ખંડ ૨૫

હક, ઝિયા-ઉલથી હવાંગ

હક ઝિયા-ઉલ

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હકનો ખરડો

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકીકત

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >

હકીમ અજમલખાન

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…

વધુ વાંચો >

હકોની અરજી

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >

હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)

હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…

વધુ વાંચો >

હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs)

Feb 16, 2009

હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs) : હૃદયના એકમાર્ગી કપાટો(valves)ના બંધ થવાથી, ક્યારેક ખૂલવાથી તથા હૃદયની દીવાલ કે તેના ખંડમાં ભરાતા લોહીમાં ઉદભવતી ધ્રુજારીને કારણે સામાન્ય અને વિષમ સ્થિતિમાં વિવિધ પ્રકારના ધ્વનિરવ ઉદભવે તે. તે હૃદરોગના નિદાનમાં ઉપયોગી છે. તેમને સંશ્રવણક (stethoscope) નામના સ્પર્શપટલ (diaphragm) અને નળીઓવાળા ઉપકરણ વડે સાંભળી…

વધુ વાંચો >

હૃદ્-ધમની (મુકુટધમની) ઉપમાર્ગી નિરોપ શસ્ત્રક્રિયા (coronary artery bypass graft surgery CABG surgery)

Feb 16, 2009

હૃદ્-ધમની (મુકુટધમની) ઉપમાર્ગી નિરોપ શસ્ત્રક્રિયા (coronary artery bypass graft surgery, CABG surgery) : હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમની સાંકડી થઈ હોય ત્યારે તે સાંકડા ભાગને બાજુ પર રાખીને દર્દીની પોતાની બીજી નસના નિરોપણ વડે હૃદયનું રુધિરાભિસરણ સામાન્ય સ્થિતિમાં લાવવાની શસ્ત્રક્રિયા. તેની મદદથી હૃદ્-વેદના (હૃદ્-પીડ, angina pectoris) અથવા હૃદયની તકલીફને કારણે થતા…

વધુ વાંચો >

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease)

Feb 17, 2009

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease) : હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અંતર્રોધ (અટકાવ) ઉદભવવાથી થતો રોગ. પશ્ચિમી દેશોમાં તે સૌથી વધુ જોવા મળતો રોગ છે. નાની ઉંમરે થતા કાલપૂર્વ મૃત્યુ(premature death)નું તે પ્રમુખ કારણ છે. સન 2020માં વિશ્વભરમાં તે પ્રમુખ મૃત્યુકારક રોગ બનશે એવું મનાય છે. ધમનીની દીવાલ…

વધુ વાંચો >

હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો

Feb 17, 2009

હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો : હૃદયરોગનો હુમલો અને તેને કારણે મૃત્યુ થવાનું જોખમ કરે તેવાં કારણરૂપ પરિબળો. વ્યાપક સંશોધનને અંતે કેટલાંક પરિબળોને શોધી શકાયાં છે. જો હૃદયરોગનો હુમલો થવા માટે નિશ્ચિત સ્વરૂપે ઓળખાયેલા હોય તો તેમને મહત્તમ ભયઘટકો (major risk factors) કહે છે અને જો તે પૂર્ણપણે નિશ્ચિત ન હોય…

વધુ વાંચો >

હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation)

Feb 17, 2009

હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation) : હૃદયના ખંડોમાં પોલી નળી નાંખીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પોલી નળીને નિવેશિકા (catheter) કહે છે અને તે પ્રક્રિયાને નલિકાનિવેશ (catheterisation) કહે છે. નિદાન કરવા માટે એક્સ-રેની દોરવણી હેઠળ હૃદયના દરેક ખંડમાં પ્રવેશાવાયેલી નિવેશિકા વડે દબાણ નોંધી શકાય છે. ત્યાંથી લોહીનો નમૂનો લઈ શકાય છે…

વધુ વાંચો >

હૃદ્-નિષ્ફળતા (cardiac failure)

Feb 17, 2009

હૃદ્-નિષ્ફળતા (cardiac failure) : હૃદયમાં દર મિનિટે બહાર ધકેલાતા લોહીના જથ્થા(હૃદ્-બહિ:ક્ષેપ, cardiac output)ને જરૂરિયાત પ્રમાણે જાળવી રાખવાની અક્ષમતા અથવા નિષ્ફળતા ધરાવતો વિકાર. તેથી તેને હૃદ્-અપર્યાપ્તતા (cardiac insufficiency) પણ કહે છે. ક્યારેક હૃદય તેનો જરૂરી હૃદ્-બહિ:ક્ષેપ જાળવી રાખવા તેના વધેલા પૂરણદાબ અથવા પૂરણપ્રદમ(filling pressure)નો ભોગ લે છે. હૃદયમાં શરીરમાંથી પરત આવતા…

વધુ વાંચો >

હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography – ECHO)

Feb 17, 2009

હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography – ECHO) : હૃદયનું અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultrasonography). તેની મદદથી હૃદયના ભાગોને દ્વિપરિમાણી ચિત્રો રૂપે જોઈ શકાય છે. છાતી પર પ્રનિવેશક (probe) મૂકીને અશ્રાવ્ય ધ્વનિ(ultrasound)ના તરંગોને હૃદય તરફ મોકલવામાં આવે છે, જે ત્યાંથી પરાવર્તિત થઈને પ્રતિઘોષ(પડઘા)ના રૂપે પાછા આવે છે. તેમને પ્રનિવેશક વડે ઝીલીને કમ્પ્યૂટર વડે ચિત્રશ્રેણીમાં મૂકવામાં આવે…

વધુ વાંચો >

હૃદ્પ્રતિરોપણ

Feb 17, 2009

હૃદ્પ્રતિરોપણ : જુઓ હૃદ્-નિષ્ફળતા.

વધુ વાંચો >

હૃદ્-ફેફસીયંત્ર (heart-lung machine)

Feb 17, 2009

હૃદ્-ફેફસીયંત્ર (heart-lung machine) : હૃદય પરની શસ્ત્રક્રિયા કરતી વખતે હૃદયને ધબકતું બંધ કરવા તેનું તથા ફેફસાંનું કાર્ય કરતું કૃત્રિમ યંત્ર. તેને હૃદ્-ફેફસી ઉપમાર્ગ (cardiopulmonary bypass) પણ કહે છે. તેની મદદથી રુધિરાભિસરણ તથા લોહીનું ઑક્સિજનીકરણ (oxygenation) કરાય છે. તે એક પ્રકારનો પ્રણોદક (pump) છે. તેથી તેને હૃદ્-ફેફસી પ્રણોદક (heart-lung pump) પણ…

વધુ વાંચો >

હૃદ્-ફેફસીરોગ (corpulmonale)

Feb 17, 2009

હૃદ્-ફેફસીરોગ (corpulmonale) : શ્વસનતંત્રના વિકારને કારણે હૃદયના જમણા ક્ષેપકની સંરચના અને ક્રિયામાં ફેરફાર થવો તે. તેને ફેફસી હૃદ્રોગ (pulmonary heart disease) પણ કહે છે. તેમાં મુખ્ય ફેરફાર છે જમણા ક્ષેપકના સ્નાયુની અતિવૃદ્ધિ (hypertrophy). જો ઉગ્ર (ટૂંકા સમયથી શરૂ થયેલો) ફેફસીરોગ હોય તો જમણું ક્ષેપક પહોળું થાય છે. હૃદયનું જમણું ક્ષેપક…

વધુ વાંચો >