૨૪.૧૦

સ્ટોલ ઍરોપ્લેનથી સ્તરભંગ

સ્ટોલ (STOL) ઍરોપ્લેન

સ્ટોલ (STOL) ઍરોપ્લેન : વિમાનો(હવાઈ જહાજો, aircraft)નો એવો વર્ગ કે જેમને જમીન ઉપર ઉતરાણ(અવતરણ, landing)નાં અને જમીન ઉપરથી હવામાં ઉત્પ્રસ્થાન(takeoff)નાં અંતરો તેમના જેટલાં જ વજન અને પરિમાપ (size) ધરાવતાં પ્રચલિત વિમાનો કરતાં ઓછાં હોય. ‘સ્ટોલ’ એ short takeoff and landingનું ટૂંકું રૂપ છે. સીધું (vertically) ઉડાણ કે ઉતરાણ કરી શકતાં…

વધુ વાંચો >

સ્ટોહલ જ્યૉર્જ અર્ન્સ્ટ

સ્ટોહલ, જ્યૉર્જ અર્ન્સ્ટ (Stahl, Georg Ernst) (જ. 21 ઑક્ટોબર 1660, અન્સબાક, ફ્રાન્કોનિયા; અ. 14 મે 1734, બર્લિન) : દહન અને તેની સાથે સંબંધિત શ્વસન, આથવણ અને કોહવાટ જેવી જૈવિક પ્રવિધિઓ માટેનો ફ્લોજિસ્ટન સિદ્ધાંત વિકસાવનાર જર્મન ચિકિત્સક અને રસાયણવિદ. એક પાદરીના પુત્ર એવા સ્ટોહલે જેના (Jena) ખાતે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરેલો અને…

વધુ વાંચો >

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (તારામણી ચેન્નાઈ)

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (તારામણી, ચેન્નાઈ) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીના ક્ષેત્રે સંશોધન તથા આધુનિક માહિતીની આપલે કરતું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. આ કેન્દ્રના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે : (i) બાંધકામના માળખાનું અભિકલ્પન તથા બાંધકામને લગતાં સંશોધન હાથ ધરવાં. (ii)…

વધુ વાંચો >

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee]

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee] : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીમાં સંશોધન હાથ ધરતી સંસ્થા. સંસ્થાના કાર્યક્ષેત્રમાં નીચેનાંનો સમાવેશ થાય છે : (i) અદ્યતન જ્ઞાનની માહિતી-બૅન્ક તરીકે કામ કરી ઇમારતોની સંરચના તથા બાંધકામ માટે માહિતી પૂરી પાડવી. (ii)…

વધુ વાંચો >

સ્ટ્રાઉસ ઑસ્કાર

સ્ટ્રાઉસ, ઑસ્કાર (જ. 6 માર્ચ 1870, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 11 જાન્યુઆરી 1954, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીત-નિયોજક અને ઑર્કેસ્ટ્રાના તથા ગાયકવૃંદ(કોયર)ના સંચાલક. બર્લિન ખાતે સંગીતકાર મેક્સ બ્રખ પાસે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો. એ પછી બર્લિનમાં તેમણે ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કારકિર્દી શરૂ કરી. 1940માં અમેરિકા જઈ ન્યૂયૉર્ક નગરના બ્રોડવે ખાતેનાં નાટકોમાં તેમજ …

વધુ વાંચો >

સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family)

સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family) [સ્ટ્રાઉસ, યોહાન ધ એલ્ડર (જ. 28 માર્ચ 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1849, વિયેના, ઑસ્ટ્રિયા); સ્ટ્રાઉસ, યોહાન ધ યંગર (જ. 25 ઑક્ટોબર 1825, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 3 જૂન 1899, વિયેના, ઑસ્ટ્રિયા)] : વૉલ્ટ્ઝ સંગીતનો મનોરંજક તથા લોકપ્રિય ઢબે વિકાસ કરનાર ઑસ્ટ્રિયન પિતાપુત્ર. પિતા યોહાન ધ…

વધુ વાંચો >

સ્ટ્રાવિન્સ્કી ઇગોર ફેડોરોવિચ

સ્ટ્રાવિન્સ્કી, ઇગોર ફેડોરોવિચ (જ. 17 જૂન 1882, ઓરાનીબામ, પિટ્સબર્ગ; અ. 6 એપ્રિલ 1971, ન્યૂયૉર્ક) : રશિયન-અમેરિકન સ્વર-રચનાકાર. તેમના પિતા સેન્ટ પિટ્સબર્ગ ખાતે અભિનય અને ગાયનક્ષેત્રે મશહૂર હતા. તેમણે પુત્ર સ્ટ્રાવિન્સ્કીને સંગીત કે અભિનયનું નહિ પરંતુ કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપેલું, જોકે સ્ટ્રાવિન્સ્કીને આડવ્યવસાય તરીકે સંગીત અને અભિનયમાં સામાન્ય રુચિ અવશ્ય હતી; પરંતુ…

વધુ વાંચો >

સ્ટ્રાસબર્ગર એડુઆર્ડ એડૉલ્ફ

સ્ટ્રાસબર્ગર, એડુઆર્ડ એડૉલ્ફ (જ. 1 ફેબ્રુઆરી 1844, વૉર્સોવ; અ. 18 મે 1912, બૉન) : જર્મન વનસ્પતિકોષવિજ્ઞાની. તેમણે વનસ્પતિકોષમાં કોષકેન્દ્ર-વિભાજન વિશે માહિતી આપી. સ્ટ્રાસબર્ગરે પૅરિસ, બૉન અને અંતે જેના યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. પીએચ.ડી.ની પદવી જેના યુનિવર્સિટીમાંથી 1866માં મેળવી. તેમણે વૉર્સોવ યુનિવર્સિટી (1868), જેના યુનિવર્સિટી (1869–80) અને બૉન યુનિવર્સિટી(1880–1912)માં શિક્ષણ આપ્યું.…

વધુ વાંચો >

સ્ટ્રિક્નીન (Strychnine)

સ્ટ્રિક્નીન (Strychnine) : ભારતમાં ઊગતા એક વૃક્ષ, કૂચલ અથવા ઝેરકોચલા(Nux vomica)નાં બિયાંમાંથી મળતો એક રંગવિહીન, સ્ફટિકમય, ઝેરી આલ્કેલૉઇડ (alkaloid). અણુસૂત્ર : C21H22N2O2. અણુભાર : 334. ગ. બિં. : 275°થી 285° સે.  = –104.3. uvmax (95 % EtOH) 255, 280, 290 ને.મી. શુદ્ધ સ્વરૂપે મેળવાયેલો આ પ્રથમ આલ્કેલૉઇડ છે. 1818માં પેલેટિયર…

વધુ વાંચો >

સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ

સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ (જ. 22 જાન્યુઆરી 1849, સ્ટૉકહોમ; અ. 14 મે 1912, સ્ટૉકહોમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વીડિશ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. પિતા કાર્લ ઑસ્કાર સ્ટ્રિન્ડબર્ગ સ્ટીમર એજન્ટ અને માતા લગ્ન પહેલાં હોટલમાં વેઇટ્રેસ. આ વાતનો ઉલ્લેખ તેમણે મહત્વની ઘટના તરીકે પોતાની આત્મકથા ‘સન ઑવ્ અ સર્વન્ટ’(1913)માં નોંધી છે. સ્ટ્રિન્ડબર્ગ (જોહાન)…

વધુ વાંચો >

સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna)

Jan 10, 2009

સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna) (જ. 27 મે, 1959, ગ્વેલ્ફ, ઑન્ટારિયો, કૅનેડા) : ઉચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટે 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરાર્ડ મોરો તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. મૅકમાસ્ટર યુનિવર્સિટી ઑવ્ હૅમિલ્ટન, ઑન્ટારિયોમાં…

વધુ વાંચો >

સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947)

Jan 10, 2009

સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947) : ટેનેસી વિલિયમ્સનું પુલિત્ઝર પારિતોષિકવિજેતા અને અમેરિકન નાટ્યક્ષેત્રે પ્રવર્તમાન વલણોમાં વળાંક પ્રેરતું નાટક. નાટ્યઘટના તરીકે, આ નાટકમાં કેન્દ્રવર્તી પાત્ર બ્લેન્ચી દુબાઈની કરુણાન્ત કથાનું તખ્તાપરક નિરૂપણ છે. મોટી બહેન સ્ટેલા માબાપની જવાબદારી બ્લેન્ચી પર નાખી દઈ પરણી ગઈ. પછી કપરા સંજોગોમાં શિક્ષિકા તરીકે નિર્વાહ કરતી બ્લેન્ચી પ્રિય…

વધુ વાંચો >

સ્ટ્રીપ મેરિલ

Jan 10, 2009

સ્ટ્રીપ, મેરિલ (જ. 22 જૂન 1949, સમિટ, ન્યૂ જર્સી, અમેરિકા) : હોલીવૂડની અભિનેત્રી. મૂળ નામ મેરી લુઇસ સ્ટ્રીપ. હોલીવૂડમાં નવી પેઢીની અભિનેત્રીઓમાં અત્યંત પ્રતિભાશાળી ગણાતાં મેરિલ સ્ટ્રીપ વિવિધ પાત્રોની જરૂરિયાત મુજબ પોતાની જાતને ઢાળી લેવામાં ગજબનાં સિદ્ધહસ્ત ગણાય છે. એક અભિનેત્રી તરીકે તેમની સફળતાને એ રીતે પણ આંકી શકાય તેમ…

વધુ વાંચો >

સ્ટ્રૂડવિક હર્બર્ટ

Jan 10, 2009

સ્ટ્રૂડવિક, હર્બર્ટ (જ. 28 જાન્યુઆરી 1880, મિચેમ, સરે, યુ.કે.; અ. 14 ફેબ્રુઆરી 1970, શૉરહૅમ, સસેક્સ, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને તેમના જમાનાના અત્યંત ચપળ અને સર્વોત્તમ વિકેટ-કીપર. 1902માં તેમના સરે-પ્રવેશથી પ્રારંભ કરીને તેમણે વિક્રમરૂપ સંખ્યામાં વિકેટો ઝડપી. હર્બર્ટ સ્ટ્રૂડવિક તેમની પ્રથમ સમગ્ર સીઝન તેમણે ઝડપેલી 91 વિકેટ એક વિક્રમ…

વધુ વાંચો >

સ્ટ્રેચી (ગાઇલ્સ) લિટન

Jan 10, 2009

સ્ટ્રેચી, (ગાઇલ્સ) લિટન (જ. 1 માર્ચ 1880, લંડન; અ. 21 જાન્યુઆરી 1932, હેમ સ્પ્રે હાઉસ, બર્કશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ચરિત્રકાર અને વિવેચક. પિતા લશ્કરમાં વહીવટી અધિકારી હતા. ભારતમાં તેમણે 30 વર્ષ સુધી સેવા આપેલી. સ્ટ્રેચી ભાઈબહેનોમાં અગિયારમું સંતાન હતા. તેમનું નામ તે સમયના વાઇસરૉય લિટનના નામ પરથી પાડવામાં આવેલું. સ્ટ્રેચીના…

વધુ વાંચો >

સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon)

Jan 10, 2009

સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon) : ઇંગ્લૅન્ડના વૉરવિકશાયર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર.  ભૌગોલિક સ્થાન : તે 52° 12´ ઉ. અ. અને 1° 41´ પ. રે.ની આજુબાજુનો 977 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની વસ્તી મોટે ભાગે ગ્રામીણ છે. આ સ્થળ બર્મિંગહામથી દક્ષિણે તથા…

વધુ વાંચો >

સ્ટ્રેટોસ્ફિયર

Jan 10, 2009

સ્ટ્રેટોસ્ફિયર : જુઓ વાતાવરણ (ભૌગોલિક).

વધુ વાંચો >

સ્ટ્રૅન્ડ પૉલ

Jan 10, 2009

સ્ટ્રૅન્ડ, પૉલ (જ. 16 ઑક્ટોબર 1890, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1976, પૅરિસ નજીક, ફ્રાન્સ) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર. પરસ્પર અસંગત જણાતા પદાર્થો અને વસ્તુઓની સહોપસ્થિતિ નિરૂપતી ફોટોગ્રાફી કરીને અમૂર્ત અને ઍબ્સર્ડ વલણો પર ભાર મૂકવા માટે તેઓ જાણીતા છે. સત્તર વરસની ઉંમરે સ્ટ્રૅન્ડે લુઇસ હાઇન પાસે ફોટોગ્રાફી…

વધુ વાંચો >

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin)

Jan 10, 2009

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin) : એમીનોગ્લાયકોસાઇડ વર્ગનું શક્તિશાળી પ્રતિજૈવિક (antibiotic) ઔષધ. રાસાયણિક નામ : O2ડીઑક્સિ2(મિથાઇલ એમીનો)–α–L–ગ્લુકોપાયરેનોસીલ – (1 → 2)–0–5–ડીઑક્સિ–3–C–ફૉર્માઇલ–α–L–લિક્સોફ્યુરે-નોસીલ–(1 → 4)N, N’–બિસ (એમીનોઇમિનોમિથાઇલ)–D–સ્ટ્રેપ્ટામાઇન. સ્ટ્રેપ્ટોમાયસીસ (Streptomyces) સમૂહના સૂક્ષ્મજીવાણુઓમાંથી વાતજીવી (aerobic) જલમગ્ન (submerged) આથવણ દ્વારા મેળવાય છે. તેની સંરચના પ્રબળ જલરાગી (hydrophilic) પ્રકૃતિ સૂચવે છે અને સામાન્ય દ્રાવક-પદ્ધતિઓ વડે તેનું નિષ્કર્ષણ થઈ શકતું નથી.…

વધુ વાંચો >

સ્ટ્રૅબો (Strabo)

Jan 10, 2009

સ્ટ્રૅબો (Strabo) [જ. ઈ. પૂ. 63 (?), અમાસિયા, તુર્કસ્તાન; અ. ઈ. સ. 24 (?)] : ગ્રીક ભૂગોળવેત્તા અને ઇતિહાસવિદ. તેમણે રોમ અને ઍલેક્ઝાંડ્રિયામાં અભ્યાસ કરેલો. ત્યાર બાદ તેમણે અરબસ્તાન, દક્ષિણ યુરોપ તથા ઉત્તર આફ્રિકામાં પણ પ્રવાસો ખેડેલા. સ્ટ્રૅબો ભૌગોલિક માહિતી એકત્રિત કરી તેને લખાણબદ્ધ કરવા માટે તેઓ જાણીતા છે. તેમણે…

વધુ વાંચો >