ્ત્રો ‘શ્રુત’, ‘સૂત્ર’ કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે ‘આગમ’ના પર્યાયવાચી શબ્દો છે. આપ્તનું વચન તે આગમ. જૈનર્દષ્ટિએ…

વધુ વાંચો >

જૈન કર્મસાહિત્ય

જૈન કર્મસાહિત્ય : કર્મવાદને લગતું વિપુલ જૈન સાહિત્ય. ભારતીય તત્વજ્ઞાનની ત્રણે મુખ્ય ધારા — વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરા — ના સાહિત્યમાં કર્મવાદનો વિચાર કરાયો છે. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી વિચાર એટલો ઓછો છે કે તેમાં કર્મવિષયક કોઈ વિશેષ ગ્રંથ નજરે પડતો નથી. તેનાથી ઊલટું, જૈન સાહિત્યમાં કર્મ…

વધુ વાંચો >

જૈન, ગિરિલાલ

જૈન, ગિરિલાલ (જ. 26 જુલાઈ 1922, પીપળી ખેડા, જિ. સોનેપત, હરિયાણા; અ. 19 જુલાઈ 1993, નવી દિલ્હી) : ભારતના એક પીઢ પત્રકાર. ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાંના એક હતા. સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવી. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી 1948માં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રૉનિકલ’માં…

વધુ વાંચો >

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

Jan 1, 1996

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

Jan 1, 1996

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

Jan 1, 1996

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

Jan 1, 1996

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

Jan 1, 1996

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

Jan 1, 1996

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

Jan 1, 1996

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

Jan 1, 1996

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

Jan 1, 1996

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

Jan 1, 1996

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >