સ્ટ્રૂડવિક હર્બર્ટ

January, 2009

સ્ટ્રૂડવિક, હર્બર્ટ (. 28 જાન્યુઆરી 1880, મિચેમ, સરે, યુ.કે.; . 14 ફેબ્રુઆરી 1970, શૉરહૅમ, સસેક્સ, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને તેમના જમાનાના અત્યંત ચપળ અને સર્વોત્તમ વિકેટ-કીપર. 1902માં તેમના સરે-પ્રવેશથી પ્રારંભ કરીને તેમણે વિક્રમરૂપ સંખ્યામાં વિકેટો ઝડપી.

હર્બર્ટ સ્ટ્રૂડવિક

તેમની પ્રથમ સમગ્ર સીઝન તેમણે ઝડપેલી 91 વિકેટ એક વિક્રમ હતો. 1921 સુધી તેઓ ઇંગ્લૅન્ડની ટીમમાં રમ્યા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1910–26 : 28 ટેસ્ટ; 7.93 સરેરાશથી 230 રન; સૌથી વધુ જુમલો 24; 60 કૅચ; 12 સ્ટમ્પિંગ. (2) પ્રથમ કક્ષાની મૅચ : 1902–27; 10.89ની સરેરાશથી 6445 રન; સૌથી વધુ જુમલો 93; 1 વિકેટ; 1242 કૅચ; 255 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી