ખંડ ૨૫

હક, ઝિયા-ઉલથી હવાંગ

હાર્ટલાઇન હેલ્ડેન કેફર (Hartline Haldan Keffer)

હાર્ટલાઇન, હેલ્ડેન કેફર (Hartline, Haldan Keffer) (જ. 22 ડિસેમ્બર 1903, બ્લુમ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 17 માર્ચ 1983) : સન 1967ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ પુરસ્કાર રૅગ્નાર ગ્રેનિટ અને જ્યૉર્જ વાલ્ડ સાથે મળ્યો હતો. તેમને આંખની દૃષ્ટિ સંબંધિત પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાઓની શોધ કરવા માટે…

વધુ વાંચો >

હાર્ટલે ડેવિડ (Hartley David)

હાર્ટલે, ડેવિડ (Hartley David) (જ. 8 ઑગસ્ટ 1905, આર્મલે, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1957, બાથ, સમરસેટ) : અંગ્રેજ તબીબ અને તત્વવેત્તા, જેમણે માનસશાસ્ત્રના તંત્રને અન્ય વિષયો સાથે સાંકળતો ‘એકીકરણવાદ’ (associationism) પ્રથમ રજૂ કર્યો. આધુનિક માનસશાસ્ત્રના સિદ્ધાંતોના પાયામાં હાર્ટલેનો આ એકીકરણવાદ કે જોડાણવાદ અંતર્ગત ભાગ છે. તે પારભૌતિકવાદ(metaphysics)થી અલગ, એવા…

વધુ વાંચો >

હાર્ટવેલ લેલૅન્ડ એચ. (Hartwell Leland H.)

હાર્ટવેલ, લેલૅન્ડ એચ. (Hartwell, Leland H.) (જ. 30 ઑક્ટોબર 1939, લૉસ ઍન્જેલિસ, યુ.એસ.) : સન 2001ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમની સાથે સહવિજેતા હતા આર. ટિમોથી હંટ તથા પોલ એન. નર્સ. તેમને કોષચક્ર(cell cycle)ના મહત્વના નિયામકો (regulators) શોધી કાઢવા માટે સન્માન અપાયું હતું. કોષની સંખ્યાવૃદ્ધિ…

વધુ વાંચો >

હાર્ડન આર્થર (સર)

હાર્ડન, આર્થર (સર) (જ. 12 ઑક્ટોબર 1865, માન્ચેસ્ટર; અ. 17 જૂન 1940, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1929ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. માન્ચેસ્ટર અને અર્લાન્ગેન(જર્મની)માં અભ્યાસ કર્યા બાદ હાર્ડન માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં લેક્ચરર-ડેમૉન્સ્ટ્રેટર (1888–1897) બન્યા. 1897માં તેઓ જેનર ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્રિવેન્ટિવ મેડિસિનની રાસાયણિક અને પાણીની પ્રયોગશાળામાં જોડાયા. 1907માં તેઓ જૈવરસાયણ…

વધુ વાંચો >

હાર્ડિકર નારાયણ સુબ્બારાવ

હાર્ડિકર, નારાયણ સુબ્બારાવ (જ. 7 મે 1889, હુબલી, જિલ્લો ધારવાડ; અ. 1975) : દેશભક્ત, સ્વાતંત્ર્યસૈનિક. સેવાદળના સ્થાપક અને વડા. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું. તે દરમિયાન ‘કેસરી’માં પ્રગટ થતા ટિળકના લેખો વાંચીને તેમનાથી પ્રભાવિત થયા અને દેશભક્ત થયા. શાળાના અભ્યાસ દરમિયાન તેઓ સ્વાતંત્ર્યચળવળમાં…

વધુ વાંચો >

હાર્ડી ઑલિવર

હાર્ડી, ઑલિવર (જ. 18 જાન્યુઆરી 1892, હાર્લેમ; અ. 1957) : હાસ્ય-અભિનેતા. મૂળ નામ નોર્વેલ હાર્ડી. મૂક ચિત્રોનાં અંતિમ વર્ષોમાં એક હાસ્યકલાકારોની જોડીનો ઉદય થયો હતો. થોડા જ સમયમાં લૉરેલ અને હાર્ડીની આ જોડીએ અપાર લોકપ્રિયતા મેળવી લીધી હતી. લૉરેલ નીચી દડીનો દૂબળો-પાતળો અને ભોળો જ્યારે હાર્ડી ઊંચો, પડછંદ અને લૉરેલ…

વધુ વાંચો >

હાર્ડી ગોડફ્રે હેરાલ્ડ

હાર્ડી, ગોડફ્રે હેરાલ્ડ (જ. 1877; અ. 1947) : સરેના ક્રેમલેમાં જન્મ. જાણીતા અંગ્રેજ ગણિતશાસ્ત્રી, જેમણે 1910થી 1945ના ગાળામાં જે. ઈ. લિટલવુડ સાથે સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો, અસમતા અને રીમાનના હાઇપૉથિસિસ ઉપર સો જેટલાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં હતાં. સુરેખા   પર રીમાન ઝીટા વિધેયનાં અનંત ગણા (infinitely many) શૂન્યો હોય છે. ગોડફ્રે હેરાલ્ડ…

વધુ વાંચો >

હાર્ડી ટૉમસ

હાર્ડી, ટૉમસ (જ. 2 જૂન 1840, અપર બોખેમ્પ્ટન, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1928, ડોર્ચેસ્ટર, ડોર્સેટ) : અંગ્રેજ કવિ અને રાષ્ટ્રના મુખ્ય પ્રાદેશિક નવલકથાકારો પૈકીના નૈર્ઋત્ય વાળા ઇંગ્લૅન્ડના વેસેક્સ નામના એક કાલ્પનિક પ્રદેશની પૃષ્ઠ ભૂમિકામાં લખાયેલી નવલકથાઓના રચયિતા. ‘ધ રીટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878), ‘ધ મેયર ઑવ્ કેસ્ટરબ્રિજ’ (1886), ‘ટેસ…

વધુ વાંચો >

હાર્ડી-વિન્બર્ગનો સિદ્ધાંત

હાર્ડી-વિન્બર્ગનો સિદ્ધાંત : વસ્તીમાં કોઈ એક લક્ષણ માટેના વિયોજન (segregation) દરમિયાન પરસ્પર સંતુલન સ્થાપવાનું વલણ. આ સિદ્ધાંત હાર્ડી-વિન્બર્ગ નામના વસ્તી-જનીનવિજ્ઞાનીઓએ સ્વતંત્રપણે આપ્યો છે. હાર્ડી બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને વિન્બર્ગ જર્મન વિજ્ઞાની હતા. તેમણે આપેલો સિદ્ધાંત ‘હાર્ડી-વિન્બર્ગનો સંતુલનનો સિદ્ધાંત’ – એ નામે જાણીતો છે. કોઈ નિશ્ચિત જાતિના બધા સજીવો તે જાતિ માટે…

વધુ વાંચો >

હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરી બૉસ્ટન (Harvard College Observatory or HCO)

હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરી, બૉસ્ટન (Harvard College Observatory or HCO) : હાર્વર્ડ કૉલેજના ખગોળવિભાગ સાથે સંકળાયેલી વેધશાળા. અમેરિકામાં સ્થાપવામાં આવેલી પહેલી પ્રમુખ વેધશાળાઓમાંની એક. તેની સ્થાપના ઈ. સ. 1839માં થઈ હતી. કેમ્બ્રિજ મૅસેચૂસેટ્સમાં તે આવેલી છે. આ વેધશાળામાં ઈ. સ. 1847માં 38 સેમી.(15 ઇંચ)નું એક વર્તક દૂરબીન મૂકવામાં આવ્યું હતું, જે…

વધુ વાંચો >

હક ઝિયા-ઉલ

Feb 1, 2009

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હકનો ખરડો

Feb 1, 2009

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકીકત

Feb 1, 2009

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >

હકીમ અજમલખાન

Feb 1, 2009

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

Feb 1, 2009

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

Feb 1, 2009

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)

Feb 1, 2009

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…

વધુ વાંચો >

હકોની અરજી

Feb 1, 2009

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

Feb 1, 2009

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >

હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)

Feb 1, 2009

હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…

વધુ વાંચો >