ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હવેલી (1977)
હવેલી (1977) : કવિ ઉમાશંકર જોષીના સન 1951માં પ્રગટ થયેલા દ્વિતીય એકાંકીસંગ્રહ ‘શહીદ અને બીજાં નાટકો’નું નવસંસ્કરણ; જેમાં મૂળ અગિયાર એકાંકીઓ ઉપરાંત બે અન્ય મૌલિક એકાંકીઓ ‘હવેલી’ અને ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ તથા ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના નાટક ‘ઇફિજિનિયા’ના પરાકાષ્ઠા-દૃશ્યનો એકાંકી રૂપે પદ્ય-અનુવાદ ઉમેરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચળવળના સમકાલીન વાતાવરણની પશ્ચાદભૂમાં…
વધુ વાંચો >હસ જૉન
હસ, જૉન (જ. 1372, હુસિનેક, બોહેમિયા; અ. 6 જુલાઈ 1415, કૉન્સ્ટન્સ, જર્મની) : 15મી સદીનો મહત્વનો ચેક (Czech) ધર્મ-સુધારક. તેણે 1401માં પાદરીની દીક્ષા લીધા પછી પ્રાગ શહેરમાં પાણીદાર ધાર્મિક પ્રવચનો કર્યાં. તેનાં પ્રવચનોમાં તે પોપ, ધર્માધ્યક્ષ, કાર્ડિનલ વગેરેની તથા ચર્ચના ભ્રષ્ટાચારની કડક શબ્દોમાં આકરી ટીકા કરતો. તેના કેટલાક અનુયાયીઓ પણ…
વધુ વાંચો >હસન
હસન : કર્ણાટક રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 12° 31´થી 13° 33´ ઉ. અ. અને 75° 33´થી 76° 38´ પૂ. રે. વચ્ચેનો 6,814 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો 3.55 % વિસ્તાર રોકે…
વધુ વાંચો >હસન અબુલ (Hasan Abul)
હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના…
વધુ વાંચો >હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)
હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો. એ પછી 1962માં લંડન…
વધુ વાંચો >હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો)
હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે. મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને…
વધુ વાંચો >હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો)
હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો) : હિન્દુસ્તાનના સૌથી પ્રાચીન અને ગુલામવંશના શરૂઆતના બે સુલતાનો કુતુબુદ્દીન ઐબક (1206–1210) તથા શમ્સુદ્દીન ઈલતુતમિશ(1210–1236)ના સમયના ફારસી ઇતિહાસ તાજુલ મઆસિરના લેખક અને કવિ. તેમનો જન્મ ઈરાનના પ્રાચીન ઐતિહાસિક નગર નિશાપુરમાં થયો હતો. તેઓ પોતાનું વતન છોડીને પહેલાં ગઝની (અફઘાનિસ્તાન) અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. તેમણે…
વધુ વાંચો >હસનપુર
હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો…
વધુ વાંચો >હસન બસરી
હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું. તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં…
વધુ વાંચો >હસન બિન સબ્બાહ
હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…
વધુ વાંચો >હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >