ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હેરિંગ
હેરિંગ : વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં ખાદ્ય માછલી તરીકે જાણીતી હેરિંગ કુળની માછલી. સાર્ડાઇન, શાડ અને અલેવાઇફ નામે ઓળખાતી માછલીઓ પણ આ જ કુળની છે, શ્રેણી ક્લુપીફૉર્મિસમાં આ પ્રકારની માછલીઓની 70 પ્રજાતિઓ (genera) મળે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશો સિવાયના લગભગ બધા જ સાગરોમાં હેરિંગ મળી આવે છે. વિશાળ…
વધુ વાંચો >હેરિંગ્ટન જેમ્સ
હેરિંગ્ટન, જેમ્સ (જ. 7 જાન્યુઆરી 1611, અપટોન, નૉર્થમ્પટન શાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર 1677, લંડન) : અંગ્રેજ રાજકીય ચિંતક. તેમણે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં ઉચ્ચતર અભ્યાસ માટે પ્રવેશ લીધો, પણ સ્નાતક બન્યા વિના અભ્યાસ અધૂરો છોડ્યો હતો. યુરોપ ખંડનો વ્યાપક પ્રવાસ તેમણે કર્યો. તેમના જીવનકાળ દરમિયાન ઇંગ્લૅન્ડમાં 1642–46નો પ્રથમ આંતરવિગ્રહ ચાલ્યો…
વધુ વાંચો >હેરિંગ્ટન જ્હૉન (સર)
હેરિંગ્ટન, જ્હૉન (સર) (જ. 1561; અ. 20 નવેમ્બર 1612, કેલ્સ્ટન, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : ઇલિઝાબેથના યુગના દરબારી, અનુવાદક, લેખક અને ‘વિટ’ (ઊંચી કલ્પક કે શોધક બુદ્ધિવાળા). પિતા રાજા હેનરી આઠમાની ગેરકાયદેસર પુત્રીને પરણેલા. એમનાં બીજી વારનાં પત્ની રાજકુમારી ઇલિઝાબેથનાં અનુચરી હતાં. સર જ્હૉનના ઉછેરમાં તેમનો પાલક માતા તરીકે મોટો ફાળો હતો.…
વધુ વાંચો >હેરુક
હેરુક : બૌદ્ધ ધર્મના લોકપ્રિય દેવતા. તેમની સ્વતંત્ર રીતે તેમ જ યબ-યૂમ સ્વરૂપે પૂજા થાય છે. તંત્રમાર્ગમાં તેમનું સ્થાન મહત્વનું છે. ‘સાધનમાલા’ અનુસાર આ દેવ નીલવર્ણનાં છે અને તેમના બે સ્વરૂપ દ્વિભુજ હેરુક અને ચતુર્ભુજ હેરુક પ્રાપ્ત થાય છે. યબ-યૂમ સ્વરૂપે એટલે જ્યારે તે પોતાની શક્તિને આલિંગન આપતા હોય છે…
વધુ વાંચો >હેરેલ ફેલિક્સ
હેરેલ, ફેલિક્સ (જ. 25 એ હેરેલ, પ્રિલ 1873, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 1938, પૅરિસ) : બૅક્ટેરિયોફેજ વાયરસની શોધ કરનાર ફ્રેન્ચકૅનેડિયન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી (Microbiologist). બૅક્ટેરિયાભક્ષક વાયરસ અંગેની ખુલાસાવાર માહિતી દ´ હેરેલે પ્રથમ આપી; પરંતુ તેના પહેલાં 1915માં એફ. ડબ્લ્યૂ. ટ્વૉર્ટે બૅક્ટેરિયોફેજ વાયરસ અંગેનો આછો ખ્યાલ આપ્યો હતો. ફ્રેડરિક ટ્વૉર્ટે પ્રથમ વાર…
વધુ વાંચો >હેરોઇન (heroin)
હેરોઇન (heroin) : અફીણમાંના સક્રિય ઘટક મૉર્ફિન(morphine)નો સંશ્લેષિત વ્યુત્પન્ન (derivative) અને ઘેન, બેશુદ્ધિ કે સંવેદનશૂન્યતા લાવનાર (narcotic) રાસાયણિક સંયોજન. તે એક પ્રતિબંધિત સંયોજન છે અને માત્ર સંશોધનાર્થે કે રાસાયણિક પૃથક્કરણ માટે ઔષધતંત્ર વિભાગની મંજૂરી દ્વારા જ મળી શકે છે. મૉર્ફિનના ડાઇએસિટાઇલિઝેશન (diacetylization) વડે તેને મેળવવામાં આવે છે. અણુસૂત્ર C21H23NO5 અથવા…
વધુ વાંચો >હેરોચે, સર્જ (Haroche, Serge)
હેરોચે, સર્જ (Haroche, Serge) (જ. 11 સપ્ટેમ્બર 1944, કાસાબ્લાન્કા, મોરોક્કો) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સર્જ હેરોચે તથા ડેવિડ જે. વાઇનલૅન્ડને પ્રાપ્ત થયો હતો. સર્જ હેરોચેનાં માતા અને પિતા યહૂદી મૂળના હતાં.…
વધુ વાંચો >હેરૉવ્સ્કી યારોસ્લાવ (Heyrovsky Jaroslav)
હેરૉવ્સ્કી, યારોસ્લાવ (Heyrovsky, Jaroslav) [જ. 20 ડિસેમ્બર 1890, પ્રાગ, ચેક ગણતંત્ર (તે સમયનું ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય); અ. 27 માર્ચ 1967, પ્રાગ] : ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે ચાર્લ્સ યુનિવર્સિટી, પ્રાગ ખાતે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1910માં વિલિયમ રામ્સે (સર) અને એફ. જી. ડોનાનના વિદ્યાર્થી તરીકે ભૌતિક-રસાયણમાં…
વધુ વાંચો >હેર્ત્ઝ ગુસ્તાફ
હેર્ત્ઝ ગુસ્તાફ (જ. 22 જુલાઈ 1887, હૅમ્બર્ગ, જર્મની; અ. 30 ઑક્ટોબર 1975, પૂર્વ જર્મની) : પરમાણુ ઉપર ઇલેક્ટ્રૉનના સંઘાત(impact)થી ઉદભવતી અસરને લગતા નિયમોની શોધ બદલ 1925નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. હેર્ત્ઝ ગુસ્તાફ હેર્ત્ઝે ગોટિંગેન, મ્યૂનિક અને બર્લિન યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કર્યો હતો. 1913માં બર્લિન યુનિવર્સિટીના ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન…
વધુ વાંચો >હેલન
હેલન : ગ્રીક મહાકવિ હોમરના મહાકાવ્ય ‘ધી ઇલિયડ’ની નાયિકા. જગતની સુન્દરતમ સ્ત્રી. ટ્રૉયના યુદ્ધમાં નિમિત્તરૂપ, કારણરૂપ. દેવાધિદેવ ઝ્યુસે લીડા સાથે રતિક્રીડા કરી એના પરિણામે અંડજમાંથી એનો જન્મ. આમ ઝ્યુસ એના દૈવી પિતા. લીડાના પતિ સ્પાર્ટાના રાજા ટિન્ડારુસ એના દુન્યવી પિતા. એ કિશોરવયની હતી ત્યારે એના સૌંદર્યના આકર્ષણને કારણે થીસીઅસે એનું…
વધુ વાંચો >