ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હિંદુકુશ
હિંદુકુશ : મધ્ય એશિયામાં આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 70° 00´ પૂ. રે.ની આજુબાજુ તે અફઘાનિસ્તાનના ઈશાની વિભાગને તથા પાકિસ્તાનના વાયવ્ય વિભાગને આવરી લે છે. તેની ઉપસ્થિતિ ઈશાન–નૈર્ઋત્ય-તરફી છે. 800 કિમી. જેટલી લંબાઈ ધરાવતી આ પર્વતમાળા વાસ્તવમાં પામીરની ગાંઠમાંથી છૂટું પડતું પશ્ચિમી વિસ્તરણ છે. તેની…
વધુ વાંચો >હિંદુ ધ
હિંદુ ધ : અંગ્રેજી દૈનિક. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં 20 સપ્ટેમ્બર, 1878ના રોજ સાપ્તાહિક તરીકે પ્રારંભ. તામિલનાડુના તાંજવુર નજીક તિરુવૈયુરની શાળાના શિક્ષક અને સામાજિક સુધારક જી. સુબ્રમનિયા ઐયરના નેજા હેઠળ છ યુવકોએ આ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો, જે આગળ જતાં સપ્તાહમાં ત્રણ દિવસ અને ત્યારબાદ દૈનિક તરીકે પ્રકાશિત થતું આવ્યું છે. આ…
વધુ વાંચો >હિંદુ મહાસભા
હિંદુ મહાસભા : હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે સ્થપાયેલું સંગઠન. હિંદુ મહાસભાનો ઉદભવ મુખ્યત્વે એક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સંગઠન તરીકે, હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે થયો હતો. અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી 20મી સદીનો આરંભ થયો. મુસલમાનો અને ખ્રિસ્તી ચર્ચ પ્રત્યે સ્પષ્ટ પક્ષપાત અને હિંદુઓની અવગણના વધી. મજહબી…
વધુ વાંચો >હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી)
હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી) : 1924માં દિલ્હીમાં પ્રારંભ. વિમોચનવિધિ 15 સપ્ટેમ્બર 1924ના રોજ મહાત્મા ગાંધીના હસ્તે થયો હતો. સ્થાપક માસ્ટર સુંદરસિંહ લ્યાલપુરી (Lyallpuri) (જેઓ પંજાબમાં અકાલી ચળવળ તથા શિરોમણિ અકાલી દળના સ્થાપક તરીકે પણ જાણીતા છે). પ્રારંભનાં વર્ષોમાં આ અખબારનું તંત્રીપદ કે. એમ. પણિક્કરે સંભાળ્યું હતું અને મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ…
વધુ વાંચો >હિંમતનગર
હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક તેમજ હિંમતનગર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર હાથમતી નદીના ડાબા કાંઠે, અમદાવાદ–ખેડબ્રહ્મા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર આવેલું છે. અમદાવાદ–ખેડબ્રહ્મા મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. તે ઉપરાંત રાજસ્થાનને જોડતો હિંમતનગર–ઉદેપુર રેલમાર્ગ પણ અહીંથી…
વધુ વાંચો >હિંસા
હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય…
વધુ વાંચો >હીકેલ અર્ન્સ્ટ (Haeckel Ernst)
હીકેલ, અર્ન્સ્ટ (Haeckel Ernst) (જ. 16 ફેબ્રુઆરી 1834, પોટ્સડેમ, પ્રુસિયા; અ. 9 ઑગસ્ટ 1919, જેના, જર્મની) : જર્મન પ્રાણીશાસ્ત્રી અને પુનર્જન્માન્તરવાદ(theory of recapitulation)-ના પુરસ્કર્તા. આ વાદ મુજબ દરેક પ્રાણીના ગર્ભવિકાસના તબક્કામાં તેના સમૂહના વિકાસનું પુનરાવર્તન થાય છે (ontogeny recapitulates phylogeny). તેઓ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રખર પુરસ્કર્તા તરીકે જાણીતા છે. કાર્લ…
વધુ વાંચો >હીગર એલન જે.
હીગર, એલન જે. (જ. 22 જાન્યુઆરી 1936, સિઅક્સ (Sioux) સિટી, આયોવા, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2000ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1961માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ હીગરે 1982 સુધી યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ અને સંશોધનકાર્ય કર્યું. આ પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા…
વધુ વાંચો >હીથ એડવર્ડ
હીથ, એડવર્ડ (જ. 9 જુલાઈ 1916, બ્રૉડસ્ટેર્સ કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 17 જુલાઈ, 2005) : બ્રિટનના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. સુથાર પિતાના પુત્ર. શાલેય અભ્યાસને અંતે શિષ્યવૃત્તિ મેળવીને ઑક્સફર્ડમાં પ્રવેશ મેળવેલો, ત્યાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ રૂઢિચુસ્ત પક્ષમાં રસ લેતા થયા. 1937માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કન્ઝર્વેટિવ ઍસોસિયેશનના પ્રમુખ બન્યા. તે સમયે નેવિલ ચેમ્બરલીન બ્રિટનના…
વધુ વાંચો >હીનયાન
હીનયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની બે પ્રધાન શાખાઓ છે – હીનયાન અને મહાયાન. આ નામો મહાયાનીઓએ આપ્યાં છે. પોતાના માર્ગની (પંથની) શ્રેષ્ઠતા દર્શાવવા તેમણે પોતાના માર્ગને મહાયાન નામ આપ્યું અને પ્રાચીન બૌદ્ધ ધર્મ યા થેરવાદને ઊતરતો માર્ગ દર્શાવવા હીનયાન નામ આપ્યું. હીનયાન પ્રાચીન ત્રિપિટકો ઉપર આધારિત વ્યવસ્થિત…
વધુ વાંચો >