ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

ચક્રવર્તી, અમિય

Jan 1, 1996

ચક્રવર્તી, અમિય (જ. 10 એપ્રિલ 1901, શ્રીરામપુર; અ. 12 જૂન 1986, શાંતિનિકેતન) : આધુનિકતાવાદી પ્રસિદ્ધ બંગાળી કવિ. પિતા દ્વિજેશચંદ્ર અંગ્રેજી સાથે એમ.એ. થયેલા અને કાયદાશાસ્ત્રના સ્નાતક. એ સમયના ગૌરીપુર રાજ્યના દીવાન હતા. માતા અનિંદિતાદેવી સ્ત્રીસ્વાતંત્ર્યનાં હિમાયતી હતાં. ‘આગમની’ નામે એમનો નિબંધસંગ્રહ પ્રગટ થયો હતો. અમિયનું બાળપણ ગૌરીપુરમાં વીતેલું. ત્યાંના પ્રાકૃતિક…

વધુ વાંચો >

ચક્રવર્તી, ઉત્પલેન્દુ

Jan 1, 1996

ચક્રવર્તી, ઉત્પલેન્દુ (જ. 1948, કૉલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રનિર્માતા. 1967થી 1971 દરમિયાન કલકત્તા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચળવળના આગેવાન હતા. આધુનિક ઇતિહાસના વિષયમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસાના આદિવાસીઓમાં શિક્ષક તરીકે સેવા આપી. આ સમયનો તેમનો અનુભવ તેમના પ્રથમ દસ્તાવેજી ચિત્ર ‘મુક્તિ ચાઇ’માં દેખાય છે. આ ફિલ્મ…

વધુ વાંચો >

ચક્રવર્તી, નિખિલ

Jan 1, 1996

ચક્રવર્તી, નિખિલ (જ. 3 નવેમ્બર 1913, સિલ્ચર, અસમ; અ. 1998) : ભારતના અગ્રણી પત્રકાર. 1962માં ‘મેનસ્ટ્રીમ’ના સહ-સ્થાપક તંત્રી અને 1967થી તેના સંપાદક. ઘણાં અખબારોના કૉલમલેખક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. 1944થી 1946 દરમિયાન ચીનની ‘પીપલ્સ વૉર’ સમયે ખાસ ખબરપત્રી તરીકે સેવા આપેલી. 1957થી 1962 સુધી ઇન્ડિયન પ્રેસ એજન્સીના એડિટર…

વધુ વાંચો >

ચક્રવર્તી, પરમાનંદ

Jan 1, 1996

ચક્રવર્તી, પરમાનંદ (ઈ.સ. ચૌદમીથી સોળમી સદીની વચ્ચે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યપ્રકાશ ઉપર विस्तारिका નામની ટીકાના લેખક. તે સંભવત: બંગાળના નૈયાયિક હતા. ઈશાન ન્યાયાચાર્યનો તે પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે. ગદાધરે આપેલાં 14 લક્ષણોમાં સમાવિષ્ટ चक्रवर्तिलक्षणम् તેમનું રચેલું હોવાનું મનાય છે. ઉપરાંત તેમણે ‘નૈષધચરિત’ મહાકાવ્ય ઉપર એક ટીકા…

વધુ વાંચો >

ચક્રવર્તી, બીરેન્દ્રનાથ

Jan 1, 1996

ચક્રવર્તી, બીરેન્દ્રનાથ (જ. 1920) : બંગાળી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કૉલકાતામાં, પણ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વિપ્લવી સમાજવાદી પક્ષમાં ભળેલા, એથી 1967માં એમને કારાવાસ ભોગવવો પડેલો. 1940થી કાવ્યો લખવાની શરૂઆત કરેલી. મૌલિક કાવ્યરચનાના તેમણે 30 જેટલા સંગ્રહો પ્રગટ કર્યા છે. એમના ખૂબ જાણીતા કાવ્યસંગ્રહો છે ‘રાણુર જન્ય’,…

વધુ વાંચો >

ચક્રવર્તી, મિથુન

Jan 1, 1996

ચક્રવર્તી, મિથુન (જ. 16 જૂન 1950) : હિંદી તથા બંગાળી ચલચિત્રનો મશહૂર અભિનેતા. ‘દો અંજાને’(1976)માં હિંદી ચલચિત્રથી તેણે પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને અત્યાર સુધીની (1976–93) કારકિર્દી દરમિયાન તેણે કુલ 168 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. શરૂઆતનાં વર્ષો દરમિયાન તેણે વાસ્તવવાદી રાજકીય ચલચિત્રોમાં ભૂમિકા ભજવી હતી. દા.ત., મૃણાલ સેન…

વધુ વાંચો >

ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ

Jan 1, 1996

ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ (જ. 1540, દામુન્ય, જિ. બર્દવાન; અ. 1600) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ બર્દવાન જિલ્લાના દામોદર નદીને કાંઠે આવેલા દામુન્યા ગામમાં રાઢી બ્રાહ્મણ હૃદય મિશ્રને ત્યાં થયો હતો. તેમનું ધ્યાન કવિતા, નાટક અને વિવેચન તરફ લગભગ એકસરખું વહેંચાયેલું હતું. અસલમાં તેઓ ગંભીર લેખક હતા, ઘણું કરીને તેઓ…

વધુ વાંચો >

ચક્રવર્તી, સુખમય

Jan 1, 1996

ચક્રવર્તી, સુખમય (જ. 26 જુલાઈ 1934, મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 22 ઑગસ્ટ 1990) : ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી. વિદ્યાકીય સિદ્ધિઓ અને પાંડિત્ય માટે જાણીતા કુટુંબમાં જન્મ. પિતા ભૂતપૂર્વ બંગાળ રાજ્યમાં ન્યાયાધીશ હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે. કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી તે જ વિષય સાથે એમ.એ. થયા. થોડા…

વધુ વાંચો >

ચક્રવર્તી, સુધીર

Jan 1, 1996

ચક્રવર્તી, સુધીર (નિવારણ ચક્રવર્તી) (જ. 19 સપ્ટેમ્બર 1934, શિવપુર, હાવડા, પશ્ચિમ બંગાળ) : બંગાળી કવિ. તેમને તેમના સાહિત્યિક વિવેચન ‘બાઉલ ફકીર કથા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે 1960થી 1994 સુધી…

વધુ વાંચો >

ચક્રવાક

Jan 1, 1996

ચક્રવાક (Ruddy shelduck) : ઍનાટિડે કુળના બતકની એક જાત. ચકવા તરીકે પણ તે ઓળખાય છે. તે ભગવી સુરખાબથી પણ ઓળખાય છે. શાસ્ત્રીય નામ Tadorna ferruginea. આ સ્થળાંતરી પક્ષી દક્ષિણ રશિયા, મધ્ય એશિયા અને ચીન જેવા પ્રદેશમાંથી શિયાળામાં ભારતમાં આવે છે. ભારતના બધા પ્રદેશોમાં જોવા મળતું આ પક્ષી ઑક્ટોબરથી એપ્રિલ સુધી…

વધુ વાંચો >